પ્રેરિતોનાં કૃત્યો 7
7
સ્તેફનનું ભાષણ
1ત્યારે પ્રમુખ યાજકે પૂછયું, “શું આ પ્રમાણે હકીકત છે?”
2[સ્તેફને] કહ્યું, “ભાઈઓ, તથા વડીલો, સાંભળો. આપણો પૂર્વજ ઇબ્રાહિમ હારાનમાં રહેવા આવ્યો તે અગાઉ તે મેસોપોટેમિયામાં રહેતો હતો, ત્યારે #ઉત. ૧૨:૧. મહિમાવાન ઈશ્વરે તેને દર્શન દઈને 3કહ્યું, ‘તું તારા દેશમાંથી તથા તારાં સગાંમાંથી નીકળ, અને જે દેશ હું તને બતાવું તેમાં જઈને રહે.’ 4ત્યારે #ઉત. ૧૧:૩૧. ખાલ્દી દેશમાંથી નીકળીને તે હારાનમાં જઈ રહ્યો, અને ત્યાંથી તેનો પિતા મરણ પામ્યો ત્યાર પછી #ઉત. ૧૨:૫. એ દેશ જેમાં તમે હમણાં રહો છો, તેમાં ઈશ્વરે તેને લાવીને વસાવ્યો. 5તેણે એ દેશમાં તેને કંઈ વતન આપ્યું નહિ. ના, એક ડગલું પણ નહિ; અને જોકે હજી સુધી તેને સંતાન થયું નહોતું તોપણ #ઉત. ૧૨:૭; ૧૩:૧૫; ૧૫:૧૮; ૧૭:૮. તેણે તેને તથા તેના પછી તેના વંશજોને વતન તરીકે [આ દેશ] આપવાનું વચન આપ્યું. 6#ઉત. ૧૫:૧૩-૧૪. ઈશ્વરે તેને કહ્યું, ‘તારા વંશજો પરદેશમાં રહેશે, અને [ત્યાંના લોકો] ચારસો વરસ સુધી તેઓને ગુલામગીરીમાં રાખીને દુ:ખ દેશે.’ 7વળી ઈશ્વરે કહ્યું, ‘તેઓ જે લોકોના ગુલામ થશે તેઓનો ન્યાય હું કરીશ, અને ત્યાર પછી તેઓ ત્યાંથી આવીને આ સ્થળે મારી સેવા કરશે.’ 8તેમણે તેને #ઉત. ૧૭:૧૦-૧૪. સુન્નતનો કરાર ઠરાવી આપ્યો, ત્યાર પછી #ઉત. ૨૧:૨-૪. [ઇબ્રાહિમથી] ઇસહાક થયો, અને તેણે આઠમે દિવસે તેની સુન્નત કરી, પછી #ઉત. ૨૫:૨૬. ઇસહાકથી યાકૂબ થયો, અને #ઉત. ૨૯:૩૧—૩૫:૧૮. યાકૂબથી બાર પૂર્વજો થયા.
9પછી પૂર્વજોએ #ઉત. ૩૯:૨,૨૧. યૂસફ પર અદેખાઈ રાખીને તેને #ઉત. ૩૭:૨૮. મિસરમાં [લઈ જવા માટે] વેચી દીધો. પણ #ઉત. ૩૯:૨,૨૧. ઈશ્વર તેની સાથે હતા. 10તેમણે તેનાં સર્વ સંકટોમાંથી તેને છોડાવ્યો, અને તેને એવી બુદ્ધિ આપી કે મિસરનો રાજા ફારુન તેના પર પ્રસન્ન થયો. #ઉત. ૪૧:૩૯-૪૧. તેણે તેને મિસર પર તથા પોતાના આખા મહેલ પર અધિકારી નીમ્યો. 11પછી #ઉત. ૪૨:૧-૨. આખા મિસરમાં તથા કનાનમાં દુકાળ પડ્યો, જેથી ભારે સંકટ આવ્યું, અને આપણા પૂર્વજોને ખાવાનું મળ્યું નહિ. 12પણ યાકૂબના સાંભળવામાં આવ્યું કે મિસરમાં અનાજ છે, ત્યારે તેણે આપણા પૂર્વજોને પહેલી વખત ત્યાં મોકલ્યા. 13પછી બીજી વખતે #ઉત. ૪૫:૧. યૂસફે પોતાના ભાઈઓને પોતાની ઓળખાણ આપી. એટલે #ઉત. ૪૫:૧૬. યૂસફનું કુળ ફારુનના જાણવામાં આવ્યું. 14ત્યારે #ઉત. ૪૫:૯-૧૦,૧૭-૧૮. યૂસફે સંદેશો મોકલીને પોતાના પિતા યાકૂબને તથા પોતાનાં સર્વ સગાંને, એટલે #ઉત. ૪૬:૨૭. પોણોસો માણસને પોતાની પાસે તેડાવ્યાં. 15#ઉત. ૪૬:૧-૭. યાકૂબ મિસર ગયો, અને #ઉત. ૪૯:૩૩. [ત્યાં] તે તથા આપણા પૂર્વજો મરી ગયા. 16#ઉત. ૨૩:૩-૧૬; ૩૩:૧૯; ૫૦:૭-૧૩; યહો. ૨૪:૩૨. તેઓને શખેમ લઈ જવામાં આવ્યા, અને ત્યાં જે કબરસ્તાન ઇબ્રાહિમે ચાંદીનું નાણું આપીને હમોરના દીકરાઓ પાસેથી વેચાતું લીધું હતું તેમાં દફનાવ્યા.
17 #
નિ. ૧:૭-૮. પણ જે વચન ઈશ્વરે ઇબ્રાહિમને આપ્યું હતું, તેનો સમય જેમ જેમ પાસે આવતો ગયો તેમ તેમ મિસરમાં તે લોકોની વૃદ્ધિ થતી ગઈ, અને તેઓ પુષ્કળ થયા. 18એવામાં મિસરમાં એક બીજો રાજા થયો, જે યૂસફને ઓળખતો નહોતો. 19તેણે #નિ. ૧:૧૦-૧૧. આપણી પ્રજાની સાથે કપટ કરીને આપણા પૂર્વજોને દુ:ખ આપ્યું, એટલે #નિ. ૧:૨૨. તેઓનાં બાળકો જીવે નહિ માટે તેઓને તેમની પાસે નાખી દેવડાવ્યાં. 20#નિ. ૨:૨. તે અરસામાં મૂસા જન્મ્યો, તે ઘણો સુંદર હતો. પોતાના પિતાના ઘરમાં ત્રણ મહિના સુધી તેનું પાલન થયું. 21પછી #નિ. ૨:૩-૧૦. તેને નાખી દીધો, ત્યારે ફારુનની દીકરીએ તેને ઉપાડી લઈને પોતાના દીકરા તરીકે તેને પાળ્યો. 22મૂસાને મિસરીઓની સર્વ વિદ્યા શીખવવામાં આવી હતી. તે બોલવા ચાલવામાં બાહોશ, તથા કામ કરવામાં પરાક્રમી હતો.
23પણ તે લગભગ ચાળીસ વરસનો થયો ત્યારે #નિ. ૨:૧૧-૧૫. પોતાના ઇઝરાયલી ભાઈઓને મળવાનું તેને મન થયું. 24તેઓમાંના એક પર અન્યાય થતો જોઈને તેણે તેને સહાય કરી, અને મિસરીને મારી નાખીને જેના પર જુલમ થતો હતો તેનું વૈર વાળ્યું. 25ઈશ્વર મારી હસ્તક તેઓનો છુટકારો કરશે, એમ મારા ભાઈઓ સમજતા હશે, એવું તેણે ધાર્યું, પણ તેઓ સમજ્યા નહિ. 26તેને બીજે દિવસે તેઓમાં ઝઘડો ચાલતો હતો તે વખતે તે તેઓની પાસે આવ્યો, અને તેમની વચ્ચે સલાહ કરાવવાની ઇચ્છાથી તેણે કહ્યું, “ભલા માણસો, તમે ભાઈઓ છો તો શા માટે એકબીજા પર અન્યાય ગુજારો છો?” 27પણ જે પોતાના પડોશી પર અન્યાય ગુજારતો હતો તેણે તેને ધક્કો મારીને કહ્યું કે, ‘અમારા પર કોણે તને અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો છે? 28પેલા મિસરીને તેં ગઈ કાલે મારી નાખ્યો તેમ શું તું મને પણ મારી નાખવા ધારે છે?” 29આ વાત સાંભળીને મૂસા નાસી ગયો, અને મિદ્યાન દેશમાં જઈ રહ્યો, ત્યાં #નિ. ૧૮:૩-૪. તેને બે દીકરા થયા.
30 #
નિ. ૩:૧-૧૦. ચાળીસ વરસ પૂરાં થયાં ત્યારે ઈશ્વરદૂતે સિનાઈ પહાડના રાનમાં ઝાડવા મધ્યે અગ્નિની જવાળામાં તેને દર્શન આપ્યું. 31મૂસા તે દેખાવ જોઈને આશ્ચર્ય પામ્યો. અને તે તેને જોવા માટે પાસે જતો હતો એવામાં પ્રભુની વાણી થઈ, 32‘હું તારા પૂર્વજોનો ઈશ્વર, એટલે ઇબ્રાહિમનો, ઇસહાકનો, તથા યાકૂબનો ઈશ્વર છું. ત્યારે મૂસાને ધ્રૂજારી છૂટી અને તેને જોવાની તેની છાતી ચાલી નહિ. 33પ્રભુએ તેને કહ્યું, ‘તું તારા પગમાંથી ચંપલ કાઢ; કેમ કે જે સ્થળે તું ઊભો છે તે પવિત્ર ભૂમિ છે. 34મિસરમાં જે મારા લોકો છે તેઓનું દુ:ખ મેં નિશ્ચે જોયું છે, તેઓના નિ:સાસા મેં સાંભળ્યાં છે, અને તેઓને છોડાવવા હું ઊતર્યો છું; હવે ચાલ, હું તને મિસરમાં મોકલીશ.’
35જે મૂસાનો તેઓએ નકાર કરીને કહ્યું હતું, ‘તને કોણે અધિકારી તથા ન્યાયાધીશ નીમ્યો’ તેને જે દૂત તેને ઝાડવા મધ્યે દેખાયો હતો તેની હસ્તક ઈશ્વરે અધિકારી તથા ઉદ્ધાર કરનાર થવા માટે મોકલ્યો. 36એ માણસે તેઓને બહાર લાવતાં #નિ. ૭:૩. મિસર દેશમાં, #નિ. ૧૪:૨૧. સૂફ સમુદ્રમાં તથા #ગણ. ૧૪:૩૩. ચાળીસ વરસ સુધી અરણ્યમાં અદભુત કામો તથા ચમત્કારો કર્યા. 37જે મૂસાએ ઇઝરાયલીઓને કહ્યું હતું, #પુન. ૮:૧૫,૧૮. ‘ઈશ્વર તમારા ભાઈઓમાંથી મારા જેવા એક પ્રબોધકને તમારે માટે ઊભો કરશે, ’ તે એ જ છે. 38જે [મૂસા] અરણ્યમાંની મંડળીમાં હતો, #નિ. ૧૯:૧—૨૦:૧૭; પુન. ૫:૧-૩૩. જેની સાથે સિનાઈ પહાડ પર ઈશ્વરદૂત બોલતો હતો, અને જે આપણા પૂર્વજોની સાથે હતો તે એ જ છે. અને આપણને આપવા માટે તેને જીવનનાં વચનો આપવામાં આવ્યાં.
39આપણા પૂર્વજોએ તેની આજ્ઞાઓ પાળવાનું ઇચ્છયું નહિ, પણ પોતાની પાસેથી તેને હડસેલી મૂક્યો, અને પાછા મિસર જવાને મનમાં આતુર થયા. 40તેઓએ હારુનને કહ્યું, ‘અમારી આગળ ચાલવા માટે #નિ. ૩૨:૧. અમારે માટે દેવો બનાવ; કેમ કે પેલો મૂસા જે અમને મિસરમાંથી દોરી લાવ્યો તેનું શું થયું એ અમે જાણતા નથી.’ 41#નિ. ૩૨:૨-૬. તે દિવસોમાં તેઓએ [સોનાનું] વાછરડું બનાવ્યું, અને તે મૂર્તિને બલિદાન આપ્યું, અને પોતાના હાથની કૃતિમાં હર્ષ પામ્યા. 42પણ ઈશ્વરે તેઓથી વિમુખ થઈને તેઓને તજી દીધા કે તેઓ આકાશના સૈન્યની પૂજા કરે, પ્રબોધકોના પુસ્તકમાં લખેલું છે તે પ્રમાણે,
‘ઓ ઇઝરાયલના વંશજો,
તમે અરણ્યમાં ચાળીસ વરસ સુધી
#
આમો. ૫:૨૫-૨૭. મને યજ્ઞો તથા બલિદાનો ચઢાવ્યાં હતાં?
43તમે મોલોખનો માંડવો તથા
રમ્ફા દેવનો તારો,
એટલે પૂજા કરવાને
જે મૂર્તિઓ તમે બનાવી,
તેઓને ઊંચકીને ચાલ્યા :
અને હું તમને બાબિલને
પેલે પાર લઈ જઈશ.’
44જેણે મૂસાને કહ્યું, #નિ. ૨૫:૯,૪૦. ‘જે નમૂનો તેં જોયો છે તે પ્રમાણે તારે સાક્ષ્યમંડપ બનાવવો, તેમના ઠરાવ મુજબ અરણ્યમાં આપણા પૂર્વજોની પાસે [તે સાક્ષ્યમંડપ] હતો. 45વળી પોતાના સમયમાં આપણા પૂર્વજો પણ #યહો. ૩:૧૪-૧૭. યહોશુઆ સહિત તે [સાક્ષ્યમંડપ] ને [અન્ય] પ્રજાઓ (જેઓને ઈશ્વરે આપણા પૂર્વજોની આગળથી હાંકી કાઢી) તેઓનું વતન પ્રાપ્ત કરીને અંદર લાવ્યા તે [સાક્ષ્યમંડપ] દાઉદના વખત સુધી રહ્યો. 46૨ રા.[દાઉદ] પર ઈશ્વરની કૃપાદષ્ટિ થઈ; તેણે #૨ રા. ૭:૧-૧૬; ૧ કાળ. ૧૭:૧-૧૪. યાકૂબના ઈશ્વરને માટે રહેઠાણ મેળવવાની રજા માગી. 47પણ #૧ રા. ૬:૧-૩૮; ૨ કાળ. ૩:૧-૧૭. સુલેમાને તેમને માટે મંદિર બાંધ્યું.
48તોપણ હાથે બાંધેલાં મંદિરોમાં પરાત્પર [ઈશ્વર] રહેતા નથી; જેમ પ્રબોધક કહે છે તેમ,
49 #
યશા. ૬૬:૧-૨. ‘આકાશ મારું રાજ્યાસન, તથા
પૃથ્વી મારું પાદાસન છે;
તો તમે મારે માટે કેવું મંદિર બાંધશો?’
એમ પ્રભુ કહે છે, અથવા
‘મારું વિશ્રામસ્થાન ક્યું હોય?
50શું, મેં મારે હાથે
એ બધાં નથી બનાવ્યાં?’
51ઓ હઠીલાઓ અને બેસુન્નત મન તથા કાનવાળાઓ #યશા. ૬૩:૧૦. તમે સદા પવિત્ર આત્માની સામા થાઓ છો. જેમ તમારા પૂર્વજોએ કર્યું તેમ જ તમે પણ કરો છો. 52પ્રબોધકોમાંના કોને તમારા પૂર્વજોએ સતાવ્યો નહોતો? જેઓએ તે ન્યાયીના આવવા વિષે આગળથી ખબર આપી હતી તેઓને તેઓએ મારી નાખ્યા. અને હવે તમે, જેઓને દૂતો દ્વારા નિયમ મળ્યો, પણ તમે તે પાળ્યો નહિ, 53તે તમે તે [ન્યાયી] ને પરસ્વાધીન કરનારા તથા તેમનું ખૂન કરનારા થયા છો!”
સ્તેફનને પથ્થરે માર્યો
54આ વાતો સાંભળીને તેઓનાં મન વીંધાઈ ગયાં, અને તેઓ તેની સામે દાંત પીસવા લાગ્યા. 55પણ પવિત્ર આત્માથી ભરપૂર થઈને તેણે આકાશ તરફ એકી નજરે જોઈ રહેતાં, ઈશ્વરનો મહિમા તથા ઈશ્વરને જમણે હાથે ઈસુને ઊભેલો જોયા. 56તેણે કહ્યું, “જુઓ, આકાશ ખુલ્લું થયેલું તથા ઈશ્વરને જમણે હાથે માણસના દીકરાને ઊભેલા હું જોઉં છું.”
57પણ તેઓએ બૂમ પાડીને પોતાના કાન બંધ કર્યા, અને તેના પર એક સામટા ધસી આવ્યા. 58તેઓએ તેને શહેર બહાર લઈ જઈને પથરા માર્યા! સાક્ષીઓએ શાઉલ નામે એક જુવાનના પગ આગળ પોતાનાં વસ્ત્ર મૂક્યાં હતાં. 59તેઓ સ્તેફનને પથરા મારતા હતા ત્યારે તેણે [પ્રભુની] પ્રાર્થના કરીને કહ્યું, “ઓ પ્રભુ, ઈસુ, મારા આત્માનો અંગીકાર કરો.” 60તેણે ઘૂંટણે પડીને મોટા અવાજે કહ્યું, “ઓ પ્રભુ, આ દોષ તેઓને માથે ન મૂકો.” એમ કહીને તે ઊંઘી ગયો.
Currently Selected:
પ્રેરિતોનાં કૃત્યો 7: GUJOVBSI
Highlight
Share
Copy

Want to have your highlights saved across all your devices? Sign up or sign in
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.