ઝખાર્યા 13
13
1સૈન્યોના ઈશ્વર પ્રભુ કહે છે: “તે દિવસે દાઉદના વંશજોનાં તથા યરુશાલેમના રહેવાસીઓનાં પાપ તથા અશુદ્ધતા [દૂર કરવા] ને માટે એક ઝરો ઉઘાડવામાં આવશે. 2તે દિવસે હું દેશમાંથી મૂર્તિઓનું નામનિશાન નાબૂદ કરીશ, અને તેઓનું સ્મરણ ફરી કદી કરવામાં આવશે નહિ; અને હું પ્રબોધકોને તથા અશુદ્ધ આત્માને દેશમાંથી કાઢી મૂકીશ. 3અને જ્યારે કોઈ હજી પણ ભવિષ્ય કહેશે, ત્યારે તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તેને કહેશે, ‘તું જીવતો રહેવાનો નથી, કેમ કે યહોવાને નામે તું જૂઠાં વચનો બોલે છે.’ અને તેને જન્મ આપનાર તેનાં માતાપિતા તે ભવિષ્ય કહેતો હશે તે વખતે તેને વીંધી નાખશે. 4તે દિવસે પ્રબોધકો ભવિષ્યવચનો બોલતી વખતે પોતપોતાનાં સંદર્શનોને લીધે લજ્જિત થશે. તેઓ રૂઆંવાળા ઝભ્ભા પહેરીને લોકોને ઠગશે નહિ. 5પણ તે કહેશે, ‘હું પ્રબોધક નથી, હું તો જમીન ખેડનારો છું; કેમ કે મને તો નાનપણથી ગુલામ કરવામાં આવ્યો છે.’ 6કોઈ તેને પૂછશે, ‘તારા હાથો પર આ ઘા શાના છે?’ ત્યારે તે ઉત્તર દેશે, ‘એ તો મારા મિત્રોના ઘરમાં જે ઘા મને પડયા હતા તે છે.’”
પ્રભુના પાળકને સંહારવાની આગ્ના
7સૈન્યોના [ઇશ્વર] યહોવા કહે છે, “હે તરવાર, મારા પાળક વિરુદ્ધ તથા જે માણસ મારો સાથી છે તેની વિરુદ્ધ જાગૃત થા. #માથ. ૨૬:૩૧; માર્ક ૧૪:૨૭. પાળકને માર, એટલે ઘેટાં વિખેરાઈ જશે. અને હું મારો હાથ નાનાંઓ ઉપર ફેરવીશ.” 8વળી યહોવા કહે છે, આખા દેશમાંના બે ભાગ સંહાર પામીને માર્યા જશે; પણ ત્રીજો ભાગ તેમાં જીવતો રહેશે. 9અને તે ત્રીજા ભાગને હું અગ્નિમાં નાખીને રૂપું ગળાય છે તેમ તેમને ગાળીશ, ને જેમ સોનાને શુદ્ધ કરવામાં આવે છે તેમ તેમને શુદ્ધ કરીશ. તેઓ મારા નામની વિનંતી કરશે, ને હું તેમનું સાંભળીશ. હું કહીશ કે, તે મારા લોકો છે. અને તેઓ [માંનો દરેક] કહેશે, ‘યહોવા મારા ઈશ્વર છે.‘‘‘
Currently Selected:
ઝખાર્યા 13: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.