YouVersion Logo
Search Icon

પિતરનો પહેલો પત્ર 2

2
જીવંત પથ્થર અને પવિત્ર પ્રજા
1એ માટે સર્વ દુષ્ટતા, કપટ, દંભ, અદેખાઈ તથા બધા પ્રકારની નિંદા દૂર કરીને, 2નવાં જન્મેલાં બાળકોની જેમ નિષ્કપટ આત્મિક દૂધની ઇચ્છા રાખો. 3જેથી (#ગી.શા. ૩૪:૮. જો તમને એવો અનુભવ થયો હોય કે પ્રભુ દયાળુ છે તો) તે વડે તમે તારણ મેળવતાં સુધી વધો.
4જે જીવંત પથ્થર છે, જેમને માણસોએ નકાર્યા હતા ખરા, પણ જે ઈશ્વરથી પસંદ કરાયેલા તથા મૂલ્યવાન છે, 5તેમની પાસે આવીને તમે પણ જીવંત પથ્થરોના જેવા આત્મિક ઘરમાં ચણાયા છો, અને જે આત્મિક યજ્ઞ ઈસુ ખ્રિસ્ત દ્વારા ઈશ્વરને પ્રસન્‍ન છે એ યજ્ઞ કરવાને માટે તમે પવિત્ર યાજકવર્ગ થયા છો. 6કારણ કે શાસ્‍ત્રમાં લખેલું છે,
# યશા. ૨:૧૬. “જુઓ, પસંદ કરેલો તથા મૂલ્યવાન
એવો ખૂણાનો મુખ્ય પથ્થર
હું સિયોનમાં મૂકું છું.
જે તેના પર વિશ્વાસ કરે છે
તે શરમાશે નહિ.”
7માટે તમો વિશ્વાસ કરનારાઓને સારુ તે મૂલ્યવાન છે. પણ અવિશ્વાસીઓને માટે તો
# ગી.શા. ૧૧૮:૨૨. “જે પથ્થરને બાંધનારાઓએ
નકાર્યો હતો,
તે જ ખૂણાનો મુખ્ય પથ્થર થયો છે.”
8અને #યશા. ૮:૧૪-૧૫. “ઠેસ ખવડાવનાર પથ્થર તથા
ઠોકર ખવડાવનાર ખડક થયો છે.”
તેઓ આજ્ઞા માનતા નથી, તેથી
તેઓ વચન વિષે ઠોકર ખાય છે;
એને માટે પણ
તેઓ નિર્માણ થયા હતા.
9પણ તમે #નિ. ૧૯:૫-૬; યશા. ૪૩:૨૦. તો પસંદ કરેલી જાતિ, રાજમાન્ય યાજકવર્ગ, #નિ. ૧૯:૫; પુન. ૪:૨૦; ૭:૬; ૧૪:૨; તિત. ૨:૧૪. પવિત્ર પ્રજા તથા #યશા. ૪૩:૨૧. [પ્રભુના] ખાસ લોક છો કે, જેથી #યશા. ૯:૨. જેમણે અંધકારમાંથી પોતાના આશ્વર્યકારક પ્રકાશમાં [આવવાનું] આમંત્રણ આપ્યું છે, તેમના સદગુણો તમે પ્રગટ કરો.
10 # હો. ૨:૨૩. તમે પહેલાં પ્રજા જ નહોતા, પણ હવે તમે ઈશ્વરની પ્રજા છો, તમે દયા પામેલા નહોતા, પણ હવે તમે દયા પામ્યા છો.
ઈશ્વરના ગુલામ
11વહાલાઓ, હું તમને વિનંતી કરું છું કે, જે દૈહિક વિષયો આત્માની સામે લડે છે, તેઓથી તમે પરદેશી તથા પ્રવાસી જેવા, દૂર રહો. 12અને વિદેશી લોકોમાં તમે તમારાં આચરણ સારાં રાખો; જેથી તેઓ તમને દુષ્ટ સમજીને તમારી વિરુદ્ધ બોલે ત્યારે તેઓ તમારાં સારાં કામ જોઈને ન્યાયકરણને દિવસે ઈશ્વરની સ્તુતિ કરે.
13તમે માણસોએ સ્થાપેલી દરેક પ્રકારની સત્તાને પ્રભુની ખાતર આધીન રહો:રાજાને સર્વોપરી સમજીને તેને આધીન રહો. 14વળી ભૂંડું કરનારાઓને દંડ કરવાને તથા સારું કરનારાઓનાં વખાણ કરવાને તેણે નીમેલા અધિકારીઓને તમે આધીન થાઓ. 15કેમ કે ઈશ્વરની ઇચ્છા એવી છે કે સારું કરીને મૂર્ખ માણસોની અજ્ઞાનતા [ની વાતો] ને તમે બંધ પાડો. 16સ્વતંત્ર હોવા છતાં દુષ્ટતાને છાવરવાને માટે તમારી સ્વતંત્રતાનો ઉપયોગ ન કરો, પણ ઈશ્વરના સેવકોને શોભે તેમ વર્તો. 17તમે સર્વને માન આપો. બંધુમંડળ પર પ્રેમ રાખો. ઈશ્વરનું ભય રાખો. રાજાનું સન્માન કરો.
ઈશ્વરના દુ:ખનો નમૂનો
18ચાકરો, તમે પુરું ભય રાખીને તમારા માલિકોને આધીન થાઓ. માત્ર જેઓ ભલા તથા માયાળુ છે તેઓને જ નહિ, પણ વળી જેઓ કડક છે તેમને પણ આધીન થાઓ. 19કેમ કે જો કોઈ માણસ ઈશ્વર તરફના ભક્તિભાવને લીધે અન્યાય વેઠીને દુ:ખ સહે છે, તો તે [ઈશ્વરની નજરમાં] પ્રશંસાપાત્ર છે. 20કેમ કે જ્યારે પાપ કરવાને લીધે તમે માર ખાઓ છો ત્યારે જો સહન કરો છો, તેઓ તેમાં પ્રશંસાપાત્ર શું છે? પણ સારું કરવાને લીધે જ્યારે તમે દુ:ખ ભોગવો છો, ત્યારે જો તે સહન કરો છો, તો એ ઈશ્વરની નજરમાં પ્રશંસાપાત્ર છે. 21કારણ કે એને માટે તમને તેડવામાં આવ્યા છે; કેમ કે ખ્રિસ્તે પણ તમારે માટે સહન કર્યું, અને તમે તેમને પગલે ચાલો, માટે તેમણે તમોને નમૂનો આપ્યો છે. 22તેમણે કંઈ પાપ કર્યું નહિ, અને #યશા. ૫૩:૯. તેમના મોંમાં કદી કંઈ કપટ માલૂમ પડયું નહિ. 23#યશા. ૫૩:૭. તેમણે નિંદા સહન કરીને સામી નિંદા કરી નહિ. દુ:ખો સહન કરીને ધમકી આપી નહિ, પણ અદલ ન્યાય કરનારને પોતાને સોંપી દીધા. 24લાકડા પર તેમણે પોતે પોતાના શરીરમાં આપણાં પાપ માથે લીધાં, જેથી આપણે પાપો સંબંધી મૃત્યુ પામીને ન્યાયીપણા સંબંધી જીવીએ; તેમના #યશા. ૫૩:૬. ઘાથી તમે સાજા થયા. 25કેમ કે #યશા. ૫૩:૬. તમે ભૂલાં પડેલાં ઘેટાંના જેવા હતા; પણ હવે તમારા જીવોના પાળક તથા અધ્યક્ષની પાસે પાછા આવ્યા છો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in