YouVersion Logo
Search Icon

હઝકિયેલ પ્રસ્તાવના :

પ્રસ્તાવના :
ઈ. પૂર્વે ૫૮૬માં યરુશાલેમનું પતન થયું.તે અગાઉ તેમજ તે પછીથી હઝકિયેલ પ્રબોધક બાબિલમાં બંદીવાસમાં રહેતો હતો. તેના સંદેશાઓ બંદવાસમાં રહેતા યહૂદીઓ માટે તથા યરુશાલેમમાં વસતા યહૂદીઓ માટે હતા. હઝકિયેલના પુસ્તકના મુખ્ય છ ભાગ પડે છે.
હઝકિયેલને પ્રબોધક થવા ઈશ્વરનું તેડું. (૨) ઈશ્વરનો ન્યાયદંડ તેઓની ઉપર ઊતરવાનો હતો, અને યરુશાલેમનું ટૂંક સમયમાં પતન અને વિનાશ થવાનાં હતાં તે બધાં સંબંધી યહૂદી લોકોને ચેતવણી. (૩) જુદી જુદી જે પ્રજાઓએ પોતાના યહૂદી લોકો પર જુલમ ગુજાર્યો હતો, અને તેમને ખોટે માર્ગે દોર્યા હતા, એ માટે ઈશ્વરનો પ્રકોપ તેઓની ઉપર ઊતારવાનો હતો તે સંબંધીના સંદેશાઓ. (૪) યરુશાલેમનાં પતન પછી ઇઝરાયલને માટે દિલાસાના વચનો, અને તેમનું ભાવિ ઊજળું થનાર છે તે સંબંધીનાં ભવિષ્યકથનો. (૫) ગોગની વિરુદ્ધની ભવિષ્યવાણી (૬) યરુશાલેમનું મંદિર બાંધવામાં આવશે તેમજ પ્રજા પુન:સ્થાપિત થશે એ સંબંધીનું હઝકિયેલનું શબ્દચિત્ર.
હઝકિયેલનો વિશ્વાસ ઊંડો હતો અને તેની કલ્પનાઓ મહાન હતી. ઘણા ખરા એના સંદેશા અને સંદર્શનો દ્વારા મળ્યા હતા, અને ઘણા બધા સંદેશાઓ તેણે સંજ્ઞાઓ અને‍ ચિહ્‍નોના રૂપમાં જુદી જુદી ક્રિયાઓ દ્વારા લોકોની આગળ રજૂ કર્યા હતા, અર્થાત ભજવી બતાવ્યા હતા. હઝકિયેલે આ બાબતો ઉપર ભાર મૂક્યો હતો કે ખરી જરૂર તો હ્રદય અને આત્માના બદલાણ, નવીનીકરણની છે, અને પ્રત્યેક માણસ પોતપોતાના પાપને માટે જવાબદાર છે.પ્રજાના જીવનનું નવીનીકરણ થશે એવી પોતાની આશા પણ તેણે જાહેર કરી હતી. યાજક તેમજ પ્રબોધક તરીકે તેનો ખાસ રસ મંદિરમાં અને પવિત્રાઈની જરૂરિયાતમાં હતો.
રૂપરેખા :
હઝકિયેલનું તેડું ૧:૧-૩:૨૭
યરુશાલેમ પર ઊતરનાર આફત સંબંધી સંદેશો ૪:૧-૨૪:૨૭
ઈશ્વર પ્રજાઓ પર અન્યાયદંડ લાવનાર છે ૨૫:૧-૩૨:૩૨
ઈશ્વરે પોતાના લોકોને આપેલું વચન ૩૩:૧-૩૭:૨૮
ગોગ વિરુદ્ધની ભવિષ્યવાણી ૩૮:૧-૩૯:૨૯
ભવિષ્યના મંદિર અને દેશ વિષેનું સંદર્શન ૪૦:૧-૪૮:૩૫

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in