માથ્થી 15
15
પૂર્વજોનું શિક્ષણ
(માર્ક ૭:૧-૧૩)
1તે પ્રસંગે યરુશાલેમથી ફરોશીઓ તથા શાસ્ત્રીઓ ઈસુની પાસે આવ્યા ને કહ્યું, 2“તમારા શિષ્યો વડીલોના સંપ્રદાયનું ઉલ્લંઘન કેમ કરે છે? કેમ કે તેઓ હાથ ધોયા વગર રોટલી ખાય છે.” 3પણ તેમણે તેઓને ઉત્તર આપ્યો, “તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞાનું ઉલ્લંઘન કેમ કરો છો? 4કેમ કે ઈશ્વરે ક્હ્યું છે, #નિ. ૨૦:૧૨; પુન. ૫:૧૬. તું તારા પિતાનું તથા તારાં માનું સન્માન કર, ને #નિ. ૨૧:૧૭; લે. ૨૦:૯. જે કોઈ પિતાની અથવા માની નિંદા કરે તે જાનથી માર્યો જાય.’ 5પણ તમે કહો છો, ‘જે કોઈ પોતાના પિતાને કે માને કહેશે કે જે વડે મારાથી તને લાભ થયો હોત તે ઈશ્વરને અર્પિત છે; 6તો તે ભલે પોતાના પિતાનું કે પોતાનાં માનું સન્માન ન કરે, ’ એમ તમે તમારા સંપ્રદાયથી ઈશ્વરની આજ્ઞા રદ કરી છે. 7ઓ ઢોંગીઓ, યશાયાએ તમારા સંબંધી ઠીક જ કહ્યું છે,
8 #
યશા. ૨૯:૧૩. ‘આ લોકો પોતાના હોઠોથી મને માન આપે છે, પણ તેઓનાં મન મારાથી વેગળાં જ રહે છે.
9અને તેઓ મારી વ્યર્થ ભક્તિ કરે છે, કેમ કે પોતાના મત તરીકે તેઓ માણસોની આજ્ઞાઓ શીખવે છે.’”
માણસને વટાળનાર વાનાં
(માર્ક ૭:૧૪-૨૩)
10પછી તેમણે લોકોને પાસે બોલાવીને કહ્યું, “સાંભળો તથા સમજો. 11મોંમાં જે જાય છે તે માણસને વટાળતું નથી, પણ મોંમાંથી જે નીકળે છે તે જ માણસને વટાળે છે.” 12ત્યારે તેમના શિષ્યોએ પાસે આવીને તેમને કહ્યું “આ વાત સાંભળીને ફરોશીઓએ ઠોકર ખાધી, એ શું તમે જાણો છો?” 13પણ તેમણે ઉત્તર આપ્યો, “જે રોપા મારા આકાશમાંના પિતાએ રોપ્યા નથી, તે દરેક ઉખેડી નંખાશે. 14તેઓને રહેવા દો, તેઓ આંધળા દોરનારા છે; અને #લૂ. ૬:૩૯. જો આંધળો આંધળાને દોરે તો બન્ને ખાડામાં પડશે.” 15ત્યારે પિતરે તેમને ઉત્તર આપ્યો, “આ દ્દ્દષ્ટાંતનો અર્થ અમને કહો.” 16અને તેમણે કહ્યું, “શું હજી સુધી તમે પણ અણસમજુ છો? 17શું તમે હજી નથી સમજતા કે જે કંઈ મોંમાં પેસે છે, તે પેટમાં જાય છે, ને સંડાસમાં નીકળી જાય છે? 18પણ #માથ. ૧૨:૩૪. જે મોંમાંથી નીકળે છે, તે હૃદયમાંથી આવે છે, ને તે જ માણસને વટાળે છે. 19કેમ કે ભૂંડી કલ્પનાઓ, હત્યાઓ, વ્યભિચારો, જારકર્મો, ચોરીઓ, જૂઠી સાક્ષીઓ, તથા નિંદાઓ હૃદયમાંથી નીકળે છે. 20માણસને જે વટાળે છે તે એ જ છે. પણ અણધોયેલે હાથે ખાવું એ માણસને વટાળતું નથી.”
બિનયહૂદી સ્ત્રીનો વિશ્વાસ
(માર્ક ૭:૨૪-૩૦)
21એ પછી ઈસુ ત્યાંથી નીકળીને તૂર તથા સિદોનની સીમમાં ગયા. 22અને એક કનાની સ્ત્રીએ તે સીમમાંથી આવીને બૂમ પાડીને તેમને કહ્યું, “ઓ પ્રભુ, દાઉદના દીકરા, મારા પર દયા કરો, મારી દીકરી દુષ્ટાત્માથી બહુ પીડા પામે છે.” 23પણ ઈસુએ તેને કશો જવાબ આપ્યો નહિ. અને તેમના શિષ્યોએ આવીને તેમને વિનંતી કરી, “આ સ્ત્રીને વિદાય કરો. કેમ કે તે આપણી પાછળ બૂમ પાડ્યા કરે છે.” 24પણ ઈસુએ ઉત્તર આપ્યો, “ઇઝરાયલના ઘરનાં ખોવાયેલાં ઘેટાં સિવાય બીજા કોઈની પાસે મને મોકલવામાં આવ્યો નથી.” 25એટલે સ્ત્રીએ આવીને તેમને પગે લાગીને કહ્યું, “ઓ પ્રભુ, મને મદદ કરો.” 26પણ તેમણે ઉત્તર વાળ્યો, “છોકરાંની રોટલી લઈને કૂતરાંને નાખવી વાજબી નથી.” 27પણ સ્રીએ કહ્યું, “ખરું, પ્રભુ, કેમ કે કૂતરાં તો પોતાના ધણીઓના મેજ પરથી જે કકડા પડે છે તે ખાય છે.” 28ત્યારે ઈસુએ તેને કહ્યું, “ઓ બાઈ, તારો વિશ્વાસ મોટો છે: જેવું તું ચાહે છે તેવું તને થાઓ, ” અને તે જ ઘડીએ તેની દીકરી સાજી થઈ.
ઈસુ ઘણાંને સાજાં કરે છે
29ત્યાર પછી ઈસુ ત્યાંથી નીકળીને ગાલીલના સમુદ્ર પાસે આવ્યા; અને પહાડ પર ચઢીને તે ત્યાં બેઠા. 30અને લૂલાંઓને, આંધળાઓને, મૂંગાઓને, અપંગોને, તથા બીજાં ઘણાંઓને પોતાની સાથે લઈને ઘણા લોકો તેમની પાસે આવ્યા, અને ઈસુના પગ પાસે તેઓએ તેમને મૂક્યાં, ને ઈસુએ તેઓને સાજાં કર્યાં. 31જ્યારે લોકોએ જોયું કે મૂંગાંઓ બોલતા થયાં છે, અપંગો સાજાં થયાં છે, લૂલાંઓ ચાલતાં થયાં છે અને આંધળાઓ દેખતાં થયાં છે, ત્યારે તેઓ આશ્ચર્ય પામ્યા, ને ઇઝરાયલના ઈશ્ચરની તેઓએ સ્તુતિ કરી.
ઈસુ ચાર હજારને જમાડે છે
(માર્ક ૮:૧-૧૦)
32ઈસુએ પોતાના શિષ્યોને પાસે બોલાવીને કહ્યું, “આ લોકો પર મને દયા આવે છે, કેમ કે આજે ત્રણ દિવસ થયા તેઓ મારી સાથે રહ્યા છે, ને તેઓની પાસે કંઈ ખાવાનું નથી, ને તેઓને ભૂખ્યાં વિદાય કરવાને હું નથી ચાહતો, રખેને વાટમાં તેઓ થાકી જાય.” 33શિષ્યો તેમને કહે છે, “આટલા બધા લોકો તૃપ્ત થાય તેટલી રોટલી અમે રાનમાં ક્યાંથી લાવીએ?” 34ત્યારે ઈસુએ તેઓને પૂછ્યું, “તમારી પાસે કેટલી રોટલી છે?” તેઓએ કહ્યું, સાત, ને થોડીએક નાની માછલી છે.” 35ત્યારે તેમણે લોકોને જમીન પર બેસવાની આજ્ઞા કરી. 36અને તે સાત રોટલી તથા માછલી લઈ તેમણે સ્તુતિ કરીને ભાંગી, ને પોતાના શિષ્યોને આપી, ને શિષ્યોએ લોકોને આપી. 37અને બધાં ખાઈને તૃપ્ત થયાં. પછી છાંડેલા કકડાઓની તેઓએ સાત ટોપલી ભરી. 38અને જેઓએ ખાધું તેઓ સ્ત્રીછોકરાં ઉપરાંત ચાર હજાર પુરુષ હતા. 39અને લોકોને વિદાય કર્યા પછી હોડીમાં બેસીને તે મગદાનની સીમમાં આવ્યા.
Currently Selected:
માથ્થી 15: GUJOVBSI
Highlight
Share
Copy
![None](/_next/image?url=https%3A%2F%2Fimageproxy.youversionapi.com%2F58%2Fhttps%3A%2F%2Fweb-assets.youversion.com%2Fapp-icons%2Fen.png&w=128&q=75)
Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.