YouVersion Logo
Search Icon

લૂક પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
લૂકની લખેલી સુવાર્તા ઈસુને તારનાર તરીકે, જેમના વિષે વચન આપવામાં આવ્યું હતું તે ઇઝરાયલના મસીહ તરીકે, તેમ જ આખી માનવજાતના તારનાર તરીકે રજૂ કરે છે. આ સુવાર્તાની શરૂઆતમાં જ આપવામાં આવ્યું છે કે “દરિદ્રીઓની આગળ સુવાર્તા પ્રગટ કરવા માટે” પ્રભુના આત્માએ ઈસુને તેડયા હતા, અને આ સુવાર્તામાં જાતજાતની જરૂરિયાતો ધરાવતા લોકો સંબંધીની કાળજી લેવાયેલી જોવા મળે છે. લૂકની સુવાર્તામાં શરૂઆતે તેમ જ અંતે આનંદના સૂર સાંભળવા મળે છે. શરૂઆતના અધ્યાયોમાં ઈસુના આગમનની જાહેરાતમાં, તેમ જ સુવાર્તાના અંતભાગમાં પ્રભુ ઈસુનું સ્વર્ગારોહણ થાય છે, ત્યાં પણ આનંદના સૂર સંભળાય છે. ઈસુના સ્વર્ગારોહણ પછી ખ્રિસ્તી વિશ્વાસની વાતની વૃદ્ધિ અને એના ફેલાવા વિષે પણ આ જ સુવાર્તાના લેખકે ‘પ્રેરિતોનાં કૃત્યો’માં લખ્યું છે.
નીચેની રૂપરેખામાં જોશો તો ભાગ ૨ જા અને ૬ઠ્ઠામાંની ઘણી બધી બાબતો માત્ર આ સુવાર્તામાં જ જોવા મળે છે, જેમ કે દૂતોના ગાયનની વાત અને ભરવાડો ઈસુના જન્મ વખતે જોવા ગયા તે વાત, બાર વર્ષની ઉંમરે ઈસુ મંદિરમાં પંડિતોની આગળ, અને ભલા સમરૂનીની વાત તેમ જ ઉડાઉ (ખોવાયેલા) દીકરાની વાત. સળંગ આખી સુવાર્તામાં નીચેની બાબતો પર વારંવાર ભાર મૂકાતો જોવા મળે છે: પ્રાર્થના, પવિત્ર આત્મા, ઈસુની ધર્મસેવામાં સ્‍ત્રીઓએ ભજવેલો ભાગ, અને ઈશ્વર તરફથી મળતી પાપોની ક્ષમા.
રૂપરેખા :
પ્રસ્તાવના ૧:૧-૪
યોહાન બાપ્તિસ્ત અને ઈસુનો જન્મ અને બાલ્યકાળ ૧:૫-૨:૫૨
યોહાન બાપ્તિસ્તની ધર્મસેવા 3:૧-૨૦
ઈસુનું બાપ્તિસ્મા અને તેમનાં પરીક્ષણ ૩:૨૧-૪:૧૩
ઈસુની ગાલીલમાંની જાહેર ધર્મસેવા ૪:૧૪-૯:૫૦
ગાલીલથી યરુશાલેમ ૯:૫૧-૧૯:૨૭
યરુશાલેમ અને તેની આસપાસ ઈસુએ ગાળેલું છેલ્લું અઠવાડિયું ૧૯:૨૮-૨૩:૫૬
પ્રભુનું મૃત્યુમાંથી સજીવન થવું, તેમનાં દર્શનો અને તેમનું સ્વર્ગારોહણ ૨૪:૧-૫૩

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in