YouVersion Logo
Search Icon

પ્રકટીકરણ 2

2
એફેસસની મંડળીને સંદેશ
1તું એફેસસમાંની મંડળીના દૂતને લખ:
જે પોતાન જમણા હાથમાં સાત તારા રાખે છે, અને જે સોનાની સાત દીવીની વચમાં ચાલે છે તે આ વાતો કહે છે. 2તારાં કામ, તારો‍ શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું ભૂંડાં માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલૂમ પડયું. 3વળી, તું ધીરજ રાખે છે, અને મારા નામની ખાતર તેં સહન કર્યું છે, ને તું થાકી ગયો નથી. 4તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો. 5એ માટે તું જયાંથી પડયો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પ્રથમના જેવાં કામ કર. નહિ તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગાએથી હું ખસેડી દઈશ. 6પણ તારામાં એટલું છે કે નીકોલાયતીઓનાં કામ, જેઓને હું ધિક્કારું છું, તેઓને તું પણ ધિક્કારે છે.
7આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને #ઉત. ૨:૯; પ્રક. ૨૨:૨; હઝ. ૨૮:૧૩; ૩૧:૮. ઈશ્વરના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું [ફળ] હું ખાવાને આપીશ.
સ્મર્નાની મંડળીને સંદેશ
8સ્મર્નામાંની મંડળીના દૂતને લખ:#યશા. ૪૪:૬; ૪૮:૧૨; પ્રક. ૧:૧૭; ૨૨:૧૩. જે પ્રથમ તથા છેલ્લા, જે મૃત્યુ પામ્યા હતા પણ જીવતા થયા, તે આ વાતો કહે છે: 9હું તારી વિપત્તિ તથા તારી દરિદ્રતા જાણું છું (તોપણ તું ધનવાન છે), અને જે કહે છે કે, અમે યહૂદી છીએ પણ તેઓ એવા નથી પણ શેતાનની સભા છે, તેઓનું દુર્ભાષણ હું જાણું છું. 10તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.
11આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને #પ્રક. ૨૦:૧૪; ૨૧:૮. બીજા મરણનું દુ:ખ [ભોગવવું] પડશે નહિ.
પેર્ગામમની મંડળીને સંદેશ
12પેર્ગામમમાંની મંડળીના દૂતને લખ:જેની પાસે બેધારી પાણીદાર તરવાર છે તે આ વાતો કહે છે: 13તું ક્યાં વસે છે તે હું જાણું છું, એટલે જ્યાં શેતાનની ગાદી છે ત્યાં.વળી તું મારા નામને વળગી રહે છે, અને જયારે મારા વિશ્વાસુ શાહેદ અંતિપાસને, તમારામાં, એટલે જ્યાં શેતાન વસે છે ત્યાં, મારી નાખવામાં આવ્યો, તે સમયે પણ તેં મારા પરના વિશ્વાસને નાકબૂલ કર્યો નહિ. 14તોપણ મારે તારી વિરુદ્ધ થોડીક વાતો છે, કેમ કે #ગણ. ૨૨:૫,૭; ૩૧:૧૬; પુન. ૨૩:૪. બલામના બોધને વળગી રહેનારા ત્યાં મારી પાસે છે. એણે બાલાકને ઇઝરાયલપુત્રોની આગળ ઠોકર મૂકવાને શીખવ્યું કે તેઓ #ગણ. ૨૫:૧-૩. મૂર્તિઓનાં નૈવેદ ખાય અને વ્યભિચાર કરે. 15અને એ જ પ્રમાણે જેઓ એવી રીતે નીકોલાયતીઓના બોધને વળગી રહે છે તેઓ પણ તારે ત્યાં છે. 16માટે પસ્તાવો કર; નહિ તો હું તારી પાસે વહેલો આવીશ, અને મારા મોંમાંની તરવારથી હું તેઓની સાથે લડીશ.
17આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.
જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા #નિ. ૧૬:૧૪-૧૫,૩૩-૩૪; યોહ. ૬:૪૮-૫૦. માન્‍નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક #યશા. ૬૨:૨; ૬૫:૧૫. નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી.
થુઆતૈરાની મંડળીને સંદેશ
18થુઆતૈરાની મંડળીના દૂતને લખ:ઈશ્વરના પુત્ર, જેમની આંખો અગ્નિની જવાળા જેવી છે, અને જેમના પગ ચળકતા પિત્તળના જેવા છે, તે આ વાતો કહે છે: 19તારાં કામ, તારો પ્રેમ, તારી સેવા, તારો વિશ્વાસ, તથા તારી ધીરજ હું જાણું છું, અને તારાં છેલ્લાં કામ પહેલાંના કરતાં અધિક છે [એ પણ હું જાણું છું]. 20તો પણ મારે તારી વિરુદ્ધ આટલું છે કે, #૧ રા. ૧૬:૩૧; ૨ રા. ૯:૨૨,૩૦. ઈઝેબેલ, જે પોતાને પ્રબોધિકા કહેવડાવે છે, તે સ્‍ત્રીને તું સહન કરે છે. તે મારા સેવકોને વ્યભિચાર કરવાને તથા મૂર્તિઓનાં નૈવેદ ખાવાને શીખવે છે તથા ભમાવે છે. 21તે પસ્તાવો કરે, માટે મેં તેને અવકાશ આપ્યો, પણ તે પોતાના વ્યભિચારનો પસ્તાવો કરવા ચાહતી નથી. 22જુઓ, હું તેને પથારીવશ કરું છું. અને તેની સાથે જેઓ વ્યભિચાર કરે છે તેઓ જો પોતાના કામનો પસ્તાવો ન કરે તો તેઓને હું મોટી વિપત્તિમાં નાખું છું. 23મરકીથી હું તેના છોકરાંનો સંહાર કરીશ; અને સર્વ મંડળીઓ જાણશે કે #ગી.શા. ૭:૯; યર્મિ. ૧૭:૧૦. મન તથા અંત:કરણનો પારખનાર હું છું; અને #ગી.શા. ૬૨:૧૨. તમો દરેકને હું તમારાં કામ પ્રમાણે બદલો આપીશ.
24પણ તમે થુઆતૈરામાંના બાકીના જેટલા તે બોધ માનતા નથી, જેઓ શેતાનના ‘ઊંડા મર્મો’(જેમ તેઓ કહે છે તેમ) જાણતા નથી, તે તમોને હું આ કહું છું કે, તમારા પર હું બીજો ભાર નાખતો નથી. 25તોપણ તમારી પાસે જે છે, તેને હું આવું ત્યાં સુધી વળગી રહો. 26જે જીતે છે અને અંત સુધી મારાં કામ પકડી રાખે છે, #ગી.શા. ૨:૮-૯. તેને હું વિદેશીઓ પર અધિકાર આપીશ. 27તે લોઢાના દંડથી તેઓ પર અધિકાર ચલાવશે, અને કુંભારના વાસણની જેમ તેઓના કકડેકકડા થઈ જશે. હું પણ મારા પિતા પાસેથી એમ જ અધિકાર પામ્યો છું. 28વળી હું તેને પ્રભાતનો તારો આપીશ.
29આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Free Reading Plans and Devotionals related to પ્રકટીકરણ 2

YouVersion uses cookies to personalize your experience. By using our website, you accept our use of cookies as described in our Privacy Policy