1
રોમનોને પત્ર 8:28
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
વળી આપણે જાણીએ છીએ કે જેઓ ઈશ્વરના ઉપર પ્રેમ રાખે છે, જેઓ તેમના સંકલ્પ પ્રમાણે તેડાયેલા છે, તેઓને માટે ઈશ્વર એકંદરે બધું હિતકારક બનાવે છે.
Compare
Explore રોમનોને પત્ર 8:28
2
રોમનોને પત્ર 8:38-39
કેમ કે મારી ખાતરી છે કે મરણ કે જીવન, દૂતો કે અધિકારીઓ, વર્તમાનનું કે ભવિષ્યનું કે, પરાક્રમીઓ, ઊંચાણ કે ઊંડાણ કે, કોઈ પણ બીજી સૃષ્ટ વસ્તુ, ઈશ્વરનો જે પ્રેમ ખ્રિસ્ત ઈસુ આપણા પ્રભુમાં છે, તેનાથી આપણને જુદા પાડી શકશે નહિ.
Explore રોમનોને પત્ર 8:38-39
3
રોમનોને પત્ર 8:26
તે પ્રમાણે [પવિત્ર] આત્મા પણ આપણી નિર્બળતામાં [આપણને] સહાય આપે છે; કેમ કે યથાયોગ્ય શી પ્રાર્થના કરવી એ આપણે જાણતા નથી, પણ આત્મા પોતે અવાચ્ય નિ:સાસાથી આપણે માટે મધ્યસ્થતા કરે છે.
Explore રોમનોને પત્ર 8:26
4
રોમનોને પત્ર 8:31
તો એ વાતો પરથી આપણે શું અનુમાન કરીએ? જો ઈશ્વર આપણા પક્ષના છે તો આપણી સામો કોણ?
Explore રોમનોને પત્ર 8:31
5
રોમનોને પત્ર 8:1
એ માટે જેઓ ખ્રિસ્ત ઈસુમાં છે તેઓને હવે શિક્ષા નથી.
Explore રોમનોને પત્ર 8:1
6
રોમનોને પત્ર 8:6
દૈહિક મન તે મરણ છે; પણ આત્મિક મન તે જીવન તથા શાંતિ છે.
Explore રોમનોને પત્ર 8:6
7
રોમનોને પત્ર 8:37
તોપણ જેમણે આપણા ઉપર પ્રેમ રાખ્યો છે, તેમને આશરે આપણે એ બધી બાબતોમાં વિશેષ જય પામીએ છીએ.
Explore રોમનોને પત્ર 8:37
8
રોમનોને પત્ર 8:18
કેમ કે હું એમ માનું છું કે, જે મહિમા આપણને પ્રગટ થનાર છે તેની સાથે આ વખતનાં દુ:ખો સરખાવવા જોગ નથી.
Explore રોમનોને પત્ર 8:18
9
રોમનોને પત્ર 8:35
ખ્રિસ્તના પ્રેમથી આપણને કોણ જુદા પાડશે? શું વિપત્તિ કે, વેદના કે, સતાવણી કે, દુકાળ કે, નગ્નતા કે, જોખમ કે, તરવાર?
Explore રોમનોને પત્ર 8:35
10
રોમનોને પત્ર 8:27
અને આત્માની ઇચ્છા શી છે તે અંતર્યામી જાણે છે, કેમ કે તે પવિત્રોને માટે ઈશ્વર [ની ઇચ્છા] પ્રમાણે વિનંતી કરે છે.
Explore રોમનોને પત્ર 8:27
11
રોમનોને પત્ર 8:14
કેમ કે જેટલા ઈશ્વરના આત્માથી દોરાય છે, તેટલા ઈશ્વરના દીકરા છે.
Explore રોમનોને પત્ર 8:14
12
રોમનોને પત્ર 8:5
કેમ કે જેઓ દૈહિક છે તેઓ દૈહિક બાબતો ઉપર મન લગાડે છે; પણ જેઓ આત્મિક છે તેઓ આત્મિક બાબતો ઉપર [મન લગાડે છે].
Explore રોમનોને પત્ર 8:5
13
રોમનોને પત્ર 8:32
જેમણે પોતાના દીકરાને પાછો રાખ્યો નહિ, પણ આપણ સર્વને માટે તેને સોંપી દીધો, તે કૃપા કરીને આપણને તેની સાથે બંધુએ કેમ નહિ આપશે?
Explore રોમનોને પત્ર 8:32
14
રોમનોને પત્ર 8:16-17
આપણા આત્માની સાથે પણ [પવિત્ર] આત્મા પોતે સાક્ષી આપે છે કે આપણે ઈશ્વરનાં છોકરાં છીએ, હવે જો છોકરાં છીએ, તેઓ વારસ પણ છીએ. એટલે ઈશ્વરના વારસ છીએ, અને ખ્રિસ્તની સાથે વારસાના ભાગીદાર છીએ. તેમની સાથે મહિમા પામવાને માટે જો આપણે તેમની સાથે દુ:ખ સહન કરીએ તો.
Explore રોમનોને પત્ર 8:16-17
15
રોમનોને પત્ર 8:7
કારણ કે દૈહિક મન તે ઈશ્વર પર વૈર છે. કેમ કે તે ઈશ્વરના નિયમને આધીન નથી, અને થઈ શકતું પણ નથી.
Explore રોમનોને પત્ર 8:7
16
રોમનોને પત્ર 8:19
કેમ કે સૃષ્ટિની આતુરતા ઈશ્વરનાં છોકરાંના પ્રગટ થવાની વાટ જોયા કરે છે.
Explore રોમનોને પત્ર 8:19
17
રોમનોને પત્ર 8:22
કેમ કે આપણે જાણીએ છીએ કે અત્યાર સુધી સમગ્ર સૃષ્ટિ નિસાસા નાખીને પ્રસૂતિની વેદનાથી કષ્ટાય છે.
Explore રોમનોને પત્ર 8:22
Home
Bible
Plans
Videos