1
પ્રકટીકરણ 2:4
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તોપણ તારી વિરુદ્ધ મારે આટલું છે કે, તેં તારા પ્રથમના પ્રેમનો ત્યાગ કર્યો.
Compare
Explore પ્રકટીકરણ 2:4
2
પ્રકટીકરણ 2:5
એ માટે તું જયાંથી પડયો છે તે યાદ કરીને પસ્તાવો કર, અને પ્રથમના જેવાં કામ કર. નહિ તો હું તારી પાસે આવીશ, અને જો તું પસ્તાવો નહિ કરે તો તારી દીવીને તેની જગાએથી હું ખસેડી દઈશ.
Explore પ્રકટીકરણ 2:5
3
પ્રકટીકરણ 2:10
તારે જે જે સહન કરવું પડશે, તેનાથી ગભરાઈશ નહિ. જુઓ, તમારું પરીક્ષણ થાય એ માટે તમારામાંના કેટલાકને શેતાન બંદીખાનામાં નાખવાનો છે. અને દશ દિવસ સુધી તમને વિપત્તિ પડશે. તું મરણ પર્યત વિશ્વાસુ થઈ રહે, અને હું તને જીવનનો મુગટ આપીશ.
Explore પ્રકટીકરણ 2:10
4
પ્રકટીકરણ 2:7
આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને ઈશ્વરના પારાદૈસમાંના જીવનના ઝાડ પરનું [ફળ] હું ખાવાને આપીશ.
Explore પ્રકટીકરણ 2:7
5
પ્રકટીકરણ 2:2
તારાં કામ, તારો શ્રમ તથા તારી ધીરજ હું જાણું છું, વળી એ પણ જાણું છું કે, તું ભૂંડાં માણસને સહન કરી શકતો નથી, અને જેઓ પોતાને પ્રેરિત કહેવડાવે છે પણ એવા નથી, તેઓને તેં પારખી લીધા, ને તેઓ જૂઠા છે એમ તને માલૂમ પડયું.
Explore પ્રકટીકરણ 2:2
6
પ્રકટીકરણ 2:3
વળી, તું ધીરજ રાખે છે, અને મારા નામની ખાતર તેં સહન કર્યું છે, ને તું થાકી ગયો નથી.
Explore પ્રકટીકરણ 2:3
7
પ્રકટીકરણ 2:17
આત્મા મંડળીઓને જે કહે છે તે જેને કાન છે તે સાંભળે. જે જીતે છે તેને હું ગુપ્ત રાખેલા માન્નામાંથી આપીશ, વળી હું તેને શ્વેત પથ્થર આપીશ, તે પથ્થર પર એક નવું નામ લખેલું છે, તેને જે પામે છે તે સિવાય બીજું કોઈ [તે નામ] જાણતું નથી.
Explore પ્રકટીકરણ 2:17
Home
Bible
Plans
Videos