કારણ કે એક વાર ન્યાયીપણાનો માર્ગ જાણ્યા પછી તેઓને જે પવિત્ર આજ્ઞા આપવામાં આવી તેથી પાછા ફરવું, એ કરતાં તેઓ તે [માર્ગ] વિષે અજાણ્યા રહ્યા હોત તો સારું હોત. પણ “કૂતરું પોતાની ઓક તરફ, અને ધોયેલી ભૂંડણ કાદવમાં આળોટવા માટે પાછાં જાય છે, ” આ કહેવત તો ખરી છે, અને તે પ્રમાણે તેઓનું [વર્તન] થયું છે.