YouVersion Logo
Search Icon

મીખાહ 2

2
ગરીબોને કચડનારનું ભાવિ
1જેઓ પોતાનાં બિછાનામાં [સૂતા સૂતા] અન્યાયની યોજના કરે છે તથા દુષ્ટતા [નો વિચાર] કરે છે તેઓને અફસોસ! સવારનો પ્રકાશ થતાં તેઓ તેનો અમલ કરે છે, કેમ કે તે કરવું તેમના હાથમાં છે. 2તેઓ ખેતેરોનો લોભ કરીને તેમને છીનવી લે છે. અને ઘરોનો [લોભ કરીને] તેમને પડાવી લે છે; તેઓ માણસ તથા તેના ઘર પર, એટલે માણસ તથા તેના વારસા પર જુલમ કરે છે. 3એ માટે યહોવા કહે છે, “જુઓ, આ પ્રજા ઉપર હું એવી આપત્તિ લાવવાની યોજના કરું છું કે જેમાંથી તમે તમારી ગરદનો કાઢી શકશો નહિ, ને તમે મગરૂરીથી ચાલી શકશો નહિ, કેમ કે તે સમય માઠો છે.
4તે દિવસે તેઓ તમને મહેણાં મારશે,
ને શોકથી વિલાપ કરશે,
ને રુદન કરીને કહેશે,
અમે છેક પાયમાલ થયા છીએ.
તે મારા લોકનો વારસો
બદલી નાખે છે.
તેમણે તેને મારી પાસેથી કેવી રીતે
લઈ લીધો છે!
તે દંગાખોરોને અમારાં
ખેતરો વહેંચી આપે છે.
5એ માટે ચિઠ્ઠી નાખીને હિસ્સા વહેંચનાર યહોવાની પ્રજામાં તારા તરફથી કોઈ હશે નહિ.’”
6“તમારે પ્રબોધ કરવો નહિ, તેઓ [હમેશા] પ્રબોધ કરે છે, ” [એમ તેઓ કહે છે.] “તેઓ તેમની આગળ પ્રબોધ કરશે નહિ. લાંછન દૂર થવાનું નથી. 7હે યાકૂબના વંશજો, શું એવું કહેવાશે કે, યહોવાનો આત્મા સંકોચાયો છે? શું આ તેમનાં કામ છે? શું સદાચારીને માટે મારા વચનો હિતકારક નથી?”
8પણ થોડી મુદતથી મારા લોકો શત્રુની જેમ ઊઠ્યા છે; લડાઈથી કંટાળનારાઓની જેમ જેઓ 9મારા લોકની સ્‍ત્રીઓને તમે તેઓનાં રમણીય મકાનોમાંથી કાઢી મૂકો છો. તેમનાં નાનાં બાળકો પાસેથી તમે સદાને માટે મારું ગૌરવ લઈ લો છો. 10ઊઠો, ચાલ્યા જાઓ; કેમ કે આ તમારું વિશ્રામસ્થાન નથી. નાશકારક મલિનતા, હા, ભારે વિનાશકારક મલિનતા, એનું કારણ [છે]. 11જો કોઈ નકામો ને દુરાચારી માણસ જૂઠું બોલીને પ્રબોધ કરે, “તમને દ્રાક્ષારસ તથા મધ મળશે, ” તો તે જ આ લોકોનો પ્રબોધક થશે.
12હે યાકૂબ, હું તારા સર્વ લોકને નક્કી ભેગા કરીશ. હું ઇઝરાયલના બચેલાઓને નક્‍કી એક્ત્ર કરીશ. બીડમાં ચરતાં ઘેટાંબકરાંના ટોળાની જેમ તેઓ માણસોના [જથાને લીધે] મોટો ઘોંઘાટ કરશે. 13છીડું પાડનાર તેઓની આગળ નીકળી ગયો છે. તેઓ ધસારાબંધ દરવાજા સુધી ચાલી જઈને તેમાં થઈને બહાર નીકળ્યા છે. તેઓનો રાજા તેઓની આગળ ચાલ્યો ગયો છે, ને યહોવા તેમનો આગેવાન છે.

Currently Selected:

મીખાહ 2: GUJOVBSI

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in