YouVersion Logo
Search Icon

પ્રકટીકરણ 12

12
સ્‍ત્રી અને અજગર
1[ત્યારે પછી] આકાશમાં મોટું ચિહ્ન જોવામાં આવ્યું, એટલે સૂર્યથી વેષ્ટિત એક સ્‍ત્રી [જોવામાં આવી] , તેના પગ નીચે ચંદ્ર ને તેના માથા પર બાર તારાનો મુગટ હતો. 2તે ગર્ભવતી હતી; તેને પ્રસવેદના થતી હતી, અને તેની પીડાને લીધે તે બૂમ પાડતી હતી.
3વળી આકાશમાં બીજું એક ચિહ્ન પણ જોવામાં આવ્યું:જુઓ, મોટો લાલ અજગર હતો, તેને સાત માથાં ને #દા. ૭:૭. દશ શિંગડાં હતાં. અને તેનાં માથાં પર સાત મુગટ હતા. 4તેનાં પૂંછડાએ #દા. ૮:૧૦. આકાશના તારાઓનો ત્રીજો ભાગ ખેંચીને તેઓને પૃથ્વી પર નાખ્યા. અને જે સ્‍ત્રીને પ્રસવ થવાનો હતો, તેને જ્યારે પ્રસવ થાય ત્યારે તેના બાળકને ખાઈ જવા માટે તે [અજગર] તેની આગળ ઊભો રહ્યો હતો. 5#યશા. ૬૬:૭. તેને પુત્ર, નરબાળક, અવતર્યો, #ગી.શા. ૨:૯. એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે, તેના બાળકને ઊંચકીને ઈશ્વર પાસે તથા તેમના રાજયાસન પાસે લઈ જવામાં આવ્યો. 6અને તે સ્‍ત્રી અરણ્યમાં નાસી ગિઈ, ત્યાં ઈશ્વરે તેને માટે, બારસો સાઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે.
7પછી આકાશમાં લડાઈ જાગી. #દા. ૧૦:૧૩,૨૧; ૧૨:૧; યહૂ. ૯. મીખાએલ તથા તેના દૂતો અજગરની સાથે લડયા, અને અજગર તથા તેના દૂતો પણ લડ્યા. 8તોપણ તેઓ તેમને જીત્યા નહિ, ને તેઓને આકાશમાં ફરી સ્થાન મળ્યું નહિ. 9તે મોટા અજગરને બહાર નાખી દેવામાં આવ્યો, એટલે #ઉત. ૩:૧. તે જૂનો સર્પ જે દુષ્ટાત્મા તથા શેતાન કહેવાય છે, જે આખા જગતને ભમાવે છે, #લૂ. ૧૦:૧૮. તેને પૃથ્વી પર નાખી દેવામાં આવ્યો, અને તેની સાથે તેના દૂતોને પણ નાખી દેવામાં આવ્યા.
10ત્યારે આકાશમાં મેં મોટી વાણી બોલતાં સાંભળી કે, હવે તારણ, પરાક્રમ, અમારા ઈશ્વરનું રાજ્ય તથા તેમના ખ્રિસ્તનો અધિકાર આવ્યાં છે, કેમ કે #અયૂ. ૧:૯-૧૧; ઝખ. ૩:૧. અમારાં ભાઈઓ પર દોષ મૂકનાર, જે અમારા ઈશ્વરની આગળ રાતદિવસ તેઓના પર દોષ મૂકે છે. તેને નીચે ફેંકવામાં આવ્યો છે. 11તેઓએ હલવાનના રક્તથી તથા પોતાની સાક્ષીના વચનથી તેને જીત્યો છે; અને છેક મરતાં સુધી તેઓએ પોતાના જીવને વહાલો ગણ્યો નહિ. 12એ માટે, ઓ આકાશો તથા તેઓમાં રહેનારાંઓ, તમે આનંદ કરો! પૃથ્વીને તથા સમુદ્રને અફસોસ! કેમ કે શેતાન તમારી પાસે ઊતરી આવ્યો છે, ને તે ઘણો કોપાયમાન થયો છે, કેમ કે તે જાણે છે કે હવે મારે માટે થોડો જ વખત રહેલો છે.
13જયારે અજગરે જોયું કે તેને પૃથ્વી પર ફેંકવામાં આવ્યો છે, ત્યારે જે સ્‍ત્રીને નરબાળક અવતર્યો હતો તેને તેણે સતાવી. 14તે સ્‍ત્રીને મોટા ગરુડની બે પાંખો આપવામાં આવી કે, જેથી તે અજગરની [નજર] આગળથી અરણ્યમાં પોતાને [નીમેલે] સ્થળે ઊડી જાય, અને ત્યાં #દા. ૭:૨૫; ૧૨:૭. સમય તથા સમયો તથા અર્ધા સમય સુધી તેનું પ્રતિપાલન કરવામાં આવે છે. 15ત્યારે અજગરે તે સ્‍ત્રીની પાછળ પોતાના મોંમાંથી નદીના જેવો પાણીનો પ્રવાહ છોડી મૂકયો કે, તેના પૂરથી તે તણાઈ જાય. 16પણ પૃથ્વીએ તે સ્‍ત્રીને સહાય કરી, એટલે તે પોતાનું મોં ઉઘાડીને અજગરે પોતાના મોમાંથી છોડી મૂકેલી નદીને પી ગઈ. 17ત્યારે અજગર તે‍‍ સ્‍ત્રી પર ગુસ્સે થયો, અને તેનાં બાકીનાં સંતાન, એટલે જેઓ ઈશ્વરની આજ્ઞા પાળે છે, અને ઈસુની સાક્ષીને વળગી રહે છે, તેઓની સાથે લડવાને તે ચાલી નીકળ્યો. અને તે સમુદ્રની રેતી પર ઊભો રહ્યો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in