ઉત્પત્તિ 10
10
નૂહના દિકરાઓના વંશજો
(૧ કાળ. ૧:૫-૨૩)
1અને નૂહના દિકરા શેમ, હામ અને યાફેથ તેઓની વંશાવળી આ છે: અને જળપ્રલય પછી તેઓને દિકરા થયા.
2યાફેથના દિકરા : ગોમેર તથા માગોગ તથા માદાય તથા યાવાન તથા તુબાલ તથા મેશેખ તથા તીરાસ. 3અને ગોમેરના દિકરા : આસ્કનાજ તથા રીફાથ તથા તોગાર્મા. 4અને યાવાનના દિકરા : એલિશા તથા તાર્શીશ, કિત્તીમ તથા દોદાનીમ. 5તેઓથી વિદેશીઓના ટાપુ, તેઓના દેશોમાં સૌ સૌની ભાષા પ્રમાણે, તેઓનાં કુટુંબો પ્રમાણે, તેઓના લોકો પ્રમાણે, વહેંચાયા હતા.
6અને હામના દિકરા : ક્રૂશ તથા મિસરાઇમ તથા પૂટ તથા કનાન. 7અને કૂશના દિકરા : સબા તથા હવિલા તથા સાબ્તા તથા રામા તથા સાબ્તેકા; અને રામાના દિકરા : શબા તથા દદાન. 8અને કૂશથી નિમ્રોદ થયો; તે પૃથ્વી પર બળવાન થવા લાગ્યો. 9તે યહોવાની આગળ બળવાન શિકારી થયો; એ માટે કહેવાય છે કે, ‘યહોવાની આગળ નિમ્રોદ સરખો બળવાન શિકારી.’ 10અને તેના રાજ્યનો આરંભ શિનઆર દેશનાં બાબિલ તથા એરેખ તથા આક્કાદ તથા કલ્નેહ હતાં. 11એ દેશમાંથી તે આશૂરમાં ગયો, ને નિનવે તથા રેહોબોથ-ઈર તથા કાલા, 12ને નિનવે તથા કાલાની વચમાં રેસેન (આ તો મોટું નગર હતું), તે સર્વ તેણે બાંધ્યાં. 13અને લૂદીમ તથા અનામીમ તથા લહાબીમ તથા નોફતુહીમ, 14તથા પાથરુસીમ તથા કોસ્લુહીમ, (જયાંથી પલિસ્તીઓ નીકળી ગયા) તથા કાફતોરીમ-એ બધાએ મિસરાઈમથી થયા.
15અને કનાનને પહેલો દીકરો સિદોન થયો, ને પછી હેથ. 16વળી યબૂસી તથા અમોરી તથા ગિર્ગાશી; 17તથા હિવ્વી તથા આરકી તથા સીની; 18તથા આરવાદી તથા સમારી તથા હમાથી. અને ત્યાર પછી કનાનીઓનાં કુટુંબોનો વિસ્તાર ફેલાયો. 19અને કનાનીઓની સીમ સિદોનથી ગેરાર જતાં ગાઝા સુધી, ને સદોમ તથા ગમોરા તથા આદમા તથા સબોઇમ જતાં લાશા સુધી હતી. 20આ પ્રમાણે, તથા પોતપોતાની ભાષા પ્રમાણે, પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકોમાં છે.
21અને શેમ હેબેરના બધા પુત્રોનો પૂર્વજ, અને જે યાફેથનો વડો ભાઈ હતો, તેને પણ સંતાન થયાં. 22શેમના દિકરા : એલામ તથા આશૂર તથા આર્પાકશાદ તથા લૂદ તથા અરામ. 23અને અરામના દિકરા : ઉસ તથા હૂલ તથા ગેથેર તથા માશ. 24અને આર્પાકશાદથી શેલા થયો; અને શેલાથી હેબેર થયો. 25નેઅ હેબેરને બે દિકરા થયા : એકનું નામ પેલેગ [એટલે વિભાગ] , કેમ કે તેના દિવસોમાં પૃથ્વીના વિભાગ થયા; અને તેના ભાઈનું નામ યોકટાન હતું. 26અને યોકટાનથી આલ્મોદાદ તથા શેલેફ તથા હસાર્માવેથ તથા યેરા, 27તથા હદોરામ તથા ઉઝાલ તથા દિક્લા, 28તથા ઓબાલ તથા અબિમાએલ તથા શબા, 29તથા ઓફીર તથા હવીલા તથા યોબાબ થયા, એ સર્વ યોકટાનના દિકરા હતા. 30અને મેશાથી જતાં સફાર જે પૂર્વનો પહાડ છે, ત્યાં સુધી તેઓનું રહેઠાણ હતું. 31આ પ્રમાણે શેમના દિકરા પોતપોતાનાં કુટુંબો પ્રમાણે, તથા પોતપોતાની ભાષા પ્રમાણે, પોતપોતાના દેશોમાં તથા પોતપોતાના લોકો પ્રમાણે છે.
32પોતાની પેઢી પ્રમાણે, પોતપોતાના લોકોમાં એ નૂહના દિકરાઓનાં કુટુંબો છે; અને તેઓથી જળપ્રલય પછી, પૃથ્વી પરના લોકોના વિભાગ થયા.
Tans Gekies:
ઉત્પત્તિ 10: GUJOVBSI
Kleurmerk
Deel
Kopieer

Wil jy jou kleurmerke oor al jou toestelle gestoor hê? Teken in of teken aan
Gujarati OV Reference Bible - પવિત્ર બાઇબલ
Copyright © Bible Society of India, 2016.
Used by permission. All rights reserved worldwide.