1
યશાયા 62:4
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
તું ફરીથી ‘તજેલી’ કહેવાશે નહિ; તેમ તારો દેશ ફરીથી ‘ઉજ્જડ’ કહેવાશે નહિ; કેમ કે તું ‘હેફસીબા’ (મારો આનંદ) કહેવાઈશ, ને તારો દેશ ‘બેઉલાહ’ (વિવાહિત) કહેવાશે; કેમ કે યહોવા તારા પર પ્રસન્ન છે, ને તારા દેશનાં લગ્ન થશે.
Compare
Explore યશાયા 62:4
2
યશાયા 62:6-7
હે યરુશાલેમ, મેં તારા કોટ ઉપર ચોકીદારો મૂક્યા છે. તેઓ આખો દિવસ તથા આખી રાત કદી શાંત રહેશે નહિ. યહોવાને યાદ દેવડાવનારાઓ, તમારે વિશ્રામ લેવો નહિ. તે યરુશાલેમને સ્થાપે, ને પૃથ્વી પર તેને સ્તુત્ય કરે, ત્યાં સુધી પ્રભુને વિશ્રામ આપવો નહિ.
Explore યશાયા 62:6-7
3
યશાયા 62:3
તું યહોવાના હાથમાં શોભાયમાન તાજ, ને તારા ઈશ્વરની હથેલીમાં રાજમુગટ થઈશ.
Explore યશાયા 62:3
4
યશાયા 62:5
જેમ જુવાન કુંવારીને પરણે છે, તેમ તારા દીકરા તને પરણશે; અને જેમ વર કન્યાથી હરખાય છે, તેમ તારો ઈશ્વર તારાથી હરખાશે.
Explore યશાયા 62:5
Home
Bible
Plans
Videos