તેને પુત્ર, નરબાળક, અવતર્યો, એ સર્વ દેશના લોકો પર લોઢાના દંડથી રાજ કરશે, તેના બાળકને ઊંચકીને ઈશ્વર પાસે તથા તેમના રાજયાસન પાસે લઈ જવામાં આવ્યો. અને તે સ્ત્રી અરણ્યમાં નાસી ગિઈ, ત્યાં ઈશ્વરે તેને માટે, બારસો સાઠ દિવસ સુધી તેનું પોષણ થાય એવું એક સ્થળ તૈયાર કરી રાખ્યું છે.