1
યહોશુઆ 1:9
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
શું મેં તને આજ્ઞા આપી નથી? બળવાન તથા હિમ્મતવાન થા. ભયભીત ન થા, ને ગભરાતો નહિ; કારણ કે જ્યાં કંઈ તું જાય છે, ત્યાં તારા ઈશ્વર યહોવા તારી સાથે છે.”
Compare
Explore યહોશુઆ 1:9
2
યહોશુઆ 1:8
એ નિયમશાસ્ત્ર તારા મોંમાંથી જાય નહિ. પણ દિવસે તથા રાત્રે તનું મનન કર, કે તેમાં જે બધું લખેલું છે તે તું કાળજઈથી પાળે; કારણકે ત્યારે જ તારો માર્ગ આબાદ થશે, અને ત્યારે જ તું ફતેહ પામશે.
Explore યહોશુઆ 1:8
3
યહોશુઆ 1:7
પણ મારા સેવક મૂસાએ જે સર્વ નિયમો તને ફરમાવ્યા તે પ્રમાણે સંભાળીને કરવા માટે બળવાન તથા બહુ હિમ્મતવાન થા. તેમાંથી જમણી કે ડાબી તરફ ફરતો ના, એ માટે કે જ્યાં કંઈ તું જાય ત્યાં તું ફતેહ પામે.
Explore યહોશુઆ 1:7
4
યહોશુઆ 1:5
તારા આયુષ્યના સર્વ દિવસભર તારી આગળ કોઈ માણસ ટકી શકશે નહિ. જેમ મૂસાની સાથે હું રહ્યો હતો, તેમ તારી સાથે પણ હું રહીશ. હું તને તજીશ નહિ; ને મૂકી દઈશ નહિ.
Explore યહોશુઆ 1:5
5
યહોશુઆ 1:6
બળવાન તથા હિમ્મતવાન થા. કેમ કે આ લોકોને જે દેશ આપવાને મેં તેઓના પૂર્વજોની આગળ પ્રતિજ્ઞા લીધી હતી, તેનું વતન તું તેઓને પ્રાપ્ત કરાવશે.
Explore યહોશુઆ 1:6
6
યહોશુઆ 1:3
મેં મૂસાને કહ્યું, તેમ જે જે ઠેકાણું તમારા પગ નીચે આવશે તે દરેક મેં તમને આપ્યું છે.
Explore યહોશુઆ 1:3
7
યહોશુઆ 1:2
“મારો સેવક મૂસા મરી ગયો છે; માટે હવે તું તથા આ સર્વ લોક ઊઠો, ને જે દેશ હું તેઓને, એટલે ઇઝરાયલ પ્રજાને, આપું છું તેમાં આ યર્દન ઊતરીને જાઓ.
Explore યહોશુઆ 1:2
8
યહોશુઆ 1:1
હવે યહોવાના સેવક મૂસાના મરણ પછી એમ થયું કે, નૂનનો દીકરા યહોશુઆને, એટલે મૂસાના સહાયકારીને, યહોવાએ કહ્યું
Explore યહોશુઆ 1:1
9
યહોશુઆ 1:4
અરણ્ય તથા આ લબોનોનથી તે મોટી નદી એટલે ફ્રાત નદી સુધી હિત્તીઓનો આખો દેશ, અને પશ્ચિમ દિશાએ મોટા સમુદ્ર સુધી તમારી સરહદ થશે.
Explore યહોશુઆ 1:4
10
યહોશુઆ 1:18
તારી આજ્ઞાની વિરુદ્ધ જે વર્તે, અને જે સર્વ આજ્ઞાઓ તું તેને આપે તે પ્રત્યે તારું કહેવું ન ગણકારે, તે ગમે તે હો, તો પણ તે માર્યો જાય. એટલું જ કે તું બળવાન તથા ખૂબ હિમ્મતવાન થા.”
Explore યહોશુઆ 1:18
11
યહોશુઆ 1:11
“તમે છાવણીમાં ફરો, અને લોકોને એવી આજ્ઞા આપો; ‘તમે તમારે માટે સીધાં તૈયાર કરો; કેમ કે જે દેશ તમારા ઈશ્વર યહોવા તમને વતન તરીકે આપે છે, તે પ્રાપ્ત કરવાને તમારે ત્રણ દિવસની અંદર આ યર્દન ઊતરીને ત્યાં જવાનું છે.”
Explore યહોશુઆ 1:11
Home
Bible
Plans
Videos