YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 7

7
દાઉદનું શિગ્ગાયોન, જે તેણે બિન્યામીન કૂશના શબ્દો વિષે યહોવાની આગળ ગાયું.
1હે યહોવા મારા ઈશ્વર, હું તમારા પર
ભરોસો રાખું છું;
જે સઘળા મારી પાછળ પડે છે
તેઓથી મને બચાવીને છોડાવો.
2રખેને સિંહની જેમ
તે મને ચીરીને ફાડી નાખે.
અને મને છોડાવનાર કોઈ મળે નહિ.
3હે મારા ઈશ્વર યહોવા, જો મેં એમ
કર્યું હોય,
જો મારા હાથમાં કંઈ ભૂંડાઈ હોય,
4જો મારી સાથે શાંતિમાં રહેનારનું
મેં ભૂંડું કર્યું હોય,
(હા, વગર કારણે જે મારો શત્રુ હતો
તેને મેં છોડાવ્યો છે, )
5તો ભલે શત્રુ મારી પાછળ પડીને
મને પકડી પાડો;
હા, મારા જીવને છૂંદીને
જમીનદોસ્ત કરો,
અને મારી આબરૂ ધૂળમાં
મેળવી દો. (સેલાહ)
6હે યહોવા, તમે કોપ કરીને ઊઠો,
મારા શત્રુઓના જુસ્સાની વિરુદ્ધ
ઊભા થાઓ;
મારે માટે જાગ્રત થાઓ;
તમે ન્યાય કરવાની આજ્ઞા આપી છે.
7લોકોની સભા તમારી આસપાસ
ભેગી થાય.
તમારા રાજ્યાસન ઉપર
તમે ઉચ્ચસ્થાને પાછા પધારો.
8યહોવા લોકોનો ન્યાય કરે છે.
હે યહોવા, મારા ન્યાયીપણા પ્રમાણે
તથા મારામાં જે પ્રામાણિકપણું છે,
તે પ્રમાણે મારો ન્યાય કરો.
9દુષ્ટોની દુષ્ટતાનો અંત આવો,
પણ ન્યાયીઓને તમે સ્થાપન કરો.
# પ્રક. ૨:૨૩. કેમ કે ન્યાયી ઈશ્વર હ્રદયને તથા
અંત:કરણને પારખે છે.
10મારી ઢાલ ઈશ્વર છે,
તે યથાર્થ હ્રદયવાળાઓને
તારે છે.
11ઈશ્વર ન્યાયી ન્યાયાધીશ છે,
હા, ઈશ્વર રોજ [દુષ્ટો પર]
કોપાયમાન થાય છે.
12જો માણસ [પાપથી] ન ફરે,
તો તે તેની તરવાર ઘસશે;
તેમણે પોતાનું ધનુષ્ય તાણીને
તૈયાર કર્યું છે.
13વળી તેમણે તેને માટે કાતિલ હથિયાર
સજ્જ કર્યાં છે.
તે પોતાનાં બાણને બળતાં
તીર કરે છે.
14તે ભૂંડાઈથી કષ્ટાય છે;
હા, તેણે ઉપદ્રવનો ગર્ભ ધર્યો છે,
અને જૂઠને જન્મ આપ્યો છે.
15તેણે ખાડો ખોદ્યો છે,
અને જે ખાઈ તેણે ખોદી,
તેમાં તે પોતે પડ્યો છે.
16તેનો ઉપદ્રવ તેના પોતાના શિર
પર આવશે,
અને તેનો બલાત્કાર તેના પોતાના
માથા પર પડશે.
17હું યહોવાના ન્યાયીપણાને લીધે
તેમનો આભાર માનીશ;
અને પરાત્પર યહોવાના નામનું
સ્તોત્ર ગાઈશ.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ગીતશાસ્‍ત્ર 7