YouVersion Logo
Search Icon

મીખાહ 5

5
1હે પલટણોની પુત્રી, હવે તું તારી પલટણોસહિત એક્ત્ર થશે. તેણે આપણને ઘેરો નાખ્યો છે. તેઓ ઇઝરાયલના ન્યાયાધીશને ગાલ પર સોટી મારશે.
બેથલેહેમમાંથી મહાન રાજા આવશે
2પણ #માથ. ૨:૬; યોહ. ૭:૪૨. હે બેથલેહેમ એફ્રાથા, જો કે તું એટલું નાનું છે કે યહૂદાનાં ગોત્રોમાં તારી કંઈ ગણતરી નથી, તોપણ તારામાંથી મારે માટે એક એવો પુરુષ ઉત્પન્‍ન થશે કે જે ઇઝરાયલમાં અધિકારી થવાનો છે, જેનો પ્રારંભ પુરાતન કાળથી, હા, અનાદિકાળથી છે.
3એ માટે જે પ્રસવવેદનાથી પીડાય છે ત્યારથી તેને પ્રસવ થશે ત્યાં સુધી તે તેમને તજી દેશે. પછી તેના બાકી રહેલા ભાઈઓ ઇઝરાયલ પ્રજાની પાસે પાછા આવશે. 4તે યહોવાના સામર્થ્યસહિત તથા પોતાના ઈશ્વર યહોવાના નામના પ્રતાપસહિત ઊભો રહીને [પોતાના ટોળાનું] પાલન કરશે. અને તેઓ કાયમ રહેશે; કેમ કે હવે પૃથ્વીના છેડા સુધી તે મોટો થશે. 5એ [આપણું] શાંતિધામ થશે.
છુટકારો અને શિક્ષા
જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવશે, ને જ્યારે તે આપણા મહેલોમાં ફરશે, ત્યારે આપણે તેની સામે સાત પાળકોને તથા આઠ અધિકારીઓને ઊભા કરીશું. 6તેઓ આશૂર દેશને તરવારથી તથા #ઉત. ૧૦:૮-૧૧. નિમ્રોદના દેશને તેના નાકામાં ઉજ્‍જડ કરી મૂકશે. અને જ્યારે આશૂરી [સૈન્ય] આપણા દેશમાં આવીને આપણી હદમાં ફરશે, ત્યારે તે તેના હાથમાંથી આપણને છોડાવશે. 7ત્યારે યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં યહોવાએ મોકલેલા ઓસ જેવા તથા ઘાસ ઉપર પડતાં ઝાપટાં જેવા થશે કે, જે મનુષ્યને માટે થોભતાં નથી. 8યાકૂબના બચેલાઓ ઘણી પ્રજાઓમાં વનનાં પશુઓમાં સિંહના બચ્ચાના જેવા થશે. જે તેઓમાં થઈને જાય તો તેમને કચરી નાખે છે, ને તેમને ફાડીને ટુકડા કરે છે, ને છોડાવનાર કોઈ હોતું નથી. 9તારો હાથ તારા વૈરીઓ પર ઉગામ, ને તેનાથી તારા સર્વ શત્રુઓ કાપી નંખાય.
10વળી યહોવા કહે છે, “તે દિવસે હું તારામાંથી તારા ઘોડાઓનો સંહાર કરીશ, તારા રથોનો નાશ કરીશ. 11હું તારા દેશનાં નગરોને નષ્ટ કરીશ, ને તારા સર્વ કિલ્‍લાઓ પાડી નાખીશ. 12વળી હું જાદુક્રિયાઓને તારા હાથમાંથી નષ્ટ કરીશ. અને [હવે પછી] તારામાં જોષીઓ હશે નહિ. 13હું તારી ઘડેલી મૂર્તિઓને તથા તારા ભજનસ્તંભોને તારામાંથી નષ્ટ કરીશ. અને તું ફરીથી તારા હાથના કૃત્યને કદી ભજશે નહિ. 14હું તારી અશેરીમને તારામાંથી ઉખેડી નાખીશ; અને હું તારી મૂર્તિઓનો નાશ કરીશ. 15વળી જે પ્રજાઓને [મારું] સાંભળ્યું નહિ તેઓ ઉપર હું ક્રોધ તથા રોષથી વૈર વાળીશ.”

Currently Selected:

મીખાહ 5: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in