YouVersion Logo
Search Icon

યર્મિયા 52

52
યરુશાલેમનું પતન
(૨ રા. ૨૪:૧૮—૨૫:૭)
1સિદકિયા રાજ કરવા લાગ્યો ત્યારે તે એકવીસ વર્ષનો હતો; તેણે અગિયાર વર્ષ યરુશાલેમમાં રાજ કર્યું. અને તેની માનું નામ હમૂટાલ હતું, તે લિબ્નાના યર્મિયાની દીકરી હતી. 2જે બધું યહોયાકીમે કર્યું હતું, તે પ્રમાણે તેણે પણ યહોવાની દષ્ટિમાં ભૂંડું કર્યું. 3યહોવાના કોપને લીધે યરુશાલેમમાં તથા યહૂદિયામાં અમે ચાલ્યા કર્યું, અને છેવટે યહોવાએ તેઓને પોતાની દષ્ટિ આગળથી ફેંકી દીધા. અને સિદકિયાએ બાબિલના રાજાની સામે બંડ કર્યું. 4સિદકિયાની કારકિર્દીના નવમાં વરસના દશમા માસને દશમે દિવસે બાબિલનો રાજા નબૂખાદનેસ્સાર તથા તેનું સર્વ સૈન્ય યરુશાલેમ પર ચઢી આવ્યાં, ને #હઝ. ૨૪:૨. તેઓએ તેને ઘેરો નાખ્યો, ને તેની સામે ચોતરફ મોરચા બાંધ્યાં. 5સિદકિયા રાજાના અગિયારમા વર્ષ સુધી નગરનો ઘેરો ચાલુ રહ્યો. 6ચોથા માસને નવમે દિવસે નગરમાં ભૂખમરો બહુ સખત હતો, ને લોકોને ખાવા માટે બિલકુલ અન્ન ન હતું. 7ત્યારે #હઝ. ૩૩:૨૧. નગરના કોટમાં બાકોરું પાડવામાં આવ્યું, ને સર્વ લડવૈયા નાઠા, ને બે ભીંતોની વચ્ચે રાજાની વાડીની પાસે જે દરવાજો હતો, તેમાં થઈને તેઓ રાતોરાત નગરમાંથી નીકળીને નાઠા; (ખાલદીઓએ નગરને ચારે તરફથી ઘેરી લીધું હતું;) અને તેઓ અરાબાને માર્ગે ગયા. 8પણ ખાલદીઓનું સૈન્ય રાજાની પાછળ પડયું, ને યરીખોના મેદાનમાં સિદકિયાને પકડી પાડયો, અને તેનું બધું સૈન્ય તેને મૂકીને આમતેમ નાસી ગયું. 9ત્યારે તેઓએ રાજાને પકડી લીધો, ને તેઓ તેને હમાથ દેશમાંના રિબ્લામાં બાબિલના રાજાની હજૂરમાં લાવ્યા. ત્યાં તેણે સિદકિયાનો ઇનસાફ કર્યો. 10બાબિલના રાજાએ સિદકિયાના પુત્રને તેની નજર આગળ મારી નાખ્યા; તેણે યહૂદિયાના સર્વ સરદારોને પણ રિબ્લામાં મારી નાખ્યા. 11#હઝ. ૧૨:૧૩. તેણે સિદકિયાની આંખો ફોડી નાખી, અને બાબિલનો રાજા તેને બેડી પહેરાવીને બાબિલમાં લઈ ગયો, ત્યાં તેણે તેને જીવતાં સુધી બંદીખાનામાં રાખ્યો.
મંદિરનો વિનાશ
(૨ રા. ૨૫:૮-૧૭)
12હવે પાંચમા માસને દશમે દિવસે, એટલે બાબિલના રાજા નબૂખાદનેસ્સારના ઓગણીસમા વરસમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન, જે બાબિલના રાજાની તહેનાતમાં રહેતો હતો, તે યરુશાલેમ આવ્યો. 13#૧ રા. ૯:૮. તેણે યહોવાનું મંદિર તથા રાજાનો મહેલ બાળી નાખ્યાં, અને યરુશાલેમનાં સર્વ ઘર, એટલે સર્વ મોટાં ઘર તેણે આગ લગાડીને બાળી નાખ્યાં. 14વળી રક્ષકટુકડીના સરદારોની સાથે ખાલદીઓનું જે સર્વ સૈન્ય હતું તેણે યરુશાલેમની આસપાસના તમામ કોટ તોડી પાડયા. 15અને લોકોમાંના કેટલાક કંગાલ માણસોને, તથા નગરમાં બાકી રહી ગયેલા લોકોને તથા જેઓ બાબિલના રાજાના પક્ષમાં ગયા હતા તેઓને, તથા બાકી રહેલા કારીગરોને રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન બંદીવાસમાં લઈ ગયો. 16પણ તેણે દેશી લોકોમાંના કેટલાક કંગાલ લોકોને [દ્રાક્ષાવાડીના] માળીઓ તથા ખેડૂતો થવા માટે રહેવા દીધા.
17 # ૧ રા. ૭:૧૫-૪૭. યહોવાના મંદિરમાંના પિત્તળના સ્તંભો, પાયાનો, તથા પિત્તળનો જે સમુદ્ર હતો, તેઓને ખાલદીઓએ ભાંગીને કકડેકકડા કરી નાખ્યા, ને તેઓનું તમામ પિત્તળ બાબિલ લઈ ગયા. 18વળી તપેલાં, તવેથા, દીવાની કાતરો, થાળીઓ, ચમચા તથા પિત્તળનાં જે સર્વ પાત્રો વડે તેઓ [મંદિરમાં] સેવા કરતા હતા, તે તેઓ લઈ ગયા. 19વળી પ્યાલા, સગડીઓ, થાળીઓ, તપેલાં, દીવીઓ, ચમચા તથા કટોરા; એટલે જે સોનાનું તેનું સોનું, ને જે રૂપાનું તેનું રૂપું, રક્ષકટુકડીનો સરદાર લઈ ગયો. 20જે બે સ્તંભો તથ એક સમુદ્ર, તથા પાયાની નીચે પિત્તળના જે બાર બળદ સુલેમાન રાજાએ યહોવાના મંદિરને માટે બનાવ્યા હતા [તેઓને પણ તેઓ લઈ ગયા]. આ સર્વ પાત્રોના પિત્તળનું વજન બેસુમાર હતું. 21[સ્તંભોમાંનો] દરેક સ્તંભ અઢાર હાથ ઊંચો હતો. અને બાર હાથની દોરી જેટલો તેનો પરિઘ હતો. અને તેનું પતરું ચાર આંગળ જાડું હતું. તે સ્તંભ પોલો હતો. 22વળી તેના પર પિત્તળનો કળશ હતો, અને એક કળશ પાંચ હાથ ઊંચો હતો, ને મથાળે ચોતરફ જાળીદાર નકશી તથા દાડમો હતાં, તે સર્વ પિત્તળનાં હતાં. અને બીજો સ્તંભ તથા તે પરનાં દાડમો પહેલાંનાં જેવાં જ હતાં. 23ચારે બાજુ પર છન્નું દાડમ હતાં; અને જાળીદાર નકશી પર ચોતરફ જડેલાં દાડમ એકંદર સો હતાં.
યહૂદિયાના લોકો બાબિલના બંદીવાસમાં
(૨ રા. ૨૫:૧૮-૨૧,૨૭-૩૦)
24પછી રક્ષકટુકડીના સરદારે મુખ્ય યાજક સરાયાને, તેનાથી ઊતરતા યાજક સફાન્યાને તથા ત્રણ દરવાનને પકડી લીધા. 25એક ખોજો જે સૈનિકોનો ઉપરી હતો તેને, ને રાજાની હજૂરમાં રહેનારા જે સાત માણસ નગરમાં હાથ આવ્યા તેઓને, ને સેનાપતિનો ચિટનીસ જે [સૈન્યમાં દાખલ થનારા] લોકોની નોંધ રાખતો હતો તેને, ને દેશના લોકોમાંના જે સાઠ માણસ નગરમાં હાથ આવ્યા તેઓને તેણે પકડી લીધા. 26રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન તેઓને બાબિલના રાજાની પાસે રિબ્લામાં લઈ ગયો. 27હમાથ દેશના રિબ્લામાં બાબિલના રાજાએ તેઓને ઠેર મારી નાખ્યા. એવી રીતે યહૂદિયાના લોકો પોતાની ભૂમિમાંથી બંદીવાસમાં લઈ જવામાં આવ્યા.
28જે લોકોને નબૂખાદનેસ્સાર બંદીવાસમાં લઈ ગયો, તેઓ [ની સંખ્યા] નીચે મુજબ હતી:સાતમા વર્ષમાં ત્રણ હજાર ત્રેવીસ યહૂદીઓ; 29નબૂખાદનેસ્સારના અઢારમા વર્ષમાં તે યરુશાલેમમાંથી આઠસો બત્રીસ જણને કેદ કરીને લઈ ગયો; 30નબૂખાદનેસ્સારના ત્રેવીસમા વર્ષમાં રક્ષકટુકડીનો સરદાર નબૂઝારદાન સાતસો પિસ્તાળીસ યહૂદીઓને કેદ કરીને બંદીવાસમાં લઈ ગયો. એ બધા મળીને ચાર હજાર છસો હતા.
31યહૂદિયાના રાજા યહોયાકીમના બંદીવાસના સાડત્રીસમા વર્ષના બારમા માસને પચીસમે દિવસે બાબિલનો રાજા એવીલ-મેરોદાખ પોતાની કારકિર્દીના પહેલા વર્ષમાં યહૂદિયાના રાજા યહોયાકીમનો મરતબો રાખીને તેને બંદીખાનામાંથી બહાર લાવ્યો. 32અને તેણે યહોયાકીમની સાથે માયાથી વાત કરી, ને જે રાજાઓ તેની સાથે બાબિલમાં હથા તેઓની બેઠક કરતાં તેની બેઠક ઊંચી કરી. 33બંદીખાનામાં જે કપડાં તે પહેરતો હતો તે ઉતરાવીને તેને બીજાં પહેરાવ્યાં, ને તે જીવન પર્યંત નિત્ય તેની સાથે જમતો હતો. 34તેના ખરચને માટે બાબિલના રાજાએ તેને રોજ અમુક રકમ ઠરાવી આપી. તેના મરણના દિવસ સુધી, એટલે તેના જીવતાં સુધી દરરોજનો ખરચ તેને આપવામાં આવતો હતો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in