YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 39

39
દુ:ખીની કબૂલાત
મુખ્ય ગવૈયા યદૂથૂન માટે. દાઉદનું ગીત.
1મેં કહ્યું, “હું મારા માર્ગોને
સંભાળીશ કે,
હું મારી જીભે પાપ ન કરું.
દુષ્ટો મારી આગળ હોય ત્યાં સુધી
હું મારું મુખ લગામથી કબજે રાખીશ.”
2હું મૂંગો થઈને છાનો રહ્યો,
ખરું બોલવાથી પણ હું છાનો રહ્યો;
અને મારો શોક વધી ગયો.
3મારું હ્રદય મારામાં તપી ગયું;
મારા વિચારોનો અગ્નિ સળગી ઊઠયો.
તેથી હું મારી જીભે બોલ્યો,
4“હે યહોવા, મારો અંત [ક્યારે છે] ?
તથા મારા આયુષ્યનું માપ કેટલું છે,
તે મને જણાવો;
હું કેવો ક્ષણભંગુર છું
તે મને સમજાવો.”
5તમે મારા દિવસ મૂઠીભર કર્યા છે!
મારું આયુષ્ય તમારી આગળ
શૂન્ય જેવું છે;
ખરેખર, ઉચ્ચ સ્થિતિનું માણસ પણ
વ્યર્થ છે.
6નિશ્ચે દરેક માણસ આભાસરૂપે
હાલેચાલે છે;
નિશ્ચે તે મિથ્યા ગભરાય છે;
તે સંગ્રહ કરે છે,
અને તે કોણ ભોગવશે
એ તે જાણતો નથી.
7હવે, પ્રભુ, હું શાની વાટ જોઉં?
મારી આશા તમારા પર છે.
8મારા સર્વ અપરાધોથી
મારો છૂટકો કરો,
મૂર્ખો મારી મશ્કરી કરે,
એવું થવા ન દો.
9હું મૂંગો રહ્યો હતો,
મેં મારું મુખ ઉઘાડયું નહિ;
કેમ કે તમે જ એ કર્યું.
10તમારી [મોકલેલી] આફત
મારાથી દૂર કરો;
તમારા હાથના ધક્કાથી
મારો ક્ષય થાય છે.
11તમે માણસને તેના અન્યાયને કારણે
ઠપકાથી શિક્ષા કરો છો,
ત્યારે તમે તેની સુંદરતાનો પતંગિયાની
જેમ નાશ કરી દો છો;
નિશ્ચે દરેક માણસ વ્યર્થ છે. (સેલાહ)
12હે યહોવા, મારી પ્રાર્થના સાંભળો,
મારી અરજ પર કાન ધરો;
મારાં આંસુ જોઈને
ચૂપ બેસી ન રહો;
કેમ કે હું તમારી સાથે
પ્રવાસી તરીકે છું,
મારા સર્વ પિતૃઓની જેમ
હું પણ મુસાફર છું.
13હું અહીંથી જાઉં, અને હતો ન હતો થાઉં
તે પહેલાં તમારી કરડી નજર
મારા પરથી દૂર કરો કે, હું બળ પામું.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ગીતશાસ્‍ત્ર 39