યર્મિયાનો વિલાપ 5
5
1હે યહોવા, જે અમારા પર
આવી પડ્યું છે, તેનું સ્મરણ કરો.
ધ્યાન દઈને અમારું અપમાન જુઓ.
2અમારું વતન પારકાઓના હાથમાં,
અમારાં ઘરો પરદેશીઓના
હાથમાં ગયાં છે.
3અમે અનાથ તથા પિતા વગરના થયા છીએ.
અમારી માતાઓ વિધવા
જેવી થઈ છે.
4અમે અમારું પોતાનું પાણી
નાણું આપીને પીધું છે.
અમારું પોતાનુમ બળતણ
અમે વેચાતું લીધું છે.
5જેઓ અમારી પાછળ પડ્યા છે તેઓ
અમને પકડી પાડવાની તૈયારીમાં છે.
અમે થાકી ગયા છીએ,
અને અમને વિશ્રામ મળતો નથી.
6અમે રોટલીથી તૃપ્ત થવા માટે
મિસરીઓને તથા આશૂરીઓને
તાબે થયા છીએ.
7અમારા પૂર્વજોએ પાપ કર્યું, અને
તેઓ તો રહ્યા નથી!
અને તેઓના અપરાધોનું ફળ
અમને મળ્યું છે.
8ગુલામો અમારા પર સત્તા ચલાવે છે.
તેઓના હાથમાંથી અમને
છોડાવનાર કોઈ નથી.
9રાનમાં [ભટકતા લોકો] ની તરવારને
લીધે અમારો જીવ જોખમમાં નાખીને
અમે અમારું અન્ન પેદા કરીએ છીએ.
10દુકાળના તાપથી અમારી ચામડી
ભઠ્ઠીના જેવી કાળી થઈ છે.
11તેઓએ સિયોનમાં સ્ત્રીઓની,
યહૂદિયાનાં નગરોમાં
કન્યાઓની આબરૂ લીધી.
12તેઓએ સરદારોને લટકાવી દીધા;
અને વડીલોના મુખનું માન રાખ્યું નથી.
13જુવાનોએ દળવાની ઘંટી ફેરવી છે,
ને છોકરાં લાકડાં [ના ભાર] થી
લથડતાં ચાલે છે.
14વડીલો હવે દરવાજામાં બેસતા નથી,
જુવાનો હવે ગાયન કરતા નથી.
15અમારા હૃદયનો
આનંદ પતી ચૂક્યો છે;
નાચને બદલે રડાપીટ થાય છે.
16અમારા માથા પરથી
મુગટ પડી ગયો છે.
અમને હાય હાય!
કેમ કે અમે પાપ કર્યું છે.
17એને લીધે અમારું હૃદય નિર્ગત થયું છે.
એ કારણોને લીધે અમારી આંખે
ઝાંખ વળે છે.
18સિયોન પર્વત ઉજ્જડ થયો છે.
તેના પર શિયાળવા ફરે છે.
19હે યહોવા, તમે સર્વકાળ સુધી રહો છો;
તમારું રાજ્યાસન પેઢી દરપેઢીનું છે.
20તમે શા કારણથી અમને હમેશને માટે
વીસરી જાઓ છે?
અમને આટલા બધા દિવસ સુધી
કેમ તજી દો છો?
21હે યહોવા, અમને તમારી તરફ ફેરવો,
એટલે અમે ફરીશું.
પ્રાચીન કાળમાં હતા તેવા દિવસો
અમને પાછા આપો.
22પણ તમે અમને છેક તજી દીધા છે;
તમે અમારા પર બહુ
કોપાયમાન થયા છો.
Currently Selected:
યર્મિયાનો વિલાપ 5: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.