તે કારણથી ઈશ્વરે તેઓને અધમ મનોવિકારોને સ્વાધીન કર્યા. કેમ કે તેઓની સ્ત્રીઓએ સ્વાભાવિક વ્યવહારને બદલે અસ્વાભાવિક [વ્યવહાર] કર્યો. એમ જ પુરુષો પણ સ્ત્રીઓ સાથેના સ્વાભાવિક વ્યવહાર તજીને, પોતાની દુર્વાસનાઓથી પરસ્પર કામાતુર બન્યા, એટલે પુરુષે પુરુષની સાથે અનુચિત કામ કરીને તેઓએ પોતાની ભૂલનું યોગ્ય ફળ પોતાને [શરીરે] ભોગવ્યું.
ઈશ્વરનું જ્ઞાન [મનમાં] રાખવાનું તેઓને ગમ્યું નહિ, માટે જે ઉચિત નથી, એવાં કામ કરવાને માટે ઈશ્વરે તેઓને ભ્રષ્ટ બુદ્ધિને [સ્વાધીન] કર્યા.