YouVersion Logo
Search Icon

ઝખાર્યા 3

3
# એઝ. ૫:૨. વડા યાજક વિષે સંદર્શન
1પ્રમુખ યાજક યહોશુઆને યહોવાના દૂત આગળ ઊભો રહેલો, અને તેને જમણે હાથે #પ્રક. ૧૨:૧૦. તેના વૈરી તરીકે શેતાનને ઊભો રહેલો તેણે મને દેખાડયો. 2યહોવાએ શેતાનને કહ્યું, “હે શેતાન, યહોવા તને ધમકાવે; હા, યરુશાલેમને પસંદ કરનાર #યહૂ. ૯. યહોવા તને ધમકાવે. શું એ અગ્નિમાંથી ખેંચી લીધેલું ખોયણું નથી?” 3યહોશુઆ તો મેલાં વસ્ત્ર પહેરીને દૂત આગળ ઊભેલો હતો. 4દૂતે એની આગળ ઊભેલાઓને કહ્યું કે, “એનાં અંગ પરથી મેલાં વસ્ત્ર કાઢી નાખો.” દૂતે યહોશુઆને કહ્યું, “જો, મેં તારા અન્યાયને તારાથી દૂર કર્યો છે, ને હું તને મૂલ્યવાન પોશાક પહેરાવીશ.” 5દૂતે તેઓને કહ્યું, “તેને માથે સુંદર પાઘડી મૂકો.” તેથી તેઓએ તેને માથે સુંદર પાઘડી મૂકી, ને તેને વસ્ત્રો પહેરાવ્યાં: [તે વખતે] યહોવાનો દૂત પાસે ઊભો હતો.
6યહોવાના દૂતે યહોશુઆને પ્રતિ કરીને કહ્યું, 7“સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘જો તું મારા માર્ગોમાં ચાલશે, ને જો તું મારી આ ઓ પાળશે, તો તું મારા ઘરનો ન્યાય કરનાર પણ થશે, ને મારાં આંગણાં પણ સંભાળશે, ને હું તને આ પાસે ઊભેલાઓની મધ્યે જવા આવવાની છૂટ આપીશ.’ 8હે પ્રમુખ યાજક યહોશુઆ, તું તથા તારી આગળ બેસનાર તારા સાથીઓ, હવે સાંભળો; કેમ કે તે માણસો અચંબારૂપ છે; કેમ કે જુઓ, મારો સેવક જે #યર્મિ. ૨૩:૫; ૩૩:૧૫; ઝખ. ૬:૧૨. અંકુર [કહેવાય છે] તેને હું પ્રગટ કરીશ. 9કેમ કે, જે શિલા મેં યહોશુઆ આગળ મૂકી છે, તે જુઓ. એક શિલાને સાત આંખ છે. સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, ‘જુઓ, હું તેના પર કોતરણી કોતરીશ, ને હું તે દેશનો અન્યાય એક દિવસમાં નિવારીશ.’ 10સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે કે, ‘તે દિવસે તમો સર્વ #મી. ૪:૪. પોતપોતાના પડોશીઓને દ્રાક્ષાવેલા નીચે તથા અંજીરીઓ નીચે બોલાવશો.’”

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ઝખાર્યા 3