YouVersion Logo
Search Icon

રોમનોને પત્ર 13

13
રાજ્યના અધિકારીઓ પ્રત્યે નાગરિક તરીકેની ફરજો
1દરેક માણસે મુખ્ય અધિકારીઓને આધીન રહેવું; કેમ કે ઈશ્વરના તરફથી ન હોય એવો કોઈ અધિકાર નથી. જે [અધિકારીઓ] છે તેઓ ઈશ્વરથી નિમાયેલા છે. 2એથી અધિકારીની સામે જે થાય છે તે ઈશ્વરના ઠરાવની વિરુદ્ધ થાય છે, ને જેઓ વિરુદ્ધ થાય છે તેઓ પોતાને માથે દંડ વહોરી લેશે. 3કેમ કે સારું કામ [કરનાર] ને હાકેમો ભયરૂપ નથી, પણ ભૂંડું [કામ કરનારને છે]. અધિકારીની તને બીક ન લાગે, એવી તારી ઇચ્છા છે? તો તું સારું કર, એટલે તેના તરફથી તારાં વખાણ થશે. 4કેમ કે તારા હિતને અર્થે તે ઈશ્વરનો કારભારી છે. પણ જો તું ભૂંડું કરે તો ડર રાખ, કેમ કે તે કારણ વિના તરવાર રાખતો નથી, કેમ કે તે ઈશ્વરનો કારભારી છે, એટલે ભૂંડું કરનાર પર તે કોપરૂપી બદલો વાળનાર‌ છે. 5તે માટે માત્ર કોપની બીકથી જ નહિ, પરંતુ પ્રેરકબુદ્ધિની ખાતર પણ તમારે તેને આધીન રહેવું જ જોઈએ.
6વળી, #માથ. ૨૨:૨૧; માર્ક ૧૨:૧૭; લૂ. ૨૦:૨૫. એ કારણ માટે તમે કર પણ ભરો છો, કેમ કે તેઓ ઈશ્વરના સેવક છે ને તે જ કામમાં ચાલુ રહે છે. 7દરેકને તેના જે હક હોય તે આપો:જેને કરનો હોય તેને કર, જેને દાણનો તેને દાણ; જેને બીકનો તેને બીક; જેને માનનો તેને માન.
એકબીજા પ્રત્યેની ફરજો
8એકબીજા ઉપર પ્રેમ રાખવો એ સિવાય બીજું દેવું કોઈનું ન કરો, કેમ કે જે કોઈબીજા ઉપર પ્રેમ રાખે છે તેણે નિયમને પૂરેપૂરો પાળ્યો છે. 9કારણ કે #નિ. ૨૦:૧૪; પુન. ૫:૧૮. “તારે વ્યભિચાર ન કરવો, #નિ. ૨૦:૧૩; પુન. ૫:૧૭. ખૂન ન કરવું, #નિ. ૨૦:૧૫; પુન. ૫:૧૯. ચોરી ન કરવી, #નિ. ૨૦:૧૭; પુન. ૫:૨૧. લોભ ન રાખવો, “ઈત્યાદિ જે આજ્ઞાઓ છે તેઓનો સાર આ વચનમાં સમાયેલો છે, #લે. ૧૯:૧૮. “તારે જેવો પોતાના પર [પ્રેમ છે] તેવો પોતાના પડોશી પર પ્રેમ રાખવો.” 10પ્રેમ પોતાના પડોશીનું કંઈ ભૂંડું કરતો નથી, તેથી પ્રેમ એ નિયમનું સંપૂર્ણ પાલન છે.
11સમય ઓળખીને એ [યાદ રાખો] કે હમણાં તમારે ઊંઘમાંથી ઊઠવાનો સમય આવી ચૂકયો છે. કારણ કે જે સમયે આપણે વિશ્વાસ કરવા માંડયો, તે કરતાં હાલ આપણું તારણ નજીક આવેલું છે. 12રાત ઘણી ગઈ છે, દિવસ પાસે આવ્યો છે. માટે આપણે અંધકારનાં કામો તજી દઈને પ્રકાશનાં હથિયારો સજીએ. 13દિવસે જેમ ઘટે તેમ આપણે શોભતી રીતે વર્તીએ. મોજશોખમાં તથા નશામાં નહિ, વિષયભોગમાં તથા લંપટપણામાં નહિ, ઝઘડામાં તથા અદેખાઈમાં નહિ. 14પણ તમે પ્રભુ ઈસુ ખ્રિસ્તને પહેરી લો, અને દેહને માટે, એટલે તેની દુષ્ટ વાસનાઓને અર્થે, ચિંતન ન કરો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in