આરંભથી પરિણામ જાહેર કરનાર, તથા
જે થયું નથી તેની પુરાતન કાળથી
ખબર આપનાર હું છું.
મારો સંકલ્પ દઢ રહેશે, ને મારા સર્વ
ઈરાદા હું પૂરા કરીશ.
પૂર્વથી ગીધ પક્ષીને, એટલે દૂર દેશથી
મારા સંકલ્પને સિદ્ધ કરનાર પુરુષને,
હું બોલાવનાર છું; હું બોલ્યો છું,
અને તે પાર પણ પાડીશ;
મેં ધારણા કરી છે, તે હું પૂરી કરીશ.