YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 3

3
1તો યહૂદીની અધિકતા શી છે? અને સુન્‍નતથી શો લાભ છે? 2સર્વ પ્રકારે બહુ [લાભ] છે: પ્રથમ તો એ છે કે, ઈશ્વરનાં વચનો તેઓને સોંપવામાં આવ્યાં હતાં. 3અને જો કેટલાક અવિશ્વાસી હતા તો શું? તેઓનો અવિશ્વાસ શું ઈશ્વરના વિશ્વાસુપણાને નિરર્થક કરે? 4ના, એવું ન બને. હા, દરેક માણસ ભલે જૂઠું ઠરે તોપણ ઈશ્વર સાચા ઠરો; લખેલું છે,
‘તમે તમારાં વચનોમાં ન્યાયી ઠરો,
અને #ગી.શા. ૫૧:૪. તમારો ન્યાય કરવામાં આવે
ત્યારે તમારો વિજય થાય.’
5પણ જો આપણું અન્યાયીપણું ઈશ્વરના ન્યાયીપણાને સ્થાપિત કરે છે, તો આપણે શું કહીએ? શું કોપરૂપી શિક્ષા કરનાર ઈશ્વર અન્યાયી છે? (હું માણસની રીત પ્રમાણે બોલું છું.) 6ના, એવું ન થાઓ. કેમ કે જો એમ હોય તો ઈશ્વર જગતનો ન્યાય શી રીતે કરે? 7પણ જો મારા અસત્યથી ઈશ્વરનું સત્ય તેમના મહિમાને અર્થે વધારે પ્રગટ થયું, તો હજુ સુધી અપરાધી તરીકે મારો ન્યાય કેમ કરવામાં આવે છે? 8વળી અમારી નિંદા કરીને કેટલાક અમારે વિષે કહે છે, “તેઓનું બોલવું એવું છે કે, સારું થાય માટે આપણે ભૂંડું કરીએ. એ પ્રમાણે કેમ ન [કરીએ] ?” એવાઓનો દંડ વાજબી છે.
કોઈ ન્યાયી નથી, સૌ કોઈ પાપી છે
9ત્યારે શું? આપણે તેઓના કરતાં ચઢિયાતા છીએ?
તદ્દન નહિ જ; કારણ કે અમે અગાઉ યહૂદીઓ તથા ગ્રીકોને માથે દોષ મૂક્યો છે કે તેઓ બધા પાપને આધીન છે. 10જેમ શાસ્‍ત્રમાં લખેલું છે તે પ્રમાણે,
# ગી.શા. ૧૪:૧-૩; ૫૩:૧-૩. “કોઈ ન્યાયી નથી, એક પણ નથી;
11સમજનાર કોઈ નથી,
ઈશ્વરને શોધનાર કોઈ નથી.
12તેઓ બધા ભટકી ગયા છે.
તેઓ સર્વ નકામા થયા છે.
સારું કામ કરનાર કોઈ નથી,
ના, એક પણ નથી:
13 # ગી.શા. ૫:૯. તેઓનું ગળું ઉઘાડી કબર જેવું છે;
પોતાની જીભથી તેઓએ કપટ કર્યું છે.
# ગી.શા. ૧૪૦:૩. તેઓના હોઠોમાં સર્પનું ઝેર છે!
14 # ગી.શા. ૧૦:૭. તેઓનું મોં શાપથી તથા
કડવાશથી ભરેલું છે.
15 # યશા. ૫૯:૭-૮. તેઓના પગ રક્ત વહેવડાવવામાં
ઉતાવળા છે.
16તેઓના માર્ગોમાં નાશ તથા
સંતાપ છે.
17તેઓએ શાંતિનો માર્ગ જાણ્યો નથી.
18 # ગી.શા. ૩૬:૧. તેઓની આંખ આગળ
ઈશ્વરનો ભય નથી.”
19હવે આપણે જાણીએ છીએ કે નિયમશાસ્‍ત્ર જે કંઈ કહે છે, તે જેઓ નિયમશાસ્‍ત્રને આધીન છે તેઓને કહે છે; જેથી દરેક મોં બંધ થાય, અને આખું જગત ઈશ્વરની આગળ જવાબદાર ઠરે. 20કેમ કે #ગી.શા. ૧૪૩:૨; ગલ. ૨:૧૬. તેમની સમક્ષ કોઈપણ માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓથી ન્યાયી ઠરશે નહિ, કારણ કે નિયમ દ્વારા પાપ વિષે જ્ઞાન થાય છે.
ઈશ્વરે રજૂ કરેલો મુક્તિનો માર્ગ
21પણ હમણાં ઈશ્વરનું એવું ન્યાયીપણું પ્રગટ થયું છે કે જેનો આધાર નિયમશાસ્‍ત્ર પર રહેલો નથી, અને જેની સાક્ષી નિયમશાસ્‍ત્ર તથા પ્રબોધકો આપે છે. 22એટલે #ગલ. ૨:૧૬. ઈસુ ખ્રિસ્ત પરના વિશ્વાસ દ્વારા સર્વ વિશ્વાસ કરનારાઓ માટે છે તે ઈશ્વરનું ન્યાયીપણું, કેમ કે એમાં કંઈ પણ ભેદ નથી. 23કારણ કે બધાએ પાપ કર્યું છે, અને ઈશ્વરના મહિમા વિષે બધા અધૂરા રહે છે. 24[પણ] ઈસુ ખ્રિસ્તથી જે ઉદ્ધાર છે, તેની મારફતે [ઈશ્વરની] કૃપાથી તેઓ વિનામૂલ્ય ન્યાયી ગણાય છે. 25ઈશ્વરે તેમને તેમના રક્ત પરના વિશ્વાસથી પ્રાયશ્ચિત થવા માટે ઠરાવ્યા, જેથી ઈશ્વરની સહનશીલતાથી અગાઉ થયેલાં પાપની દરગુજર થઈ તે વિષે [ઈશ્વર] પોતાનું ન્યાયપણું બતાવે. 26એટલે કે વર્તમાન સમયમાં તે પોતાનું ન્યાયી૫ણું બતાવે, જેથી પોતે ન્યાયી રહીને ઈસુ પર વિશ્વાસ રાખનારને ન્યાયી ઠરાવનાર થાય.
27તો વડાઈ કરવાનું ક્યાં રહ્યું? એનું સ્થાન નથી. ક્યા નિયમથી? શું કરણીના? ના; પણ વિશ્વાસના નિયમથી. 28માટે અમે એવું સમજીએ છીએ કે, માણસ નિયમ [શાસ્‍ત્ર પ્રમાણે] ની કરણીઓ વગર વિશ્વાસથી જ ન્યાયી ઠરે છે. 29અથવા શું ઈશ્વર કેવળ યહૂદીઓના જ છે? શું વિદેશીઓના પણ નથી? હા, વિદેશીઓના પણ છે. 30કારણ કે #પુન. ૬:૪; ગલ. ૩:૨૦. ઈશ્વર એક જ છે, અને તે સુન્‍નતીને વિશ્વાસથી, અને બેસુન્‍નતીને પણ વિશ્વાસ દ્વારા ન્યાયી ઠરાવશે. 31ત્યારે શું અમે વિશ્વાસથી નિયમશાસ્‍ત્રને નિરર્થક ઠરાવીએ છીએ? ના, એવું ન થઓ! એથી ઊલટું, અમે તો નિયમશાસ્‍ત્રને સ્થાપિત કરીએ છીએ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in