YouVersion Logo
Search Icon

કરિંથીઓને પહેલો પત્ર 5

5
મંડળીમાં વ્યભિચારી સામે પગલાં
1ખરેખર મારા સાંભળવામાં આવ્યું છે કે તમારામાં વ્યભિચાર છે, અને તે વળી એવો વ્યભિચાર કે જે વિધર્મીઓમાં પણ ચાલતો નથી, એટલે કે #પુન. ૨૨:૩૦. કોઈએ પોતાની સાવકી માને રાખી છે. 2એમ છતાં એ બાબતમાં શોક કર્યાને બદલે તમે તો અભિમાની થયા છો! જેણે એ કામ કર્યું તેને તમારે તમારામાંથી દૂર કરવો જોઈતો હતો. 3કેમ કે હું તો શરીરે ગેરહાજર છતાં, આત્માએ હાજર હોવાથી, જાણે હું પોતે હાજર હોઉં તેમ એ કામ કરનારનો ન્યાય કરી ચૂક્યો છું 4કે, આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના સામર્થ્ય સહિત, તમે મારા આત્મા સાથે એકઠા મળીને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તને નામે, 5તમારે એવા માણસને દેહના નાશને માટે શેતાનને સોંપવો કે, જેથી પ્રભુ ઈસુના દિવસમાં [તેનો] આત્મા તારણ પામે.
6તમે અભિમાન રાખો છો તે શોભતું નથી. #ગલ. ૫:૯. થોડું ખમીર આખા લોંદાને ફુલાવે છે, તે શું તમે નથી જાણતા? 7તમે જૂના ખમીરને કાઢી નાખો, જેથી જેમ તમે બેખમીર છો, તેમ તમે નવા લોંદારૂપ થઈ જાઓ. કેમ કે #નિ. ૧૨:૫. આપણા પાસ્ખાયજ્ઞ ખ્રિસ્તનું બલિદાન પણ [આપણી વતી] આપવામાં આવ્યું છે. 8એ કારણથી આપણે એ પર્વ જૂના ખમીરથી નહિ, એટલે પાપ તથા દુષ્ટતાના ખમીરથી નહિ, #નિ. ૧૩:૭; પુન. ૧૬:૩. પણ નિખાલસપણાની તથા સત્યની બેખમીર રોટલીથી પાળીએ.
9મેં તમને મારા પત્રમાં લખ્યું છે કે તમે વ્યભિચારીઓની સોબત ન કરો. 10આ જગતના વ્યભિચારીઓ, લોભીઓ, જુલમીઓ કે મૂર્તિભક્તોની સોબત તદ્દન ન કરો એમ તો નહિ, કેમ કે એમ હોય તો તમારે જગતમાંથી નીકળી જવું પડે. 11પણ હમણાં હું તમને લખી જણાવું છું કે, જેઓ આપણા ભાઈ કહેવાય છે તેમાંનો જો કોઈ વ્યભિચારી, લોભી, મૂર્તિપૂજક, નિંદક, છાકટો કે જુલમી હોય, તો એવાની સોબત તમારે કરવી નહિ અને એવાની સાથે [બેસીને] ખાવું પણ નહિ.
12કેમ કે બહારનાઓનો ન્યાય કરવાનું મારે શું કામ છે? જેઓ [મંડળી] ની અંદરના છે તેઓનો ન્યાય તમે નથી કરતાં શું? 13પણ જેઓ બહાર છે તેઓનો ન્યાય ઈશ્વર કરે છે. #પુન. ૧૩:૫; ૧૭:૭. તો તમે તમારામાંથી તે દુષ્ટને દૂર કરો.

Highlight

Share

Copy

None

Want to have your highlights saved across all your devices? Sign up or sign in

Videos for કરિંથીઓને પહેલો પત્ર 5