પ્રકટીકરણ 17
17
ઘણાં પાણી પર બેઠેલી વેશ્યાને સજા
1જે સાત દૂતની પાસે તે સાત પ્યાલાં હતાં., તેઓમાંનો એક આવ્યો, તેણે મારી સાથે વાત કરી, ને કહ્યું, “અહીં આવ, જે મોટી વેશ્યા #યર્મિ. ૫૧:૧૩. ઘણાં પાણી પર બેઠેલી છે, તેને જે શિક્ષા થવાની છે તે હું તને બતાવીશ. 2તેની સાથે પૃથ્વીના રાજાઓએ વ્યભિચાર કર્યો છે, અને #યશા. ૨૩:૧૭; યર્મિ. ૫૧:૭. તેના વ્યભિચારના દ્રાક્ષારસથી પૃથ્વી પર રહેનારા છાકટા થયા.”
3પછી તે મને આત્મામાં અરણ્યમાં લઈ ગયો. ત્યાં મેં એક કિરમજી રંગના શ્વાપદ પર એક સ્ત્રીને બેઠેલી જોઈ. #પ્રક. ૧૩:૧. તે શ્વાપદ ઈશ્વરનિંદક નામોથી ભરેલું હતું. તેને સાત માથાં તથા દશ શિંગડા હતાં. 4તે સ્ત્રીએ જાંબુડા તથા કિરમજી રંગના વસ્ત્ર પહેરેલાં હતાં, અને તે સોનાથી તથા મૂલ્યવાન રત્નોથી તથા મોતીઓથી શણગારેલી હતી, અને તેના હાથમાં તેના વ્યભિચારનાં ધિક્કારપાત્ર કૃત્યોથી તથા મલિનતાથી ભરેલું એક #યર્મિ. ૫૧:૭. સોનાનું પ્યાલું હતું. 5તેના કપાળ પર એક નામ લખેલું હતું, એટલે “મર્મ, મહાન બાબિલોન, વેશ્યાની તથા પૃથ્વીનાં ધિક્કારપાત્ર કૃત્યોની માતા.”
6મેં તે સ્ત્રીને સંતોનું લોહી તથા ઈસુના સાક્ષીઓનું લોહી પીધેલી જોઈ. હું તેને જોઈને અતિશય આશ્ચર્ય પામ્યો. 7દૂતે મને પૂછયું, “તું કેમ આશ્ચર્ય પામે છે? એ સ્ત્રીનો, અને સાત માથાં તથા દશ શિંગડાંવાળું શ્વાપદ, જેના પર તે બેઠેલી છે, તેનો મર્મ હું તને કહીશ. 8જે શ્વાપદ તેં જોયું. તે હતું ને નથી, #દા. ૭:૭; પ્રક. ૧૧:૭. તે ઊંડાણમાંથી નીકળવાનું તથા નાશમાં જવાનું છે. અને પૃથ્વી પર રહેનારાંઓ જેઓનાં નામ સૃષ્ટિના મંડાણથી #ગી.શા. ૬૯:૨૮. જીવનપુસ્તકમાં લખેલાં નથી, તેઓ જે શ્વાપદ હતું ને નથી ને આવનાર છે, તેને જોઈને આશ્ચર્ય પામશે.
9આનો ખુલાસો જ્ઞાની મન કરે, જે સાત માથાં છે તે સાત પહાડ છે, તેઓ પર સ્ત્રી બેઠેલી છે. 10વળી તેઓ સાત રાજા છે. તેમાંના પાંચ પડયા છે, એક છે, અને બીજો હજુ સુધી આવ્યો નથી. જયારે તે આવશે ત્યારે તેને થોડી જ રહેવાનું થશે. 11જે શ્વાપદ હતું ને નથી, તે જ આઠમો છે, તે સાતમાંનો એક છે; અને તે નાશમાં જાય છે.
12જે #દા. ૭:૨૪. દશ શિંગડાં તેં જોયાં છે તેઓ દશ રાજા છે, તેઓને હજી સુધી રાજય મળ્યું નથી. પણ શ્વાપદની સાથે એક ઘડીભર રાજાઓના જેવો અધિકાર તેમને મળે છે. 13તેઓ એક વિચારના છે, અને તેઓ પોતાનું પરાક્રમ તથા અધિકાર શ્વાપદને સોંપી દે છે. 14તેઓ હલવાનની સાથે લડશે, અને હલવાન તેઓને જીતશે, કેમ કે એ પ્રભુઓના પ્રભુ તથા રાજાઓના રાજા છે. અને એમની સાથે જેઓ છે, એટલે જેઓ તેડાયેલા, પસંદ કરેલા તથા વિશ્વાસુ છે તેઓ [પણ જીતશે].”
15તે મને કહે છે, “જે પાણી તેં જોયાં છે, જ્યાં તે વેશ્યા બેઠેલી છે, તેઓ પ્રજાઓ, જનસમૂહો, રાજ્યો તથા ભાષાઓ છે. 16તેં જે દશ શિંગડાં તથા શ્વાપદ જોયાં તેઓ તે વેશ્યાનો દ્વેષ કરશે, તેની પાયમાલી કરીને તેને નગ્ન કરશે, તેનું માંસ ખાશે, અને અગ્નિથી તેને બાળી નાખશે. 17કેમ કે તેઓ ઈશ્વરની ઈચ્છા પૂરી કરે, એક વિચારના થાય, અને ઈશ્વરનાં વચનો પૂરાં થાય ત્યાં સુધી તેઓ પોતાનું રાજય શ્વાપદને સોંપે એવું ઈશ્વરે તેઓના મનમાં મૂક્યું છે. 18જે સ્ત્રીને તેં જોઈ છે, તે તો જે મોટું શહેર પૃથ્વીના રાજાઓ પર રાજ કરે છે તે છે.
Currently Selected:
પ્રકટીકરણ 17: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.