માથ્થી 3

3
યોહાન બાપ્તીસ્મો આપનારો
(માર્ક. 1:1-8; લુક. 3:1-18; યોહ. 1:19-28)
1તીયા દિહુમે યોહાન બાપ્તીસ્મો દેનારો આવીને, યહુદીયા વિસ્તારુ હુના જાગામે ઓ પ્રચાર કેરા લાગ્યો: 2“પાસ્તાવો કેરા; કાહાકા હોરગા રાજ્યો પાહી આલોહો.” 3ઓ તોજ હાય જીયા વિશે યશાયા ભવિષ્યવક્તાહા આખલો:
“હુના જાગામે એક બોમબ્લુનારા આવાજ કેહે,
કા પરમેહેરુ વાટ તીયાર કેરા,
તીયા રસ્તા સીદા કેરા.”
4યોહાન ઉટુ રુગાહા વીહિલે સાદારણ પોતળે પોવતલો, આને તીયા કંબરુમે ચાંબળા પોટ્ટો બાંદલો આથો, તીયા ખાવુલો ટીડે આને જંગલુમેને મોદ આથો. 5તાંહા યરુશાલેમ શેહેરુ, આને બાદાજ યહુદીયા વિસ્તારુ, આને યર્દનુ ખાડી જાગ-જાગર્યા ગાંવુમેને બાદા વિસ્તારુ માંહે તીયા પાહી આલે. 6આને તીયા લોકુહુ પોતા પાપ કબુલ કીને યર્દન ખાડીમે યોહાનુ આથુકી બાપ્તીસ્મો લેદો.
7જાંહા યોહાનુહુ ફોરોશી લોકુ ટોલા આને સદુકી લોકુ ટોલા લોકુહુને પોતા પાહી બાપ્તીસ્મો લાંઅ આવતા દેખીને તીયાહાને આખ્યો, “તુમુહુ જેરુવાલા હાપળા હોચે ખારાબ હાય! તુમા ઓ વિચાર કેરુલો ગલત હાય કા, આને બાપ્તીસ્મો લીને પરમેહેરુ દંડુકી વાચાય જાંઅ ખાતુર તુમનેહે કેડાહા ચેતવણી આપીહી?” 8તીયા ખાતુર પસ્તાવો કેરા, આને પોતે હારો કામકીને દેખાવા, 9આને તુમુહુ પોત-પોતા મનુમે એહકી માંઅ વિચારહા કા “આમા બાહકો ઇબ્રાહીમુ હાય” કાહાલ કા આંય તુમનેહે આખુહુ કા પરમેહેર ઇબ્રાહીમુ ખાતુર ઈયા ડોગળામેને પોયરે પેદાકી સેકેહે. 10પરમેહેર તીયા માંહા હોચે હાય જો કુવાળાલે લીને તીયા ચાળવા મુલાહાને વાડા ખાતુર તીયાર હાય, જે હારે ફલ નાહ દેતો, તીયાહાને વાડીને આગીમે ટાકી દેવાહે.
11“આંય તા પાંયુકી તુમનેહે પસ્તાવો કેરુલો બાપ્તીસ્મો દિહુ, પેન જો માઅ બાદ આવનારો હાય, તોઅ માઅ કેતા માહાન હાય; માંય તા તીયા ચાપલે વીસા બી યોગ્યો નાહ, તોઅ તુમનેહે પવિત્રઆત્મા આને આગીકી બાપ્તીસ્મો દી. 12તીયા હુપળો તીયા આથુમે હાય, તીયાકી અનાજુલે પુમઠામેને અલગ કેરી, આને સાફ કેલા દાણાહાને પોતા કોઠારુમે પોરી, આને પુમઠાલે (કુટારાલે) તીયુ આગીમે બાલી દી, જે કીદીહીજ ઉલાનારી નાહ.”
યોહાનુકી ઇસુ બાપ્તીસ્મો લેહે
(માર્ક. 1:9-11; લુક. 3:21,22; યોહ. 1:31-34)
13તીયા સમયુલે ઇસુ ગાલીલ વિસ્તારુમેને યર્દન ખાડીમે યોહાનુ પાહી બાપ્તીસ્મો લાંઅ ખાતુર આલો. 14પેન યોહાન ઇસુલે એહકી આખીને ઓટકાવા લાગ્યો કા, “માને તા તોઅ આથુકી બાપ્તીસ્મો લેવુલી જરુર હાય, આને તુ માંઅ હી આલોહો?” 15ઇસુહુ યોહાનુલે જવાબ દેદો કા, “આમી માને બાપ્તીસ્મો લી લાંઅ દેઅ, કાહાલ કા આપનેહે ઇયુજ રીતી બાદો ન્યાયપણો પુરો કેરુલો જરુર હાય” તાંહા યોહાનુહુ ઇસુ ગોઠ માની લેદી. 16આને ઇસુ યોહાનુ આથુકી બાપ્તીસ્મો લીને પાંયુમેને બારે આલો, આને તીયાજ સમયુલે તીયા માટે જુગ ખુલી ગીયો; આને તીયાહા પરમેહેરુ પવિત્રઆત્માલે કબુતરુ હોચે ઉત્તા આને પોતા ઉપે આવતો દેખ્યો. 17આને જુગુમેને પરમેહેર બાહકો ગોગ્યો, કા “ઓ માઅ પસંદ કેલો મેરાલો પોયરો હાય, તીયાકી આંય ખુબ ખુશ હાય.”

Okuqokiwe okwamanje:

માથ્થી 3: DUBNT

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume

Videos for માથ્થી 3