1
પિતરનો બીજો પત્ર 1:3-4
પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)
એમણે પોતાના મહિમા વડે તથા સાત્વિકતાથી આપણને બોલાવ્યા, એમને ઓળખવાથી તેમના ઈશ્વરી સામર્થ્યે આપણને જીવન તથા ભક્તિભાવને લગતાં સર્વ વાનાં આપ્યાં છે. તેનાથી તેમણે આપણને મૂલ્યવાન તથા અતિશય મોટાં વચનો આપ્યાં છે. જેથી તેઓ દ્વારા જગતમાંની જે દુર્વાસનાથી દુષ્ટતા થાય છે, તેથી છૂટીને ઈશ્વરી સ્વભાવના ભાગીદાર તમે થાઓ.
Compare
Explore પિતરનો બીજો પત્ર 1:3-4
2
પિતરનો બીજો પત્ર 1:5-7
એ જ કારણ માટે સંપૂર્ણ પરિશ્રમ કરીને તમે પોતાના વિશ્વાસની સાથે ચારિત્ર, ને ચારિત્રની સાથે જ્ઞાન ને જ્ઞાનની સાથે સંયમ, ને સંયમની સાથે ધીરજ, ને ધીરજની સાથે ભક્તિભાવ, ને ભક્તિભાવની સાથે બંધુપ્રેમ, ને બંધુપ્રેમની સાથે પ્રેમ જોડી દો.
Explore પિતરનો બીજો પત્ર 1:5-7
3
પિતરનો બીજો પત્ર 1:8
કેમ કે જો એ સર્વ તમારામાં હોય તથા તેઓની વૃદ્ધિ થાય, તો તેઓ આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના જ્ઞાન વિષે તમને આળસુ તથા નિષ્ફળ થવા દેશે નહિ.
Explore પિતરનો બીજો પત્ર 1:8
4
પિતરનો બીજો પત્ર 1:10
એ માટે, ભાઈઓ, તમને [મળેલું] તેડું તથા [પ્રભુએ કરેલી] તમારી પસંદગી નક્કી કરવા માટે વિશેષ યત્ન કરો; કેમ કે જો તમે એવું કરો તો તમે કદી ઠોકર ખાશો નહિ.
Explore પિતરનો બીજો પત્ર 1:10
Home
Bible
Plans
Videos