ઉત્પત્તિ 15

15
ઘ્ર્ેવનો ઇબ્રામ સૅંથેનો કરાર
1આ બધી ઘટનાઓ થઈ ગયા પછી એક દર્શનમાં ઇબ્રામને યહોવાની વાણી સંભળાઈ, દેવે કહ્યું, “ઇબ્રામ, ડરીશ નહિ ઇબ્રામ, હું તારી ઢાલ છું. હું તારું રક્ષણ કરીશ અને હું તને એક મોટો પુરસ્કાર આપીશ.”
2પરંતુ ઇબ્રામે કહ્યું, “હે યહોવા દેવ, એવું કશું જ નથી, જે તું મને આપશે અને તે મને પ્રસન્ન કરશે. કારણ કે માંરે પુત્ર નથી. હું તો આ વાંઝિયામહેણું લઈને જાઉં છું. અને માંરો દાસ અલીએઝેર દમસ્કનો છે, તે માંરા અવસાન બાદ માંરો વારસદાર થશે ને, તેને જ માંરું બધું મળશે.” 3ઇબ્રામે કહ્યું, “તું જ જોને, તેં મને કંઇ સંતાન આપ્યું નથી એટલે માંરા ઘરમાં જન્મેલો કોઇ ગુલામ માંરો વારસદાર થશે.”
4પછી યહોવાએ ઇબ્રામ સાથે વાતો કરી. દેવે કહ્યું, “તમાંરી માંલમિલકત તમાંરો આ દાસ નહિ મેળવે. તને એક પુત્ર થશે, ને તે જ તારી માંલમિલકત પ્રાપ્ત કરશે.”
5પછી દેવ ઇબ્રામને બહાર લઈ ગયા. દેવે કહ્યું, “આકાશને જો, અસંખ્ય તારાઓને જો, એ એટલા બધા છે કે, તું ગણી શકે નહિ. ભવિષ્યમાં તારું કુટુંબ આટલું મોટું થશે.”
6ઇબ્રામે દેવ પર વિશ્વાસ કર્યો અને દેવે એને તેના ન્યાયીપણા તરીકે, સ્વીકાર્યું. 7દેવે ઇબ્રામને કહ્યું, “હું જ એ યહોવા છું જે તને આ ભૂમિનો માંલિક બનાવવા માંટે ખાલદીઓના ઉર શહેરમાંથી લઈ આવ્યો છું.”
8પરંતુ ઇબ્રામે કહ્યું, “હે યહોવા, માંરા માંલિક, માંરે કેવી રીતે વિશ્વાસ કરવો કે, આ પ્રદેશ મને જ મળશે?”
9પછી દેવે ઇબ્રામને કહ્યું, “આપણે એક કરાર કરીશું. માંરી આગળ એક ત્રણ વર્ષની બકરી, એક ત્રણ વર્ષની ગાય, એક ત્રણ વર્ષનો ઘેટો, એક હોલો અને એક કબૂતરનું બચ્ચું લઈ આવ.”
10ઇબ્રામ એ બધી વસ્તુઓ દેવની પાસે લાવ્યો. અને ઇબ્રામે તે પ્રાણીઓને માંરી નાખ્યાં. અને દરેકના વચ્ચેથી કાપીને તેણે બબ્બે ટુકડા કર્યા અને ટુકડાઓ સામસામે ગોઠવ્યા; પરંતુ પક્ષીઓને તેણે કાપ્યા નહિ. 11થોડા સમય પછી એ માંસાહારી પક્ષીઓ વેદી પર ચઢાવેલા મૃત પ્રાણીઓને ખાવા માંટે તૂટી પડયા. પણ ઇબ્રામે તેમને ઉડાડી મૂકયાં.
12પછી સૂરજ આથમતી વખતે ઇબ્રામ ભર ઊંઘમાં પડયો. ઘનઘોર અંધકાર એને ચારેબાજુથી ઘેરી વળ્યો. 13ત્યારે યહોવાએ ઇબ્રામને કહ્યું, “તારે એ બાબતો જાણી લેવી જોઈએ. તારા વંશજો વિદેશી બની જશે અને તેઓ એવા દેશમાં જશે જે એમનો નહિ હોય. તેઓ ત્યાં ગુલામ બનશે. 400 વર્ષ સુધી તેમના પર ભારે અત્યાચારો થશે. 14હું તે રાષ્ટનો ન્યાય કરીશ અને તેમને સજા કરીશ અને પાછળથી તેઓ ઘણી માંલમિલકત લઈને ત્યાંથી બહાર નીકળશે.
15“તું ઘણું લાંબુ આયુષ્ય ભોગવીશ. તું શાંતિથી મૃત્યુ પામીશ અને તને તારા પૂર્વજોની સાથે દફનાવવામાં આવ્યો હશે. 16ચાર પેઢીઓ પછી તારા વંશજો આ પ્રદેશમાં પાછા આવશે. તે સમયે તમાંરા લોકો અમોરીઓને હરાવશે. અહીં રહેનારા અમોરીઓને સજા કરવા માંટે હું તમાંરા લોકોનો જ ઉપયોગ કરીશ. આ ઘટના ભવિષ્યમાં બનશે કારણ કે અમોરીઓના પાપનો ઘડો હજુ ભરાયો નથી.”
17જયારે સૂર્યાસ્ત થયો અને ગાઢ અંધકાર આજુબાજુ બધેય છવાઈ ગયો, ત્યારે પણ મૃત પ્રાણીઓ જમીન પર પડેલાં હતાં, તે પ્રત્યેક પ્રાણી બે ટુકડાઓમાં કપાયેલા હતાં. તે વખતે એક ધુમાંડાનો સ્તંભ અને અગ્નિની મશાલ પ્રાણીઓના બે ભાગ વચ્ચે થઈને પસાર થઈ.
18આ રીતે તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો કે, “હું મિસરની નદીથી મહા નદી ફાત સુધીનો આખો પ્રદેશ – 19એટલે કે, કેનીઓ, કનિઝીઓ, કાદમોનીઓ, 20હિત્તીઓ, પરિઝીઓ, રફાઈઓ, 21અમોરીઓ, કનાનીઓ, ગિર્ગાશીઓ અને યબૂસીઓનો પ્રદેશ તારા વંશજોને આપું છું. આમ, યહોવાએ ઇબ્રામને કહ્યું.”

Qhakambisa

Dlulisela

Kopisha

None

Ufuna ukuthi okuvelele kwakho kugcinwe kuwo wonke amadivayisi akho? Bhalisa noma ngena ngemvume