1
માર્ક 2:17
પવિત્ર બાઇબલ C.L.
ઈસુએ એ સાંભળીને જવાબ આપ્યો, “જેઓ તંદુરસ્ત છે તેમને વૈદની જરૂર નથી; પણ ફક્ત જેઓ બીમાર છે તેમને જ છે. હું નેકીવાન ગણાતા લોકોને નહિ, પણ સમાજમાંથી બહિષ્કૃત થયેલાઓને આમંત્રણ આપવા આવ્યો છું.”
Compare
Explore માર્ક 2:17
2
માર્ક 2:5
ઈસુએ તેમનો વિશ્વાસ જોઈને લકવાવાળા માણસને કહ્યું, “મારા દીકરા, તારાં પાપ માફ કરવામાં આવે છે.”
Explore માર્ક 2:5
3
માર્ક 2:27
ઈસુએ સાર આપતાં કહ્યું, “વિશ્રામવાર માણસના ભલા માટે ઠરાવવામાં આવ્યો હતો, નહિ કે માણસને વિશ્રામવાર માટે બનાવવામાં આવ્યો.
Explore માર્ક 2:27
4
માર્ક 2:4
પણ લોકોની ભીડને કારણે તેઓ તેને ઈસુની પાસે લઈ જઈ શક્યા નહિ. તેથી ઈસુ જ્યાં હતા, બરાબર તે જ ઠેકાણે તેમણે છાપરું ઉકેલી નાખ્યું. છાપરું ખુલ્લું થયા પછી તેમણે તેને તેની પથારી સાથે જ ઉતાર્યો.
Explore માર્ક 2:4
5
માર્ક 2:10-11
પણ હું તમારી આગળ સાબિત કરી આપીશ કે માનવપુત્રને પૃથ્વી પર પાપની ક્ષમા આપવાનો અધિકાર છે.” તેથી તેમણે લકવાવાળા માણસને કહ્યું, “હું તને કહું છું કે, ઊઠ, તારી પથારી ઊંચકીને તારે ઘેર જા.”
Explore માર્ક 2:10-11
6
માર્ક 2:9
‘તારાં પાપ માફ કરવામાં આવે છે,’ અથવા ‘ઊઠ, તારી પથારી ઊંચકીને ચાલ,’ એ બેમાંથી આ લકવાવાળા માણસને શું કહેવું સહેલું છે?
Explore માર્ક 2:9
7
માર્ક 2:12
તે સૌનાં દેખતાં જ એ માણસ ઊઠયો, અને પથારી ઉઠાવી ઉતાવળે જતો રહ્યો. તે સૌ અત્યંત સ્તબ્ધ થઈ ગયા, અને “અમે આવું કદીયે જોયું નથી,” એમ કહેતાં ઈશ્વરની પ્રશંસા કરવા લાગ્યા.
Explore માર્ક 2:12
Home
Bible
Plans
Videos