YouVersion 標識
搜索圖示

માથ્થી 2

2
તારાઓ વિષે જાણનારા બુદ્ધિશાળીઓ ઈસુની મુલાકાતે
1ઈસુનો જનમ યહુદીયા દેશના બેથલેહેમ નગરમાં થયો ઈ વખતે, મહાન રાજા હેરોદ ન્યા રાજ કરતો હતો. ઈસુના જનમના થોડાક વખત પછી કેટલાક લોકો, જે તારાઓ વિષે જાણકાર હતા, તેઓ દુર ઉગમણી દિશાથી યરુશાલેમ શહેરમાં આવ્યા અને પુછયું કે, 2“ઈ બાળક ક્યાં છે? જે યહુદી લોકોનો રાજા બનવા હાટુ જનમો છે. એના જનમના વિષે બતાવનારા તારાને અમે અમારા દેશમાં જોયો અને યરુશાલેમમાં અમે એનું ભજન કરવા આવ્યા છયી.” 3જઈ રાજા હેરોદે ઈ હાંભળ્યું કે, લોકો આવું પૂછી રયા છે, તઈ ઈ બોવ જ ગભરાય ગયો અને યરુશાલેમના ઘણાય લોકો પણ ગભરાય ગયા. 4અને એણે બધાય લોકોના મુખ્ય યાજકે અને યહુદી નિયમના શિક્ષકોને ભેગા કરીને બધાયને પુછયું, “મસીહના જનમની જગ્યાની વિષે આગમભાખીયાઓ શું કેય છે?” 5તેઓએ એને કીધુ કે, “મસીહનો જનમ આ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરમાં થાહે કેમ કે, જે પરમેશ્વરે કીધું હતું, એના વિષે આગમભાખીયાઓએ બોવ પેલા લખુ હતું.”
6“ઓ યહુદીયા પરદેશના બેથલેહેમ નગરના લોકો! તું કોય પણ રીતે યહુદીઓના રાજ્યોમાંથી નાનું નથી; કેમ કે, તારામાંથી એક માણસનો દીકરો આગેવાન થાહે, જે અમારા ઈઝરાયલ દેશના લોકોનો પાળક બનશે.”
7તઈ હેરોદ રાજાએ ઈ જનમેલા બાળકની ઉમર જાણવા હાટુ બુદ્ધિશાળી માણસો જેવો તારાઓ વિષે જાણનારાઓને ખાનગીમાં બોલાવા અને તેઓને પૂછું કે, તારો ક્યાં વખત પેલા દેખાણો. 8અને એણે બુદ્ધિશાળી માણસોને બેથલેહેમમાં મોકલતા કીધુ કે, “જયને ઈ બાળક વિષે હરખી રીતે તપાસ કરો, અને જઈ ઈ મળી જાય, તો મારી પાહે પાછા આવો અને પછી જે કાય તમે જોયું છે ઈ મને બતાવો, જેથી હું પણ આવીને એનું ભજન કરૂ.” 9-10ઈ હાંભળા પછી, તેઓ હાલતા થય ગયા, અને મારગમાં તેઓએ ઈજ તારો જોયો જે તેઓએ ઉગમણી બાજુ જોયો હતો, જઈ તેઓએ એને જોયો, તો તેઓ બોવ રાજી થયા! આ તારો તેઓની આગળ-આગળ હાલ્યો જ્યાં હુધી કે, ઈ જગ્યા ઉપર નો ઉભો રયો જ્યાં બાળક હતો. 11તેઓએ ઘરમાં જયને બાળકને એની માં મરિયમની પાહે જોયો, પગમાં પડીને એનું ભજન કરયુ, પછી તેઓએ પોત પોતાની ઝોળીઓ ખોલીને, એણે હોનું, લોબાન અને બોળનો સડાવો કરયો, 12પરમેશ્વરે તેઓને સપનામાં સેતવણી આપી કે, હેરોદ રાજાની પાહે પાછુ જાવું નય, તેઓએ રાજાને જાણ નો કરી કે, તેઓ બીજા મારગે થયને પોતાના દેશમાં વયા ગયા.
મિસર દેશમાં ભાગી જાવું
13તેઓના પાછા ગયા પછી પરમેશ્વરનાં સ્વર્ગદુતે સપનામાં યુસફને દરશન આપીને કીધુ કે, ઉભો થા, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં ભાગી જા, હું તને નો કવ ન્યા હુધી ન્યા જ રેજે કેમ કે, આ બાળકને મારી નાખવા હાટુ હેરોદ રાજા એને ગોતે છે. 14તઈ યુસુફ ઈ રાતે જ ઉભો થયને, બાળકને અને એની માંને લયને મિસર દેશમાં હાલી નીકળ્યો. 15તેઓ હેરોદ રાજાનું મોત થાય ન્યા હુધી મિસર દેશમાં જ રે ઈ હાટુ, પરમેશ્વરે આગમભાખીયો હોશીયા દ્વારા બોવ પેલા કીધુ હતું, ઈ પુરૂ થયુ કે, “મિસર દેશમાંથી મે મારા દીકરાને બોલાવ્યો છે.”
હેરોદ રાજા દ્વારા નાના બાળકોને મરાવવા
16હેરોદ રાજાએ જઈ ઈ જાણું કે, બુદ્ધીશાળી માણસોએ એને દગો આપ્યો છે. તઈ ઈ ખુબજ ગુસ્સે થયો, એણે સિપાયોને બેથલેહેમ અને એની આજુ બાજુના બધાય વિસ્તારમાં મોકલા, જે બે વરહ અને એનાથી નાની ઉમરના બાળકો હતા તેઓને બધાયને મારી નાખે. ઈ એણે બુદ્ધીશાળી માણસોએ પેલીવાર તારા જોયાના આધારે કરયુ. 17આ ઈ હાટુ થયુ કે, જેથી શાસ્ત્રમાં યર્મિયા આગમભાખીયા દ્વારા પરમેશ્વરે જે કીધુ હતું, ઈ પુરૂ થાય.
18“રામામાં રોવાનો અને મોટા હોગ કરવાનો અવાજ હંભળાણો,”
રાહેલ પોતાના બાળકો હાટુ રોતીતી,
અને દિલાસો આપવાનો નકાર કરયો હતો કેમ કે, તેઓ બધાય મરી ગયા હતા.
મિસર દેશમાંથી પાછુ વળવું
19હેરોદ રાજાના મરયા પછી, યુસફ અને એનો પરિવાર હજી મિસર દેશમાં હતો, તઈ પરભુના સ્વર્ગદુતે યુસુફને સપનામાં પરગટ થયને, 20કીધુ કે, “ઉઠ, બાળક અને એની માંને લયને ઈઝરાયલ લોકોના દેશમાં વયો જા, કેમ કે, રાજા હેરોદ અને એના લોકો મરી ગયા છે, જે બાળકને મારી નાખવા માંગતા હતા.” 21યુસફ ઉઠયો, અને બાળક, અને એની માંને હારે લયને મિસર છોડી દીધું અને ઈઝરાયલ દેશમાં વયો ગયો. 22પણ જઈ યુસુફે આ હાંભળૂ કે, આર્ખિલાઉસ એના બાપ હેરોદના મોત પછી યહુદીયાની ઉપર રાજ કરે છે, તઈ ન્યા જાવાથી ઈ ગભરાણો, પછી સપનામાં પરમેશ્વરથી સેતવણી પામીને ગાલીલ પરદેશમાં વયો ગયો. 23અને ઈ નાઝરેથ નગરમાં જયને રયો, જેથી આગમભાખીયાઓનુ વચન પુરૂ થય હકે કે, ઈ નાઝારી કેવાહે.

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入