YouVersion Logo
Search Icon

નીતિવચનો પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
નીતિવચનોનું પુસ્તક એ કહેવતો અને કહાણીઓના રૂપમાં આપેલું નૈતિક અને ધાર્મિક શિક્ષણ છે. મોટા ભાગનાં એ સુભાષિતો દરરોજના વ્યવહારુ જીવન વિષે છે. લેખક શરૂઆતથી જ જણાવી દે છે કે જ્ઞાન અને ડહાપણ મેળવવા માટે પ્રથમ ઈશ્વર પ્રત્યેનો આદરભાવ જરૂરી છે; અને એ પછી તે ધાર્મિક નીતિમત્તા વિષે તેમ જ સામાન્ય બુદ્ધિપૂર્વકના વર્તાવની વાતો અને એકબીજાની સાથેની દરરોજની વર્તણૂક વિષે પણ શીખવે છે, ડાહ્યો માણસ અમુક અમુક પ્રકારના સંજોગોમાં શું કરે એ વિષેનાં આ ટૂંકાં ટૂંકાં સુભાષિતો પુરાણા સમયના ઇઝરાયલી શિક્ષકોની આંતરસૂઝ બતાવે છે. કેટલાંક સુભાષિતો કૌટુંબિક સંબંધો વિષે છે, અને બીજાં કેટલાંક ધંધાકીય અને સામાજિક સંબંધોને લગતાં છે. વળી કેટલાંક શિષ્ટાચાર વિષે માર્ગદર્શન આપે છે, ત્યારે કેટલાંક સ્વદમન રાખવા વિષે પ્રકાશ આપે છે. નમ્રતા, ધીરજ, ગરીબો પ્રત્યે માન, અને મિત્ર મિત્ર વચ્ચેની વફાદારી જેવા સદગુણો વિષે ઘણું આપવામાં આવ્યું છે.
રૂપરેખા :
જ્ઞાનની પ્રશંસા ૧:૧-૯:૧૮
સુલેમાનનાં સુભાષિતો ૧૦:૧-૨૯:૨૭
આગૂરનાં વચનો ૩૦:૧-૩૩
અન્ય કહેવતો ૩૧:૧-૩૧

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in