ઝખાર્યા 9
9
પડોશી પ્રજાઓનો ન્યાય
1યહોવાના વચનરૂપી ઇશ્વરવાણી હાદ્રાખ દેશ પર છે: #યશા. ૧૭:૧-૩; યર્મિ. ૪૯:૨૩-૨૭; આમો. ૧:૩-૫. “દમસ્કસમાં તેનું વિશ્રામસ્થાન [થશે] ; કેમ કે યહોવાની નજર માણસો પર તથા ઈઝરાયલનાં સર્વ કુળો પર છે. 2અને તેની સરહદ પર આવેલા હમાથ [ઉપર] પણ છે; #યશા. ૨૩:૧-૧૮; હઝ. ૨૬:૧—૨૮:૨૬; યોએ. ૩:૪-૮; આમો. ૧:૯-૧૦; માથ. ૧૧:૨૧-૨૨; લૂ. ૧૦:૧૩-૧૪. તૂર તથા સિદોન બહુ ચતુર છે, છતાં [તેના પર પણ] છે. 3તૂરે પોતાને માટે કિલ્લો બાંધ્યો, ને ધૂળની જેમ રૂપાના તથા શેરીના કાદવની જેમ ચોખ્ખા સોનાના ઢગલા કર્યા. 4જુઓ, પ્રભુ તેની સંપત્તિ છીનવી લેશે, ને તેના બળને સમુદ્રમાંનાખી દેશે; અને તે અગ્નિથી ભસ્મ થશે. 5આશ્કલોન તે જોઈને બીશે; ગાઝા પણ [જોઈને] બહુ દુ:ખી થશે. એક્રોન [પણ દુ:ખી થશે] , કેમ કે તેની આશા નિષ્ફળ જશે. ગાઝામાંથી રાજા નાશ પામશે, ને આશ્કલોનમાં વસતિ થશે નહિ. 6આશ્દોદમાં વર્ણસંકર પ્રજા વસશે; ને હું #યશા. ૧૪:૨૯-૩૧; યર્મિ. ૪૭:૧-૭; હઝ. ૨૫:૧૫-૧૭; યોએ. ૩:૪-૮; આમો. ૧:૬-૮; સફા. ૨:૪-૭. પલિસ્તીઓનો ગર્વ ઉતારીશ. 7હું તેનું રક્ત તેના મુખમાંથી, તથા તેનાં ધિક્કારપાત્ર કૃત્યો તેના દાંતોમાંથી દૂર કરીશ; અને તે પણ આપણા ઈશ્વરને માટે શેષ થશે:અને તે યહૂદિયામાંના અમલદારના જેવો થશે, ને એક્રોન યબૂસી જેવો થશે.
8હું મારા મંદિરની આસપાસ થાણારૂપે છાવણી નાખીશ, જેથી કોઈ અંદર આવજા કરે નહિ; અને ત્યાર પછી કોઈ જુલમગાર તેઓમાં થઈને કદી આગળ જવા પામશે નહિ; કેમ કે હવે મેં મારી નજરે જોયું છે.
ભાવિ રાજા
9 #
માથ. ૨૧:૫; યોહ. ૧૨:૧૫. હે સિયોનની પુત્રી, બહુ આનંદ કર;
હે યરુશાલેમની પુત્રી, જયપોકાર કર.
જો, તારો રાજા તારી પાસે આવે છે:
તે ન્યાયી તથા તારણ સાધનાર છે.
[તે] નમ્ર [છે] , અને ગધેડા પર, હા,
ખોલા એટલે ગધેડીના વછેરા પર
સવાર થઈને [આવે છે].
10હું એફ્રાઈમમાંથી રથને, તથા
યરુશાલેમમાંથી ઘોડાને
નાબૂદ કરીશ,
ને યુદ્ધધનુષ્યને કાપી
નાખવામાં આવશે;
અને તે [સર્વ] પ્રજાઓને
શાંતિનો બોધ કરશે;
અને #ગી.શા. ૭૨:૮. તેનું રાજ્ય સમુદ્રથી સમુદ્ર સુધી
તથા નદીથી પૃથ્વીના
છેડા સુધી થશે.”
ઈઝરાયલનો થનાર ઉદય
11તારે વિષે પણ [પ્રભુ આ પ્રમાણે કહે છે,]
“તારી સાથે [કરેલા] કરારના
રક્તને લીધે
મેં તારા બંદીવાનોને પાણી વગરના
ખાડામાંથી બહાર કાઢીને
મોકલી દીધા છે.
12હે આશા [રાખી રહેલા] બંદીવાનો,
કિલ્લામાં પાછા આવો;
આજે જ હું જાહેર કરું છું કે, હું તમને
બમણો બદલો વાળી આપીશ.
13કેમ કે મેં મારે માટે યહૂદા [રૂપી ધનુષ્ય]
નમાવ્યું છે,
મેં એફ્રાઈમ [રૂપી બાણ]
ધનુષ્ય પર મૂકયું છે. અને,
હે સિયોન, હું તારા પુત્રોને [ઉશ્કેરીશ] ,
હે ગ્રીસ, તારા પુત્રોની વિરુદ્ધ
[તેઓને] ઉશ્કેરીશ,
[હે સિયોન,] હું તને યોદ્ધાની
તરવારરૂપ કરીશ.”
14યહોવા તેઓના ઉપર દેખાશે, અને
તેમનું બાણ વીજળીની જેમ છૂટશે;
પ્રભુ યહોવા રણશિંગડું વગાડશે,
તે દક્ષિણના વંટોળિયાઓ
સહિત કૂચ કરશે.
15સૈન્યોના [ઇશ્વર] યહોવા
તેમનું રક્ષણ કરશે.
તેઓ [દુશ્મનોને] ખાઈ જશે,
ને [તેમોના] ગોફણના ગોળાઓને
[પગ નીચે] ખૂંદી નાખશે.
જાણે દ્રાક્ષારસ [પીતા હોય] તેમ તેઓ
[રક્ત] પીશે, ને કોલાહલ કરશે;
તેઓ પ્યાલાઓની જેમ, વેદીના
ખૂણાઓ [ઉપરના પ્યાલાઓ] ની
જેમ, ભરપૂર થશે.
16તેમનો ઈશ્વર યહોવા તે દિવસે પોતાના
લોકના ટોળા તરીકે તેઓને તારશે,
કેમ કે તેઓ મુગટનાં રત્નોની જેમ
તેના દેશ પર ચળકશે.
17કેમ કે તેઓની જાહોજલાલી
કેટલી બધી છે,
ને તેઓની શોભા કેટલી બધી છે!
જુવાનોને ધાન્ય તથા યુવતીઓને
નવો દ્રાક્ષારસ હ્રષ્ટપુષ્ટ કરશે.
Currently Selected:
ઝખાર્યા 9: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.