પ્રકટીકરણ પ્રસ્તાવના :
પ્રસ્તાવના :
ખ્રિસ્તીઓ ઈસુ ખ્રિસ્તને પ્રભુ માનતા હતા. એ તેઓના વિશ્વાસને લઈને તેઓના ઉપર સતાવણી આવતી હતી. યોહાનને થયેલા પ્રકટીકરણનો લેખન-સમય એ સમયનો છે. લેખકનો હેતુ ખ્રિસ્તીઓને આશા અને ઉત્સાહ પમાડવાનો છે, અને દુ:ખ અને સતાવણીના સમયમાં વિશ્વાસુ રહેવાની વિનંતી કરવાનો છે.
પુસ્તકમાં મુખ્યત્વે પ્રકટીકરણો અને સંદર્શનો આપેલાં છે, અને એ બધાં સાંકેતિક ભાષામાં લખેલાં છે, જે માત્ર ખ્રિસ્તીઓ જ સમજી શકે, પણ બિનખ્રિસ્તીઓને માટે એ માત્ર રહસ્યમય લખાણ બની રહે. પુસ્તકના વિષયોનું જુદાં જુદાં દર્શનો દ્વારા જુદા જુદા રૂપમાં વારંવાર પુનરાવર્તન થતું જોવા મળે છે. આ પુસ્તકના ઝીણવટભર્યા ખુલાસા વિષે જુદા જુદા અભિપ્રાયો વચ્ચે મતભેદ રહે છે; પણ પુસ્તકના વિષય અને હેતુ માટે તો એકમત છે. ઈશ્વરપિતા પ્રભુ ઈસુ ખ્રિસ્ત દ્વારા એમના સર્વ શત્રુઓનો અને સર્વ ભૂંડાઈનો અને શેતાન સુદ્ધાંનો સર્વકાળ માટે અને પૂરેપૂરો નાશ કરશે, અને જયારે આ મહા વિજય પ્રાપ્ત થશે ત્યારે ઈશ્વર પોતાના વિશ્વાસુ લોકોને નવા આકાશ અને નવી પૃથ્વી દ્વારા આશીર્વાદિત કરશે.
રૂપરેખા :
પ્રસ્તાવના ૧:૧-૮
શરૂઆતનું દર્શન અને સાત મંડળીઓને પત્રો ૧:૯-૩:૨૨
સાત મુદ્વાવાળું ઓળિયું ૪:૧-૮:૧
સાત રણશિંગડાં ૮:૨-૧૧:૧૯
અજગર અને બે શ્વાપદ ૧૨:૧-૧૩:૧૮
કેટલાંક દર્શન ૧૪:૧-૧૫:૮
ઈશ્વરના કોપનાં સાત પ્યાલાં ૧૬:૧-૨૧
બેબિલોનનો વિનાશ, અને શ્વાપદ, જૂઠા પ્રબોધક અને
શેતાનનો પરાજય ૧૭:૧-૨૦:૧૦
અંતિમ ન્યાયકાળ ૨૦:૧૧-૧૫
નવું આકાશ, નવી પૃથ્વી, અને નવું યરૂશાલેમ ૨૧:૧-૨૨:૫
ઉપસંહાર ૨૨:૬-૨૧
Currently Selected:
પ્રકટીકરણ પ્રસ્તાવના :: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.