1
પ્રકટીકરણ 3:20
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
જુઓ, હું બારણાં આગળ ઊભો રહીને ખટખટાવું છું; જો કોઈ મારી વાણી સાંભળીને બારણું ઉઘાડશે, તો હું તેની પાસે અંદર આવીને તેની સાથે જમીશ, ને તે મારી સાથે જમશે.
Compare
Explore પ્રકટીકરણ 3:20
2
પ્રકટીકરણ 3:15-16
તારાં કામ હું જાણું છું, તું ટાઢો નથી, તેમ ઊનો પણ નથી, તું ટાઢો અથવા ઊનો થાય એમ હું ચાહું છું. પણ તું હૂંફાળો છે, એટલે ઊનો નથી તેમ ટાઢો પણ નથી, માટે હું તને મારા મોંમાંથી થૂંકી નાખીશ.
Explore પ્રકટીકરણ 3:15-16
3
પ્રકટીકરણ 3:19
હું જેટલા પર પ્રેમ રાખું છું, તે સર્વને ઠપકો આપું છું તથા શિક્ષા કરું છું, માટે તું ઉત્સાહી થા અને પસ્તાવો કર.
Explore પ્રકટીકરણ 3:19
4
પ્રકટીકરણ 3:8
તારાં કામ હું જાણું છું (જુઓ, તારી આગળ મેં બારણું ઉઘાડું મૂક્યું છે, તેને કોઈ બંધ કરી શકે તેમ નથી) કે, તારામાં થોડી શક્તિ છે, અને તેં મારી વાત પાળી છે, અને મારું નામ નાકબૂલ કર્યું નથી.
Explore પ્રકટીકરણ 3:8
5
પ્રકટીકરણ 3:21
જે જીતે છે તેને હું મારા રાજયાસન પર મારી સાથે બેસવા દઈશ, જેમ હું પણ જીતીને મારા પિતાની સાથે તેમના રાજ્યાસન પર બેઠેલો છું તેમ.
Explore પ્રકટીકરણ 3:21
6
પ્રકટીકરણ 3:17
તું કહે છે, “હું ધનવાન છું, મેં સંપત્તિ મેળવી છે, અને મને કશાની ગરજ નથી!” પણ તું જાણતો નથી કે, તું કંગાળ, બેહાલ, દરિદ્રી, આંધળો તથા નગ્ન છે.
Explore પ્રકટીકરણ 3:17
7
પ્રકટીકરણ 3:10
તેં મારા ધૈર્યનું વચન પાળ્યું છે, તેટલા જ માટે પૃથ્વી પર રહેનારાઓની કસોટી કરવા માટે કસોટીનો જે સમય આખા સંસાર પર આવનાર છે, તેનાથી હું પણ તને બચાવીશ.
Explore પ્રકટીકરણ 3:10
8
પ્રકટીકરણ 3:11
હું વહેલો આવું છું. તારે જે છે તેને તું વળગી રહે કે, કોઈ તારો મુગટ લઈ લે નહિ.
Explore પ્રકટીકરણ 3:11
9
પ્રકટીકરણ 3:2
તું જાગૃત થા, અને બાકીનાં જે મરવાની અણી પર છે તેઓને દઢ કર, કેમ કે મેં તારાં કામ મારા ઈશ્વરની નજરમાં સંપૂર્ણ થયેલાં જોયાં નથી.
Explore પ્રકટીકરણ 3:2
Home
Bible
Plans
Videos