માથ્થી 16
16
ફરી નિશાનીની માગણી
(માર્ક ૮:૧૧-૧૩; લૂ. ૧૨:૫૪-૫૬)
1કેટલાક ફરોશીઓએ તથા સાદૂકીઓએ આવીને તેમનું પરીક્ષણ કરતાં માગ્યું, #માથ. ૧૨:૩૮; લૂ. ૧૧:૧૬. “અમને આકાશમાંથી ચિહ્ન દેખાડ.” 2પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “સાંજ પડે છે ત્યારે તમે કહો છો કે, ‘ઉઘાડ થશે, કેમ કે આકાશ રતૂમડું છે.’ 3અને સવારે [તમે કહો છો] કે, ‘આજે ઝાપટું પડશે, કેમ કે આકાશ રતૂમડું તથા અંધરાયેલું છે.’ તમે આકાશનું રૂપ પારખી જાણો છો ખરા, પણ સમયોનાં ચિહ્ન તમે પારખી નથી શકતા. 4#માથ. ૧૨:૩૯; લૂ. ૧૧:૨૯. ભૂંડી તથા વ્યભિચારી પેઢી ચિહ્ન માગે છે, પણ યૂનાના ચિહ્ન વગર બીજું કોઈ ચિહ્ન તેઓને અપાશે નહિ.” અને તેઓને મૂકીને તે ચાલ્યા ગયા.
ફરોશીઓ અને સાદૂકીઓનું ખમીર
(માર્ક ૮:૧૪-૨૧)
5શિષ્યો સામે પાર ગયા, પણ રોટલી લેવાનું વીસરી ગયા હતા. 6ત્યારે ઈસુએ તેઓને કહ્યું, #લૂ. ૧૨:૧. “ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન બનો ને ખબરદાર રહો.” 7ત્યારે તેઓએ અંદરોઅંદર વિચાર કરીને કહ્યું, આપણે રોટલી નથી લાવ્યા [માટે તે એમ કહે છે].” 8ઈસુએ એ જાણીને તેઓને કહ્યું, “ઓ અલ્પવિશ્વાસીઓ, તમારી પાસે રોટલી નથી તે માટે તમે અંદરોઅંદર કેમ વિચાર કરો છો? 9શું હજી સુધી તમે નથી સમજતા, ને પેલા #માથ. ૧૪:૧૭-૨૧. પાંચ હજાર પુરુષ વચ્ચે પાંચ રોટલી, ને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું શું તમને સ્મરણ નથી? 10વળી પેલા #માથ. ૧૫:૩૪-૩૮. ચાર હજાર પુરુષ વચ્ચે સાત રોટલી, ને તમે કેટલી ટોપલી ઉઠાવી, તેનું પણ શું તમને સ્મરણ નથી? 11તમે કેમ નથી સમજતા કે મેં તમને રોટલી સંબંધી કહ્યું નહોતું, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના ખમીર વિષે તમે સાવધાન રહો [એમ કહ્યું હતું] ” 12ત્યારે તેઓ સમજ્યા કે રોટલીના ખમીર સંબંધી નહિ, પણ ફરોશીઓના તથા સાદૂકીઓના મત વિષે સાવધાન રહેવાનું તેમણે કહ્યું હતું.
ઈસુ વિષે પિતરની કબૂલાત
(માર્ક ૮:૨૭-૩૦; લૂ. ૯:૧૮-૨૧)
13અને ઈસુએ કૈસરિયા ફિલિપીની સીમમાં આવીને પોતાના શિષ્યોને પૂછ્યું, “માણસનો દીકરો કોણ છે, એ વિષે લોકો શું કહે છે?” 14ત્યારે તેઓએ તેમને કહ્યું, #માથ. ૧૪:૧-૨; માર્ક ૬:૧૪-૧૫; લૂ. ૯:૭-૮. “કેટલાક [કહે છે] યોહાન બાપ્તિસ્ત, ને કેટલાક એલિયા, ને કેટલાક યર્મિયા, અથવા પ્રબોધકોમાંનો એક.” 15તે તેઓને પૂછે છે “પણ હું કોણ છું, તે વિષે તમે શું કહો છો?” 16ત્યારે #યોહ. ૬:૬૮-૬૯. સિમોન પિતરે ઉત્તર આપ્યો, “તમે મસીહ, જીવતા ઈશ્વરના દીકરા છો.” 17અને ઈસુએ તેને કહ્યું, “સિમોન યૂનાપુત્ર, તને ધન્ય છે: કેમ કે માંસે તથા લોહીએ નહિ, પણ મારા આકાશમાંના પિતાએ તને એ જણાવ્યું છે. 18અને હું પણ તને કહું છું કે તું પિતર છે, ને આ પથ્થર પર હું મારી મંડળી બાંધીશ, ને તેની વિરુદ્ધ હાદેસની સત્તાનું જોર નહિ ચાલે. 19આકાશના રાજ્યની કૂંચીઓ હું તને આપીશ, ને પૃથ્વી #માથ. ૧૮:૧૮; યોહ. ૨૦:૨૩. પર તું જે કંઈ બાંધશે તે આકાશમાં બંધાશે; અને પૃથ્વી પર તું જે કંઈ છોડશે, તે આકાશમાં પણ છોડાશે.” 20ત્યારે તેમણે શિષ્યોને આજ્ઞા આપી, “હું ખ્રિસ્ત છું એ તમારે કોઈને કહેવું નહિ”
ઈસુની પોતાનાં દુ:ખો અને મૃત્યુ વિષેની જાહેરાત
(માર્ક ૮:૩૧—૯:૧; લૂ. ૯:૨૨-૨૭)
21ત્યારથી માંડીને ઈસુ પોતાના શિષ્યોને જણાવવા લાગ્યા, “હું યરુશાલેમમાં જાઉં, ને વડીલો તથા મુખ્ય યાજકો તથા શાસ્ત્રીઓને હાથે ઘણું વેઠું, ને માર્યો જાઉં, ને ત્રીજે દિવસે પાછો ઊઠું, એ જરૂરનું છે.” 22ત્યારે પિતર તેમને એક બાજુએ લઈ જઈને તેમને ઠપકો આપવા લાગ્યો, ને કહ્યું, “અરે પ્રભુ, એ તમારાથી દૂર રહે; એવું તમને કદી થશે નહિ.” 23પણ તેમણે પાછા ફરીને પિતરને કહ્યું, “અરે શેતાન, મારી પછવાડે જા, તું મને ઠોકરરૂપ છે; કેમ કે ઈશ્ચરની વાતો પર નહિ, પણ માણસની વાતો પર તું ચિત્ત લગાડે છે.” 24પછી ઈસુએ પોતાના શિષ્યોને કહ્યું, “જો #માથ. ૧૦:૩૮; લૂ. ૧૪:૨૭. કોઈ મારી પાછળ આવવા ચાહે, તો તેણે પોતાનો નકાર કરવો, ને પોતાનો વધસ્તંભ ઊંચકીને મારી પાછળ આવવું. 25કેમ કે #માથ. ૧૦:૩૯; લૂ. ૧૭:૩૩; યોહ. ૧૨:૨૫. જે કોઈ પોતાનો જીવ બચાવવા ચાહે છે, તે તેને ખોશે, પણ જે કોઈ મારે લીધે પોતાનો જીવ ખોશે, તે તેને બચાવશે. 26કેમ કે જો માણસ આખું જગત મેળવે, ને પોતાનો જીવ ખોઈ બેસે, તો તેને શો લાભ થાય? અથવા માણસ પોતાના જીવને બદલે શું આપશે? 27કેમ કે #માથ. ૨૫:૩૧. માણસનો દીકરો પોતાના પિતાના મહિમામાં પોતાના દૂતો સહિત આવશે, ત્યારે #ગી.શા. ૬૨:૧૨; રોમ. ૨:૬. તે પ્રત્યેકને તેનાં કામ પ્રમાણે બદલો ભરી આપશે. 28હું તમને ખરેખર કહું છું કે, અહીં જેઓ ઊભા છે તેઓમાંના કેટલાક એવા છે કે માણસના દીકરાને તેના રાજ્યમાં આવતો જોશે ત્યાં સુધી મરણ પામશે જ નહિ.”
Currently Selected:
માથ્થી 16: GUJOVBSI
Highlight
Share
Copy
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.