ઉત્પત્તિ 5

5
આદમના વંશજો
(૧ કાળ. 1:1-4)
1આદમની વંશાવળી આ પ્રમાણે છે. ઈશ્વરે માનવજાતને ઉત્પન્‍ન કરી ત્યારે તેમણે તેમને પોતાના સ્વરૂપ પ્રમાણે બનાવ્યાં. 2તેમણે તેમનું પુરુષ તથા સ્ત્રી તરીકે સર્જન કર્યું, તેમને આશિષ આપી અને તેમનું નામ ‘માણસ’ પાડયું.#ઉત. 1:27-28.#માથ. 19:4; માર્ક. 10:6.
3આદમ 130 વર્ષનો થયો ત્યારે તેને પોતાની પ્રતિમા અને પોતાના સ્વરૂપ પ્રમાણે પુત્ર થયો અને તેણે તેનું નામ શેથ#5:3 શેથ: હિબ્રૂ ભાષામાં એના અર્થ અપાયેલો કે અર્પિત. પાડયું. 4શેથના જન્મ પછી આદમ બીજાં આઠસો વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 5આદમ 930 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
6શેથ 105 વર્ષનો થયો ત્યારે તેને અનોશ નામે પુત્ર થયો. 7અનોશના જન્મ પછી શેથ બીજાં 807 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 8શેથ 912 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
9અનોશ 90 વર્ષનો થયો ત્યારે તેને કેનાન નામે પુત્ર થયો. 10કેનાનના જન્મ પછી અનોશ બીજાં 815 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 11અનોશ 905 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
12કેનાન 70 વર્ષનો થયો ત્યારે તેને માહલાલએલ નામે પુત્ર થયો. 13માહલાલએલના જન્મ પછી તે બીજાં 840 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 14કેનાન 910 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
15માહલાલએલ 65 વર્ષનો થયો ત્યારે તેને યારેદ નામે પુત્ર થયો. 16યારેદના જન્મ પછી માહલાલએલ બીજાં 830 વર્ષ જીવ્યો, તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 17માહલાલએલ 895 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
18યારેદ 162 વર્ષનો થયો ત્યારે તેને હનોખ નામે પુત્ર થયો. 19હનોખના જન્મ પછી તે બીજાં 800 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 20યારેદ 962 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
21હનોખ 65 વર્ષનો થયો ત્યારે તેને મથૂશેલા નામે પુત્ર થયો; 22મથૂશેલાના જન્મ પછી હનોખ બીજાં ત્રણસો વર્ષ ઈશ્વરની સાથે ચાલ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 23હનોખ 365 વર્ષ સુધી જીવ્યો. 24તેણે પોતાનું આખું જીવન ઈશ્વરની સંગતમાં ગાળ્યું. પછી તે અલોપ થઈ ગયો. કારણ, ઈશ્વરે તેને પોતાની પાસે ઉપાડી લીધો.#હિબ્રૂ. 11:5; યહૂ. 14.
25મથૂશેલા 187 વર્ષનો થયો ત્યારે તેને લામેખ નામે પુત્ર થયો. 26લામેખના જન્મ પછી મથૂશેલા બીજાં 782 વર્ષ જીવ્યો. તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 27મથૂશેલા 969 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
28લામેખ 182 વર્ષનો થયો ત્યારે તેને પુત્ર થયો. 29તેણે તેનું નામ નૂહ (રાહત)* પાડયું; કારણ, તેણે કહ્યું, “પ્રભુએ આ ભૂમિને શાપ આપ્યો છે; તેથી અમારે સખત મહેનતમજૂરી કરવી પડે છે. આ બાળક અમને તેમાંથી રાહત પમાડશે.” 30નૂહના જન્મ પછી લામેખ બીજાં 595 વર્ષ જીવ્યો અને તેને બીજાં પુત્રોપુત્રીઓ પણ થયાં. 31લામેખ 777 વર્ષની ઉંમરે મૃત્યુ પામ્યો.
32નૂહ પાંચસો વર્ષનો થયો ત્યારે તેને ત્રણ પુત્રો થયા: શેમ, હામ, યાફેથ.

高亮显示

分享

复制

None

想要在所有设备上保存你的高亮显示吗? 注册或登录