YouVersion Logo
Search Icon

ઝખાર્યા 4

4
દીપવૃક્ષ વિષે સંદર્શન
1મારી સાથે વાત કરનાર દૂત ફરીથી આવ્યો, ને ઊંઘમાંથી જાગેલા માણસની જેમ તેણે મને જગાડયો. 2તેણે મને પૂછયું, “તું શું જુએ છે?” મેં કહ્યું, “મેં નરદમ સોનાનું એક દીપવૃક્ષ જોયું છે, તેની ટોચે તેનું કોડિયું, ને તે પર તેન સાત દીવા [છે]. જે દીવા તેની ટોચે છે તે દરેકને સાત સાત નળીઓ છે. 3અને તેની પાસે #પ્રક. ૧૧:૪. બે જૈતવૃક્ષો, એટલે, એક કોડિયાની જમણી બાજુએ ને બીજું તેની ડાબી બાજુએ [છે].” 4પછી મારી સાથે વાત કરનાર દૂતને મેં પૂછયું, “મારા મુરબ્બી, તેઓ શું છે?” 5ત્યારે મારી સાથે વાત કરનાર દૂતે ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું જાણતો નથી?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.”
ઝરુબ્બાબેલને પ્રભુનું વચન
6ત્યારે દૂતે મને કહ્યું, #એઝ. ૫:૨. “ઝરુબ્બાબેલને યહોવાનું વચન એ છે કે, ‘પરાક્રમથી નહિ, તેમ બળથી પણ નહિ, પણ મારા આત્માથી, ’ એવું સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે. 7હે મોટા પર્વત, તું કોણ છે? ઝરુબ્બાબેલ આગળ તું સપાટ [થઈ જશે] ; અને ‘તેને કૃપા [થાઓ] , કૃપા [થાઓ] , ’ એવા પોકારસહિત તે મથાળાની શિલાને બહાર લાવશે. 8વળી યહોવાનું વચન મારી પાસે આવ્યું કે, 9ઝરુબ્બાબેલના હાથથી આ મંદિરનો પાયો નંખાયો છે; અને તેના હાથથી તે પૂરું પણ થશે. ત્યારે તું જાણશે કે, ‘મેં સૈન્યોના [ઇશ્વર] યહોવાએ તને તેમની પાસે મોકલ્યો છે. 10કેમ કે [આરંભમાં] નાનાં [દેખાતાં] કામોના દિવસને કોણે તુચ્છકાર્યો છે?’” કેમ કે તેઓ, એટલે યહોવાની #પ્રક. ૫:૬. આ સાત આંખો, ઝરુબ્બાબેલના હાથમાં ઓળંબો જોઈને હરખાશે. તેઓ તો આખી પૃથ્વી પર આમતેમ દોડતી ફરે છે.
11પછી મેં દૂતને પૂછયું, “દીપવૃક્ષની જમણી બાજુએ અને તેની ડાબી બાજુએ જે #પ્રક. ૧૧:૪. બે જૈતવૃક્ષો છે, તેઓ શું છે?” 12વળી ફરી મેં તેને પૂછયું, “જૈતવૃક્ષની “આ બે ડાળીઓ કે, જે સોનાની બે નળીઓ વડે પોતામાંથી સોનેરી [તેલ] નિગાળે છે, તેઓ શું હશે?” 13તેણે મને ઉત્તર આપ્યો, “તેઓ શું છે તે શું તું નથી જાણતો?” મેં કહ્યું, “ના, મારા મુરબ્બી.” 14ત્યારે તેણે કહ્યું, “તેઓ તો આખી પૃથ્વીના સ્વામી પાસે ઊભા રહેનાર બે અભિષેક પામેલા છે.”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ઝખાર્યા 4