યહોશુઆ 1
1
ઈશ્વર યહોશુઆને કનાન જીતી લેવા આદેશ આપે છે
1હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને, યહોવાએ કહ્યું, 2“મારો સેવક મૂસા મરી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઇઝરાયલ પ્રજાને, આપું છું તેમાં આ યર્દન ઊતરીને જાઓ. 3મેં મૂસાને કહ્યું, તેમ #પુન. ૧૧:૨૪-૨૫. જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે. 4અરણ્ય તથા આ લબોનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી હિત્તીઓનો આખો દેશ, અને પશ્ચિમ દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે. 5તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. #પુન. ૩૧:૬,૮; હિબ. ૧૩:૫. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ. 6#પુન. ૩૧:૬,૭,૨૩. બળવાન તથા હિમ્મતવાન થા. કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે. 7પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે. 8એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ. પણ દિવસે તથા રાત્રે તનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજઈથી પાળે; કારણકે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે. 9શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”
યહોશુઆ લોકોને આજ્ઞા આપે છે
10અને યહોશુઆએ લોકોના અધિકારીઓને એવી આજ્ઞા આપી, 11“તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યર્દન ઊતરીને ત્યાં જવાનું છે.”
12અને #ગણ. ૩૨:૨૮-૩૨; પુન. ૩:૧૮-૨૦; યહો. ૨૨:૧-૬. રુબેનીઓને તથા ગાદીઓને તથા મનાશ્શાના અર્ધકુળને યહોશુઆએ એમ કહ્યું, 13“યહોવાના સેવક મૂસાએ તમને જે વાત કહી હતી કે, તમારા ઈશ્વર યહોવા તમને વિસામો આપે છે અને તમને આ દેશ આપશે, તે યાદ રાખો. 14યર્દન પાર જે દેશ મૂસાએ તમને આપ્યો તેમાં તમારી પત્નીઓ, તમારાં બાળકો, તથા તમારાં ઢોરઢાંક રહે. પણ તમે સર્વ બળવાન તથા બહાદુર પુરુષોએ શસ્ત્ર સજીને તમારા ભાઈઓની આગળ પેલી તરફ જઈને તેઓને સહાય કરવી. 15યહોવાએ જેમ તમને વિસામો [આપ્યો] દેશ તમારા ઈશ્વર યહોવા તેઓને આપે છે તેનું વતન તેઓ પણ પ્રાપ્ત કરે ત્યાં સુધી [તમારે તેઓને સહાય કરવી]. ત્યાર પછી તમે તમારા વતનના દેશમાં પાછા જાઓ, ને યહોવાના સેવક મૂસાએ યર્દન પાર પૂર્વ દિશાએ જે દેશ તમને આપ્યો તેનો કબજો લો.”
16અને તેઓએ યહોશુઆને ઉત્તર આપ્યો, “જે સર્વ આજ્ઞાઓ તેં અમને આપી છે તે અમે પાળીશું, અને જ્યાં જ્યાં તું અમને મોકલે ત્યાં ત્યાં અમે જઈશું. 17જેમ અમે મૂસાનું સાંભળતા હતા, તેમ સર્વ પ્રકારે અમે તારું સાંભળીશું, ફક્ત એટલું જ કે યહોવા તારા ઈશ્વર જેમ મૂસાની સાથે હતા, તેમ તે તારી સાથે હો. 18તારી આજ્ઞાની વિરુદ્ધ જે વર્તે, અને જે સર્વ આજ્ઞાઓ તું તેને આપે તે પ્રત્યે તારું કહેવું ન ગણકારે, તે ગમે તે હો, તો પણ તે માર્યો જાય. એટલું જ કે તું બળવાન તથા ખૂબ હિમ્મતવાન થા.”
Currently Selected:
યહોશુઆ 1: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.