છ વાનાં યહોવા ધિક્કારે છે;
હા, સાત વાનાં પ્રભુને કંટાળો
ઉપજાવે છે:
એટલે ગર્વિષ્ઠ આંખો,
જૂઠાબોલી જીભ,
નિર્દોષ લોહી વહેવડાવનાર હાથ;
દુષ્ટ તરંગો રચનાર હ્રદય,
નુકસાન કરવાને
દોડી જનાર જલદ પગ;
અસત્ય ઉચ્ચારનાર જૂઠો સાક્ષી,
અને ભાઈઓમાં કુસંપનું
બીજ વાવનાર.