YouVersion 標識
搜索圖示

મત્તિ 3

3
યૂહન્ના બક્તિસ્મ આલવા વાળા નો પરસાર
(મર. 1:1-8; લુક. 3:1-18; યૂહ. 1:6-8; 15-34)
1ઘણં વરહં પસી ઇસુ હઝુ તક નાસરત ગામ મસ રેંતો હેંતો, હેંનં દાડં મ યૂહન્ના નામ નો એક માણસ ઝેંનેં મનખં બક્તિસ્મ આલવા વાળો કેંતં હેંતં, યહૂદિયા પરદેશ ની ઉજોડ જગ્યા મ આયો. 2યૂહન્નો એંમ પરસાર કરવા મંડ્યો, “પાપ કરવા નું બંદ કરો, કેંમકે હરગ નું રાજ ટીકે આવેંજ્યુ હે.” 3યૂહન્નો વેયોસ માણસ હે ઝેંના બારા મ યશાયાહ ભવિષ્યવક્તાવેં લખ્યુ હેંતું, ઉજોડ જગ્યા મ કુઈક પુંકાર પાડેંનેં કે હે કે, પ્રભુ નેં આવવા હારુ રસ્તો તિયાર કરો, અનેં હેંનં રસ્તં નેં હિદા કરો.
4ઇયો યૂહન્નો ઉંટ ન વાળં થકી બણાવેંલં સસરં સિસરં પેરતો હેંતો, અનેં પુંતાની કમર મ સામડા નો પટ્ટો પેરતો હેંતો. હેંનું ખાવાનું ટીડ અનેં વગડાઉ મોદ હેંતું. 5તર યરુશલેમ સેર અનેં યહૂદિયા પરદેશ, અનેં યરદન નદી ની આજુ-બાજુ ની ઘણી બદી જગ્યા ન મનખં નકળેંનેં યૂહન્ના કન આય. 6ઝર હેંનવેં પુંતાનં પાપં નેં કબુલ કર લેંદા તર યૂહન્નાવેં હેંનનેં યરદન નદી મ બક્તિસ્મ આલ્યુ.
7ઝર યૂહન્નાવેં ઘણં બદં ફરિસી ટુંળા ન મનખં અનેં સદૂકી ટુંળા ન મનખં નેં બક્તિસ્મ લેંવા હારુ પુંતાનેં કન આવતં ભાળ્ય તે હેંનનેં કેંદું, “હે જેર વાળા હાપ જીવં ભુંડં મનખોં, તમનેં કેંનેં સેતવણી આલી કે તમું પરમેશ્વર ના આવવા વાળા દંડ થી નાહો?” 8તમારા જીવન જીવવા ના તરિકા થકી સાબિત કરો કે તમવેં હાસેં ભુંડં કામં કરવં સુંડ દેંદં હે. 9પુંત-પુંતાના મન મ એંમ નહેં વિસારો કે ઇબ્રાહેંમ હમારો બાપ-દાદો હે એંતરે હારુ હમું દંડ થી બસેં જહું. હૂં તમનેં કેંવા માંગું હે કે પરમેશ્વર એંનં ભાઠં મહી હુંદો ઇબ્રાહેંમ હારુ બેંટા-બીટી પેદા કરેં સકે હે. 10ઝી પાપ કરવો બંદ નહેં કરતું હેંનં બદ્દનો નિયા કરવા હારુ હાવુ પરમેશ્વર તિયાર હે, ઠીક હીવીસ રિતી ઝેંમ ઝેંને-ઝેંને ઝાડેં તાજું ફળ નહેં લાગતું હેંનેં કાપેંનેં આગ મ નાખવા મ આવે હે.
11“હૂં તે તમનેં ખાલી પાણેં થકી બક્તિસ્મ આલું હે, ઇયુ નિશાની ના રુપ મ કે તમવેં પાપ કરવો સુંડ દેંદો હે. પુંણ ઝી મારી વાહે આવેં રિયો હે, વેયો મારી કરતં વદાર મહાન હે, વેયો એંતરો મહાન હે કે હૂં હેંનં કાહડં હુંદં તુંકવાનેં લાએંક નહેં. વેયો તમનેં પવિત્ર આત્મા અનેં આગ થકી બક્તિસ્મ આલહે. 12હેંનું હુપડું હેંના હાથ મ હે, અનેં વેયો પુંતાનું ખળું અસલ રિતી થી સાફ કરહે, અનેં પુંતાનં ગુંવં નેં તે કબલં મ ભેંગા કરહે, પુંણ ગોતા નેં હીની આગ મ બાળહે ઝી ઉંલાવાની નહેં.”
યૂહન્ના દુવારા ઇસુ નું બક્તિસ્મ
(મર. 1:9-11; લુક. 3:21-22; યૂહ. 1:31-34)
13હેંના ટાએંમેં ઇસુ ગલીલ પરદેશ થી યરદન નદી ની ધેડેં યૂહન્ના કનેં હેંનેં થકી બક્તિસ્મ લેંવા હારુ આયો. 14ઝર ઇસુવેં યૂહન્ના નેં કેંદું કે મનેં બક્તિસ્મ આલ, તે યૂહન્નો એંમ કેં નેં ઇસુ નેં રુંકવા મંડ્યો, “મારે તે તારા હાથ થી બક્તિસ્મ લેંવાની જરુરત હે, અનેં તું મારી કનેં બક્તિસ્મ લેંવા હારુ આયો હે?” 15ઇસુવેં યૂહન્ના નેં એંમ જવાબ આલ્યો, “હાવુ તે એંવુંસ થાવા દે, કેંમકે ઇવી રિતી આપું સબ કઇ પૂરુ કરેં રિયા હે, ઝી પરમેશ્વર આપં થી સાહે હે.” તર યૂહન્નાવેં ઇસુ ની વાત માન લીદી, અનેં હેંનેં બક્તિસ્મ આલ દેંદું. 16અનેં ઇસુ બક્તિસ્મ લેંનેં તરત પાણેં મહો ઇપેર આયો, અનેં ભાળો હેંનેં હારુ આકાશ ખોલાએંજ્યુ, અનેં ઇસુવેં પરમેશ્વર ના આત્મા નેં કબૂતર નેં જેંમ ઉતરતં અનેં પુંતાનેં ઇપેર આવતં ભાળ્યુ. 17તર હરગ મહી પરમેશ્વર ની અવાજ આવી, “ઇયો મારો વાલો બેંટો હે, ઝેંનાથી હૂં ઘણોસ ખુશ હે.”

醒目顯示

分享

複製

None

想要在所有設備上保存你的醒目顯示嗎? 註冊或登入