1
યશાયા 45:3
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
હું તને અંધકારમાં રાખેલા ખજાના તથા ગુપ્ત સ્થળમાં છુપાવેલું દ્રવ્ય આપીશ, જેથી તું જાણે કે હું તારું નામ લઈને તને બોલાવનાર ઇઝરાયલનો ઈશ્વર યહોવા છું.
Compare
Explore યશાયા 45:3
2
યશાયા 45:2
[વળી યહોવા તેને એવું કહે છે કે,] “હું તારી આગળ જઈશ, ને ટીંબાટેકરાને સપાટ કરીશ; હું પિત્તળના દરવાજાના કકડેકકડા કરી નાખીશ, ને લોઢાથી ભૂંગળોને કાપી નાખીશ!
Explore યશાયા 45:2
3
યશાયા 45:5-6
હું જ યહોવા છું, ને બીજો કોઈ નથી. મારા સિવાય કોઈ ઈશ્વર નથી; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ હું તારી કમર બાંધીશ. એથી તેઓ જાણે કે ઉગમણથી તે આથમણ સુધી મારા વિના કોઈ નથી; હું જ યહોવા છું, ને બીજો કોઈ નથી.
Explore યશાયા 45:5-6
4
યશાયા 45:7
પ્રકાશનો કર્તા, અંધકારનો ઉત્પન્ન કરનાર, શાંતિ કરનાર ને સંકટ લાવનાર; હું યહોવા એ સર્વનો કરનાર છું.
Explore યશાયા 45:7
5
યશાયા 45:22
હે પૃથ્વીના છેડા સુધીના સર્વ લોકો, મારી તરફ ફરો, ને તારણ પામો; કેમ કે હું ઈશ્વર છું, ને બીજો કોઈ નથી.
Explore યશાયા 45:22
6
યશાયા 45:1
યહોવા કહે છે, “કોરેશ મારો અભિષિક્ત છે, તેની આગળ દેશોને તાબે કરવા માટે મેં તેનો જમણો હાથ પકડી રાખ્યો છે, તેની આગળ હું રાજાઓની કમરો ઢીલી કરી નાખીશ; જેથી દરવાજા ખૂલી જશે, ને દ્વારો બંધ કરવામાં આવશે નહિ.”
Explore યશાયા 45:1
7
યશાયા 45:23
મેં મારા પોતાના સમ ખાધા છે, ફરે નહિ એવું ન્યાયી વચન મારા મુખમાંથી નીકળ્યું છે કે, મારી આગળ સર્વ લોકો ઘૂંટણે પડશે, ને સર્વ જીભ સમ ખાશે.
Explore યશાયા 45:23
8
યશાયા 45:4
મારા સેવક યાકૂબને લીધે, ને મારા પસંદ કરેલા ઇઝરાયલને લીધે, મેં તો તારું નામ લઈને તને બોલાવ્યો છે; જો કે તેં મને ઓળખ્યો નથી, તોપણ મેં તને અટક આપી છે.
Explore યશાયા 45:4
Home
Bible
Plans
Videos