YouVersion Logo
Search Icon

ગીતશાસ્‍ત્ર 24

24
મહાન રાજા
દાઉદનું ગીત.
1 # ૧ કોરીં. ૧૦:૨૬. પૃથ્વી તથા તેનું સર્વસ્વ
યહોવાનાં છે;
જગત તથા તેમાં રહેનારાં
[પણ તેમનાં છે].
2કેમ કે તેમણે સમુદ્રો પર
તેનો પાયો નાખ્યો છે,
અને જળપ્રવાહો પર
તેને સ્થિર કર્યું છે.
3યહોવાના પર્વત પર કોણ ચઢી શકશે?
તેમના પવિત્રસ્થાનમાં કોણ
ઊભો રહી શકશે?
4જેના હાથ શુદ્ધ છે, ‍
# માથ. ૫:૮. જેનું હ્રદય નિર્મળ છે;
જેણે પોતાનું મન અસત્યમાં
લગાડયું નથી,
અને જૂઠા સોગન ખાધા નથી
તે જ [ચઢી શકશે].
5તે યહોવાનો આશીર્વાદ પ્રાપ્ત કરશે.
અને પોતાના તારણના ઈશ્વરથી
ન્યાયીપણું પામશે.
6હે યાકૂબના ઈશ્વર, જેઓ તમારું મુખ
શોધે છે તેઓની પેઢી આ છે. (સેલાહ)
7હે ભાગળો, તમારાં માથાં ઊંચાં કરો;
હે પુરાતન દ્વારો, તમે ઊંચાં થાઓ;
એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
8ગૌરવવાન રાજા તે કોણ?
યહોવા,
જે બળવાન તથા પરાક્રમી છે,
યહોવા,
જે યુદ્ધમાં પરાક્રમી છે, તે જ.
9હે ભાગળો,
તમારાં માથાં ઊંચાં કરો;
પુરાતન દ્વારો,
તમે પણ ઊંચાં થાઓ;
એટલે ગૌરવવાન રાજા અંદર આવશે.
10આ ગૌરવવાન રાજા તે કોણ?
સૈન્યોના યહોવા;
તે જ ગૌરવવાન રાજા છે. (સેલાહ)

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for ગીતશાસ્‍ત્ર 24