યશાયા 34
34
ઈશ્વર શત્રુઓને શિક્ષા કરશે
1હે વિદેશીઓ, તમે સાંભળવાને પાસે આવો; હે લોકો, તમે કાન દો! પૃથ્વી તથા તે પર જે કાંઈ છે તે સર્વ, જગત તથા તેમાંથી જે સર્વ નીપજે છે તે સાંભળે! 2કેમ કે સર્વ પ્રજાઓ પર ને તેનાં સર્વ સૈન્યો પર યહોવાને ક્રોધ ચઢયો છે; પ્રભુએ તેઓને વિનાશ પામવા નિર્માણ કર્યાં છે, તેઓને સંહારને આધીન કર્યાં છે. 3તેમનાં મારી નંખાયેલાં નાખી દેવામાં આવશે, ને તેમનાં મુડદાંઓ દુર્ગંધ મારશે, ને પર્વતો તેમના લોહીથી ઓગળી જશે. 4આકાશોનાં સર્વ સૈન્યો પીગળી જશે, ને #પ્રક. ૬:૧૩-૧૪. આકાશો ઓળિયાની જેમ લપેટાશે; અને દ્રાક્ષાવેલા પરથી પાંદડું સુકાઈને ખરી પડે છે ને અંજીરી પરથી [પાંદડાં] સુકાઈને લોપ થાય છે, તે પ્રમાણે તેમનાં સર્વ સૈન્યો [નાશ પામશે]. 5કેમ કે મારી તરવાર આકાશમાં પીને ચકચૂર થઈ છે; જુઓ, તે #યશા. ૬૩:૧-૬; યર્મિ. ૪૯:૭-૨૨; હઝ. ૨૫:૧૨-૧૪; ૩૫:૧-૧૫; આમો. ૧:૧૧-૧૨; ઓબા. ૧:૧૪; માલ. ૧:૨-૫. અદોમને, ને મારાથી શાપિત થયેલા લોકોને શાસન કરવા માટે ઊતરશે. 6યહોવાની તરવાર લોહીથી ભરપૂર છે, તે મેદથી, હલવાન તથા બકરાંના લોહીથી, બકરાના ગુરદાના મેદથી તરબત્તર થયેલી છે; કેમ કે બોસ્રામાં યહોવાનો યજ્ઞ તથા અદોમ દેશમાં મોટી કતલ છે. 7જંગલી ગોધાઓ, બળદો તથા આખલાઓ એ બધા સાથે નીચે આવશે; અને તેમની ભૂમિ લોહીથી તરબોળ થશે, ને તેમની ધૂળ મેદથી મિશ્રિત થશે. 8કેમ કે તે યહોવાનો વેર વાળવાનો દિવસ છે, સિયોન સાથેની તકરારનો બદલો લેવાનું વર્ષ છે.
9તેનાં નાળાં ડામર થઈ જશે, તેની ધૂળ ગંધક થશે, ને તેની ભૂમિ બળતો ડામર થશે. 10રાત ને દિવસ તે કદી હોલવાશે નહિ. #પ્રક. ૧૪:૧૧; ૧૯:૩. તેનો ધુમાડો પેઢી દરપેઢી ઊંચે ચઢશે; તે સર્વકાળ ઉજજડ રહેશે; તેમાં થઈને કોઈ જશે નહિ. 11તે બગલા તથા શાહુડીનું વતન થશે; ઘુવડ તથા કાગડા તેમાં વસશે; અને તે પર અસ્તવ્યસ્તતા તથા ખાલીપણાનો ઓળંબો તે લંબાવશે. 12વળી રાજ્ય પ્રગટ કરવાને માટે તેનો કોઈ અમીર ત્યાં હશે નહિ; અને તેના સર્વ સરદારો નહિ જેવા થશે. 13તેના રાજમહેલોમાં કાંટા, ને તેના કિલ્લાઓમાં કૌવચ તથા ઝાંખરાં ઊગશે; તે શિયાળોનું રહેઠાણ, ને શાહમૃગનો વાડો થશે. 14જંગલી જનાવરો વરુઓને મળશે, ને રાની બકરો પોતાના સાથીને પોકારશે; નિશાચર પ્રાણી પણ ત્યાં વાસો કરશે, ને પોતાને માટે વિશ્રામસ્થાન પ્રાપ્ત કરશે. 15ઊડણ સાપ ત્યાં દર કરશે, ઈંડાં મૂકશે, ને તે સેવીને બચ્ચાંને પોતાની છાયા નીચે એકત્ર કરશે; ત્યાં સમડીઓ પણ દરેક પોતાના સાથી સહિત એકઠી થશે.
16યહોવાના પુસ્તકમાં શોધ કરો ને વાંચો; તેઓમાંથી એક પણ ખૂટશે નહિ, તેઓમાંનું કોઈ પણ પોતાના સાથી વગરનું માલૂમ પડશે નહિ; કેમ કે [યહોવાના] મુખે તો આજ્ઞા આપી છે, ને તેમના આત્માએ તો તેમને એકઠાં કર્યાં છે. 17યહોવાએ તેમને માટે ચિઠ્ઠી નાખી છે, ને યહોવાના હાથે દોરીથી [માપીને] તેમને તે વહેંચી આપ્યું છે; તેઓ સર્વકાળ તેનું વતન ભોગવશે, પેઢી દરપેઢી તેઓ તેમાં વસશે.
Currently Selected:
યશાયા 34: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.