YouVersion Logo
Search Icon

મીખાહ 1

1
1યહૂદિયાના રાજાઓ #૨ રા. ૧૫:૩૨-૩૮; ૨ કાળ. ૨૭:૧-૭. યોથમ, #૨ રા. ૧૬:૧-૨૦; ૨ કાળ. ૨૮:૧-૨૭. આહાઝ તથા #૨ રા. ૧૮:૧—૨૦:૨૧; ૨ કાળ. ૨૯:૧—૩૨:૩૩. હિઝકિયાની કારકિર્દીમાં યહોવાનું વચન મીખાહ મોરેશેથની પાસે આવ્યું, [અને] જે તેને સમરુન તથા યરુશાલેમ સંબંધીના સંદર્શનમાં પ્રાપ્ત થયું તે.
યરુશાલેમ અને સમરુન માટે વિલાપ
2હે પ્રજાઓ, તમે સર્વ સાંભળો.
હે પૃથ્વી, તથા તે ઉપર જે છે
તે સર્વ, ધ્યાન દો;
અને પ્રભુ પોતાના પવિત્ર મંદિરમાંથી,
એટલે પ્રભુ યહોવા,
તમારી વિરુદ્ધ સાક્ષી થાઓ.
3કેમ કે, જુઓ, યહોવા પોતાના
સ્થાનમાંથી નીકળી આવે છે,
ને તે નીચે ઊતરીને
પૃથ્વીનાં ઉચ્ચસ્થાનો
પર ચાલશે.
4તેમના [પગ] નીચેથી,
અગ્નિની પાસેના મીણની જેમ,
પર્વતો પીગળી જશે, તથા સીધા
કરાડા પરથી પડતા પાણીના ધોધની
જેમ ખીણો ફાટી જશે.
5યાકૂબના અપરાધને લીધે તથા ઇઝરાયલ લોકોનાં પાપોને કારણે એ સર્વ થયું છે. યાકૂબનો અપરાધ શો છે? શું તે સમરુન નથી? અને યહૂદિયાના ઉચ્ચસ્થાનો ક્યાં છે? શું યરુશાલેમ નહિ? 6[એટલે પ્રભુ કહે છે] “તેથી હું સમરુનને ખેતરમાંના ઢગલા જેવું [તથા] દ્રાક્ષાવાડી રોપવાના [સ્થાન] જેવું કરીશ; અને હું તેના પથ્થરોને નીચાણમાં ગબડાવી દઈશ, ને હું તેના પાયા ઉઘાડા કરી નાખીશ. 7તેની સર્વ ઘડેલી મૂર્તિઓના ખંડાઈને ચૂરેચૂરા થશે, ને તેનાં સર્વ વેતન અગ્નિથી બાળી નાખવામાં આવશે, ને તેની સર્વ મૂર્તિઓને હું નષ્ટ કરી નાખીશ; કેમ કે વેશ્યાના વેતન વડે તેણે તેમનો સંગ્રહ કર્યો છે, ને તેઓ પાછાં વેશ્યાનું વેતન થઈ જશે.
8[મીખાહ કહે છે] , “એને લીધે હું વિલાપ કરીને પોક મૂકીશ, હું ઉઘાડે પગે તથા વસ્‍ત્રરહિત ફરતો ફરીશ. હું શિયાળવાંની જેમ ભૂંકીશ, ને શાહમૃગની જેમ કળકળીશ. 9કેમ કે તેના ઘા અસાધ્ય છે. કેમ કે [ન્યાયચુકાદો] યહૂદિયામાં પણ આવી પહોંચ્યો છે. તે મારા લોકના દરવાજા સુધી છેક યરુશાલેમ સુધી, પહોંચ્યો છે.”
શત્રુ યરુશાલેમ નજદિક આવ્યો છે
10ગાથમાં તે કહેશો નહિ, બિલકુલ રડશો નહિ. બેથ-લે-આફ્રામાં ધૂળમાં આળોટ. 11હે શાફીરના રહેવાસી, તું નગ્ન તથા લજ્‍જિત થઈને ચાલ્યો જા. સાનાણો રહેવાસી બહાર નીકળતો નથી. બેથ-એસલનો વિલાપ તમારી પાસેથી તેનું સ્થળ લઈ લેશે. 12કેમ કે મારોથનો રહેવાસી ચિંતાતુર થઈને કલ્યાણની રાહ જુએ છે. કેમ કે યહોવા પાસેથી આપત્તિ યરુશાલેમના દરવાજા સુધી ઊતરી આવી છે. 13હે લાખીશના રહેવાસી, તું રથે જલદ ઘોડા જોડ. સિયોનની દીકરીના પાપનો આરંભ [કરનાર] તે હતી; કેમ કે ઇઝરાયલના અપરાધો તારામાં માલૂમ પડ્યા. 14એ માટે તું મોરેશેથ-ગાથને વિદાયગીરીની બક્ષિસ આપશે. આખ્ઝીબનાં કુટુંબો ઇઝરાયલના રાજાઓ સાથે કપટ કરશે. 15હે મારેશાના રહેવાસી, હજી પણ હું તને કબજે કરશે. ઇઝરાયલનું ગૌરવ અદુલ્લામમાં પણ આવશે. 16તારાં પ્રિય સંતાનોને લીધે પોતાના માથાના વાળ કપાવ, ને પોતાનું માથું બોડાવ. ગીધની માફક તારી તાલ વધાર, કેમ કે તેઓ તારી પાસેથી ગુલામગીરીમાં ગયાં છે.

Currently Selected:

મીખાહ 1: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in