YouVersion 標誌
搜尋圖標

ઉત્પત્તિ 15

15
ઇબ્રામ સાથે ઈશ્વરનો કરાર
1એ વાતો પછી દર્શનમાં યહોવાનું વચન ઇબ્રામ પાસે આવ્યું, “ઇબ્રામ, તું બીશ નહિ. હું તારી ઢાલ તથા તારો મહા મોટો બદલો છું.” 2અને ઇબ્રામ બોલ્યો, “હે પ્રભુ યહોવા, તમે મને શું આપશો? કેમ કે હું નિસંતાન ચાલ્યો જાઉં છું, ને આ દમસ્કનો એલિએઝેર મારા ઘરનો માલિક થનાર છે.” 3અને ઇબ્રામ બોલ્યો:“જુઓ, તમે મને કંઈ સંતાન નથી આપ્યું; માટે, જુઓ, મારા ઘરમાં જન્મેલો એક [જણ] મારો વારસ છે.” 4અને જુઓ, યહોવાનું વચન તેની પાસે આવ્યું:“એ તારો વારસ નહિ થશે. પણ તારા પોતાના પટેનો જે થશે તે જ તારો વારસ થશે.” 5અને તેમણે ઇબ્રામને બહાર લઈ જઈને કહ્યું, “હવે તું આકાશ તરફ જો, ને તું તારાઓ ગણી શકે, તો ગણ.” અને યહોવાએ તેને કહ્યું, #રોમ. ૪:૧૮; હિબ. ૧૧:૧૨. “તેટલા તારાં સંતાન થશે.” 6અને #રોમ. ૪:૩; ગલ. ૩:૬; યાકૂ. ૨:૨૩. તેણે યહોવા પર વિશ્વાસ કર્યો; અને તે યહોવાએ ન્યાયીપણાને અર્થે તેના લાભમાં ગણ્યું. 7અને તેમણે ઇબ્રામને કહ્યું, “આ દેશ વતન તરીકે તને આપવા માટે કાસ્દીઓના ઉરમાંથી તને કાઢી લાવનાર હું યહોવા છું” 8અને તેણે કહ્યું, “હે પ્રભુ યહોવા, હું એનો વારસો પામીશ, એ હું શાથી જાણું?” 9અને યહોવાએ કહ્યું, “ત્રણ વર્ષની વાછરડી, તથા ત્રણ વર્ષની બકરી, તથા ત્રણ વર્ષનો મેંઢો, તથા એક હોલું ને કબૂતરનું એક પીલું મારે માટે લે.” 10અને ઇબ્રામે એ સર્વ લીધાં, ને તેઓને વચમાંથી ચીરીને કકડા સામસામા મૂકયા. પણ તેણે પક્ષીઓને ચીર્યાં નહિ. 11અને જયારે શિકારી પક્ષી તે મુડદાં ઉપર પડયાં ત્યારે ઇબ્રામે તેઓને ઉડાડી મૂક્યાં.
12અને સૂર્ય આથમતો હતો, ત્યારે ઇબ્રામ ભર ઊંઘમાં પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો; અને જુઓ, મોટો ઘોર અંધકાર તેના પર પડયો. 13અને યહોવાએ ઇબ્રામને કહ્યું, “તું ખચીત જાણ કે, #નિ. ૧:૧-૧૪; પ્રે.કૃ. ૭:૬. તારો વંશ પરદેશમાં ભટકશે, ને ત્યાંના લોકોની સેવઅ કરશે; અને ચારસો વર્ષ સુધી તેઓને દુ:ખ આપવમાં આવશે; 14અને #નિ. ૧૨:૪૦-૪૧; પ્રે.કૃ. ૭:૭. જે લોકોની સેવા તેઓ કરશે તેઓનો ન્યાય પણ હું કરીશ; અને ત્યાર પછી તેઓ ઘણી સંપત્તિ લઈને નીકળશે. 15પણ તું પોતાના બાપદાદાઓની પાસે શાંતિએ જશે; અને તું ઘણો ઘરડો થયા પછી દટાશે. 16અને તેઓ ચોથી પેઢીમાં અહીં પાછા આવશે; કેમ કે અમોરીઓનાં પાપનો ઘડો હજી ભરાયો નથી.”
17અને એમ થયું કે, સૂર્ય આથમતાં અંધારું થયું, ત્યારે જુઓ, એક ધુમાતી સગડી તથા બળતી મશાલ એ કકડાઓની વચમાં થઈને ગઈ. 18તે જ દિવસે યહોવાએ ઇબ્રામ સાથે કરાર કર્યો:#પ્રે.કૃ. ૭:૫. “મિસરની નદીથી એ ફ્રાત નામની મહા નદી સુધી આ દેશ મેં તારા વંશજોને આપ્યો છે; 19એટલે કેનીઓનો તથા કનિઝીઓનો તથા કાદમોનીઓનો, 20તથા હિત્તીઓનો તથા પરિઝીઇઓનો, તથા રફાઈઓનો, 21તથા અમોરીઓનો તથા કનાનીઓનો તથા ગિર્ગાશીઓનો તથા યબૂસીઓનો દેશ [આપ્યો છે].”

醒目顯示

分享

複製

None

想在你所有裝置上儲存你的醒目顯示?註冊帳戶或登入