YouVersion 標識
搜索圖示

માથ્થી 4

4
ઈસુનું પરીક્ષણ
(માર્ક 1:12-13; લૂક 4:1-13)
1તઈ ઈ વખતે પવિત્ર આત્મા ઈસુને વગડામાં લય ગયો, જેથી શેતાનથી એનું પરીક્ષણ થાય, ઈ હાટુ સ્યાલીસ રાત અને દિવસ હુધી ઉપવાસમાં રયા, તઈ એને ભૂખ લાગી. 2ઈસુ સ્યાલીસ રાત અને દિવસ, ખાધા વગર રયો, પછી એને ભૂખ લાગી. 3તઈ શેતાને એની પાહે આવીને કીધુ કે, “જો તુ પરમેશ્વરનો દીકરો હોય તો, હુકમ કર કે, આ પાણો રોટલી થય જાય.” 4પણ એણે જવાબ દીધો કે, “આમ શાસ્ત્રમાં લખેલુ છે કે,
માણસ ખાલી રોટલીથી નય,
પણ દરેક વચનથી જે પરમેશ્વરનાં મોઢામાંથી નીકળે છે, એને માનીને, એનાથી જીવશે.”
5તઈ શેતાન એને પવિત્ર શહેર યરુશાલેમમાં લય ગયો, અને એને મંદિરની ટોસ ઉપર ઉભો કરયો. 6અને શેતાને ઈસુને કીધુ કે,
“જો તું પરમેશ્વરનો દીકરો હોય, તો પોતાની જાતને નીસે પછાડી દે;
કેમ કે એમ શાસ્ત્રમાં લખેલુ છે
કે, તારા વિષે પોતાના સ્વર્ગદુતને
આજ્ઞા આપશે, અને તેઓ એને
હાથો હાથ પકડી લેહે; કાક એવું થાય કે, તારા પગને
પાણા હારે ઠેહ નો લાગે.”
7ઈસુએ એને કીધુ કે, “શાસ્ત્રમાં ઈ હોતન લખેલુ છે કે, તું પરભુ, તારા પરમેશ્વરની પરીક્ષા નો લે.” 8ફરીને શેતાન એને એક બોવ જ ઉસા ડુંઘરા ઉપર લય ગયો અને જગતના બધા રાજ્યો અને એની માલ મિલકત બતાવી. 9એણે ઈસુને કીધુ કે, “આ બધુય હું તને આપી દેય, જો તું મારા પગમાં પડીને મને પરણામ કરય, તો હું આ બધુય તને આપી દેય.” 10તઈ ઈસુએ એને કીધુ કે, “અરે શેતાન આઘો જા કારણ કે, શાસ્ત્રમાં લખેલુ છે કે, તુ પરભુ તારા પરમેશ્વરને જ પરણામ કર, અને ખાલી એની જ સેવા કર.” 11તઈ શેતાન એને છોડીને વયો ગયો, અને સ્વર્ગદુતો આવીને ઈસુની સેવા કરવા લાગ્યા.
ગાલીલમાં ઈસુના સેવાના કામો
(માર્ક 1:14-15; લૂક 4:14-15)
12જઈ એણે હાંભળ્યું કે, યોહાનને જેલખાનામાં નાખી દીધો, તઈ ઈસુ ગાલીલ જિલ્લામાં વયો ગયો. 13અને નાઝરેથ ગામ મુકીને કપરનાહૂમ શહેરમાં ગાલીલના દરિયાના કાઠે જે ઈ જગ્યામાં હતું જ્યાં ઝબુલોનના અને નફતાલીના કુળના રેતાતા ન્યા જયને ઈ રેવા લાગ્યો 14આ ઈ હાટુ થયુ કે, યશાયા આગમભાખીયા દ્વારા જે કેવામાં આવ્યું હતું ઈ પુરૂ થાય.
15ઝબુલોન પરદેશના નફતાલીના પરદેશના, યર્દન નદીની ઓલા કાંઠે, એટલે બિનયહુદીઓના ગાલીલના દરિયાની પાહેના.
16જે લોકો અંધકારમાં જીવતા હતાં, તેઓએ મોટુ અંજવાળું જોયું અને ઈ વિસ્તારમાં અને મોતની છાયામાં જેઓ બેઠેલા હતાં એની ઉપર અંજવાળું પરકાશું.
17ઈ જ વખતે ઈસુએ પરચાર કરતાં એમ કીધુ કે, “તમારા પાપનો પસ્તાવો કરો કેમ કે, સ્વર્ગનું રાજ્ય ઢુંકડુ આવી ગયુ છે.”
ઈસુ દ્વારા કેટલાક ગમાડેલા ચેલાઓની પસંદગી
(માર્ક 1:16-20; લૂક 5:1-11)
18એક દિવસ જઈ ઈસુ ગાલીલ દરિયાના કાઠે હાલતોતો, તઈ એણે બે ભાઈઓને જોયા, એટલે કે સિમોન કે જે પિતર કેવાય છે, અને એનો નાનો ભાઈ આંદ્રિયાને દરિયામાં જાળ નાખતા જોયા, કેમ કે તેઓ માછલીઓ પકડનારા હતા. 19અને ઈસુએ તેઓને કીધુ કે, “મારી વાહે આવો અને મારા ચેલા બનો, અને હું તમને આ શિખવાડય કે લોકોને કેવી રીતે મારા ચેલા બનાવવા.” 20તેઓએ તરત જ માછલીઓ પકડવાનું છોડી દીધુ અને ઈસુના ચેલા બની ગયા. 21અને ન્યાથી આગળ વધીને ઈસુએ બે માણસોને જોયા ઝબદીના દીકરાઓ યાકુબ અને એનો ભાઈ યોહાનના પોતાના બાપ ઝબદીની હારે હોડી ઉપર પોતાની જાળો હરખી કરતાં હતા અને તેઓને પણ બોલાવા. 22તેઓ તરત જ હોડી અને પોતાના બાપ ઝબદીને મૂકીને ઈસુની હારે ગયા.
ઈસુ દ્વારા લોકોને હાજા કરવા
(લૂક 6:17-19)
23અને ઈસુ આખાય ગાલીલમાં ફરતો તેઓના યહુદી લોકોની પરસાર કરવાની જગ્યામાં પરચાર કરતો હતો, અને પરમેશ્વરનાં રાજ્યના હારા હમાસાર પરગટ કરતાં, અને લોકોમાં દરેક પરકારના રોગ અને દુખ મટાડતા. 24તઈ આખાય સિરિયા પરદેશમાં એનું નામ ફેલાય ગયુ, અને બધાય માંદાઓને, એટલે અનેક જાતના રોગીઓને અને પીડાતા લોકો અને ભૂત વળગેલાઓને અને વાયવાળાઓને અને પક્ષઘાતીઓને તેઓ ઈસુની પાહે લાવ્યા. અને એણે તેઓને હાજા કરયા. 25અને ગાલીલ જિલ્લામાંથી દશનગરથી યરુશાલેમ શહેર, યહુદીયા જિલ્લાના અને યર્દન નદીને ઓલે પારથી મોટા ટોળા એની વાહે ગયા.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入