1
રોમનોને પત્ર 4:20-21
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હા, ઈશ્વરનું વચન ધ્યાનમાં રાખીને, તેણે અવિશ્વાસથી સંદેહ આણ્યો નહિ, પણ ઈશ્વરને મહિમા આપીને, તથા જે વચન તેમણે તેને આપ્યું હતું તે પૂરું કરવાને પણ તે સમર્થ છે, એવો પૂરો ભરોસો રાખીને તે વિશ્વાસમાં દઢ રહ્યો.
Compare
Explore રોમનોને પત્ર 4:20-21
2
રોમનોને પત્ર 4:17
ઈશ્વર જે મૂએલાંઓને સજીવન કરનાર છે, અને જે નથી તે જાણે કે હોય એવું પ્રગટ કરનાર છે, અને જેમના પર ઇબ્રાહિમે વિશ્વાસ કર્યો, તેમની આગળ તે આપણા સર્વનો પૂર્વજ છે (જેમ લખેલું છે, “મેં તને ઘણી પ્રજાઓનો પૂર્વજ બનાવ્યો છે” તેમ.)
Explore રોમનોને પત્ર 4:17
3
રોમનોને પત્ર 4:25
તેમને આપણા અપરાધોને લીધે પરાધીન કરવામાં આવ્યા, અને આપણા ન્યાયીકરણને માટે તેમને પાછા ઉઠાડવામાં આવ્યા.
Explore રોમનોને પત્ર 4:25
4
રોમનોને પત્ર 4:18
તેણે આશાનું સ્થાન ન છતાં આશાથી વિશ્વાસ રાખ્યો કે, આપેલા વચન પ્રમાણે ‘તારો વંશ એવો થશે, ’ તે પ્રમાણે તે ઘણી પ્રજાઓનો પૂર્વજ થાય.
Explore રોમનોને પત્ર 4:18
5
રોમનોને પત્ર 4:16
અને તે વચન કૃપાથી થાય અને બધા વંશજોને માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને જ માટે અચૂક થાય, એટલે માત્ર જેઓ નિયમ પાળનાર છે તેઓને જ માટે નહિ, પણ જેઓ ઇબ્રાહિમના વિશ્વાસના છે, તેઓને માટે પણ [અચૂક] થાય; એ માટે તે [વચન] વિશ્વાસથી [પ્રાપ્ત થાય] છે.
Explore રોમનોને પત્ર 4:16
6
રોમનોને પત્ર 4:7-8
“જેઓના અપરાધ માફ થયા છે, અને જેઓનાં પાપ ઢંકાયાં છે, તેઓને ધન્ય છે. જેને લેખે પ્રભુ પાપ નહિ ગણે તે માણસને ધન્ય છે.”
Explore રોમનોને પત્ર 4:7-8
7
રોમનોને પત્ર 4:3
કેમ કે ધર્મશાસ્ત્ર શું કહે છે? [તે કહે છે કે,] ‘ઇબ્રાહિમે ઈશ્વર પર વિશ્વાસ કર્યો, અને તે [વિશ્વાસ] તેને માટે ન્ચાયીપણાને અર્થે ગણવામાં આવ્યો.
Explore રોમનોને પત્ર 4:3
Home
Bible
Plans
Videos